________________
૩૪૮
વિ.સં. ૧૨૮૫થી આચાર્ય જગચંદ્રસૂરિની શિષ્યપરંપરા ‘તપાગચ્છ’રૂપે પ્રસિદ્ધ પામી. આપશ્રીનું સ્વર્ગારોહણ વિ.સં. ૧૨૯૫-૯૬ની આસપાસ થયેલું.
! ‘પૂર્ણ સરસ્વતી', 'પ્રત્યક્ષ સરસ્વતી' : આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ
વિ.સં.ની તેરમી સદીમાં ખરતર ગચ્છના પ્રભાવી અને વિદ્વાન આચાર્ય, પદ્માવતીદેવીના સાધક, મંત્રવિદ્યાસંપન્ન, વિનયી, સમર્થ ગ્રંથકાર આચાર્ય હતા અને શ્રી જિનસિંહસૂરિના શિષ્ય તથા પટ્ટધર હતા. વતન હાલવાડી, તાંબી ગોત્ર, પિતા રત્નપાલ, માતા ખેતલદેવી. નાનપણનું નામ સુહડપાલ, બાલ્યવયથી જ સતેજ, બુદ્ધિવાન, હોશિયાર, વિક્રમ સં ૧૩૨૬માં શ્રી જિનસિંહસૂરિએ દીક્ષા આપી. વિ.સં. ૧૩૪૧માં કિઢવાણામાં આચાર્યપદ આપીને શ્રી જિનપ્રભસૂરિ નામ આપ્યું. દિલ્હીના બાદશાહ મહમદ તઘલકને મંત્રવિદ્યાનો પરિચય આપ્યો. બેગમની વ્યંતરપીડા દૂર કરી તથા રાજસભામાં કેટલાક ચમત્કારો કર્યા. સદા ઓછામાં ઓછી પાંચ નવી ગાથાઓ રચ્યા પછી જ આહાર લેવાની પ્રતિજ્ઞાથી ઘણા ગ્રંથો અને સ્તોત્રો રચ્યાં. તેમને ‘ઘૂર્ણ સરસ્વતી’ અને ‘પ્રત્યક્ષ સરસ્વતી’ એમ બે બિરુદો મળ્યાં હતાં.
LF (તૃતીય) દાદા ગુરુદેવ : આચાર્ય શ્રી જિનકુશલસૂરિજી મહારાજ
ખરતરગચ્છ શ્રમણ-પરંપરામાં પ્રસિદ્ધ એવા ૪ દાદા ગુરુદેવોમાં તૃતીય દાદા ગુરુદેવથી પ્રસિદ્ધ છે. તેઓ જંગમ યુગપ્રધાન, ભટ્ટારક અને અર્ધો લાખ વ્યક્તિ-સમુદાયને જૈનધર્મી બનાવી ચૂક્યા હતા.
નાકોડા તીર્થ પાસે સમિયાણા (સિવાના)ના મંત્રી, છાજડ ગોત્રના ઓસવાલ જિલ્લાગરના પુત્ર હતા. જન્મ વિ.સં. ૧૩૩૭/૧૩૩૦. માતા જયંતીદેવી. જન્મનામ કરમણ. સંવત ૧૩૪૭માં શ્રી જિનચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી ત્યારે મુનિશ્રી કુશલકીર્તિ નામ રખાયું. સં. ૧૩૭૭માં પાટણમાં આચાર્યપદ મળતાં શ્રી જિનકુશલસૂરિ નામે ઉદ્ઘોષિત કર્યા ને જિનચંદ્રસૂરિજીની પાટે સ્થાપ્યા.
તેમનો સ્વર્ગવાસ હાલના પાકિસ્તાનના દેવરાજપુર (દેશઉર)માં વિક્રમ સંવત ૧૩૮૯માં થયેલો. ત્યાં બનાવાયેલો સ્તૂપ હાલમાં નથી. ખરતર ગચ્છમાં અનેક ગામ-નગરોમાં આવેલ દાદાવાડીમાં તેમની પાદુકા પ્રતિષ્ઠિત થયેલી છે.
Jain Education International
વિશ્વ અજાયબી :
[ ‘ક્રિયોદ્ધારક', ‘સાધુશિરોમણિ' : આચાર્યશ્રી આનંદવિમલસૂરિજી મહારાજ
તપાગચ્છની પાટપરંપરામાં ૫૬મી પાટે થનાર આ. શ્રી આનંદવિમલસૂરિજી મહાન ત્યાગી, તપસ્વી, પ્રભાવી અને શાસ્ત્રોના પારગામી, તે સમયના મુનિઓમાં મુગટ સમાન શિરોમણિ, શત્રુંજયતીર્થના ઉદ્ધારક તથા મહાન ક્રિયોદ્ધારક હતા.
વિ.સં. ૧૫૪૭માં ઈડરમાં જન્મ. પિતા વીશા ઓસવાલ ગોત્રી મેઘજી, માતા માણેકદેવી. જન્મ નામ વાઘજી. બચપણથી જ ધર્મસંસ્કારી. પાંચ વર્ષની વયે વિ.સં. ૧૫૫૨માં દીક્ષા મળી, મુનિ અમૃતમેરુ' નામ અપાયું. ઉત્તમ જ્ઞાનરુચિ અને તીવ્ર યાદશક્તિ. સંવત ૧૫૭૦માં દાદાગુરુ શ્રી સુમતિસાધુસૂરિ અને ગુરુદેવે તેમને આચાર્યપદ આપી ‘શ્રી આનંદવિમલસૂરિ’ નામથી ઉદ્ઘોષિત કર્યા.
પૂ. ગુરુદેવની આજ્ઞાથી વિ.સં. ૧૫૮૨માં વડાલી/ ચાણસ્મા પાસેના વડાવલી ગામે કેટલાક સંવિગ્ન સાધુઓને લઈને ક્રિયોદ્ધાર કર્યો અને શુદ્ધ સંવેગીમાર્ગ ચલાવ્યો. સંવત ૧૫૮૩માં ગચ્છનાયક થયા.
તેમનો માણેકચંદ નામનો શ્રાવક શિષ્ય શત્રુંજયની જાત્રાએ જતાં સિદ્ધપુર પાસે મગરવાડામાં લૂંટારુ ભીલ લોકોએ હુમલો કર્યો અને એમાં તેઓ શત્રુંજયના ધ્યાનમાં મૃત્યુને ભેટ્યા–તેમાંથી માણિભદ્રવીરની ઉત્પત્તિ થઈ. તેમણે શાસકરક્ષકવીરને સૌ પ્રથમ મગરવાડામાં સ્થાપન કરી તપગચ્છશાસનના રક્ષક બનાવ્યા. સંવત ૧૫૬૬માં આ. શ્રીનું સ્વર્ગારોહણ.
પુત્ર મંત્રપ્રભાવક' : આચાર્ય શ્રી મેરુતંગસૂરિજી
અચલગચ્છની પાટપરંપરામાં ૧૧મા પટ્ટધર, મહાન ગ્રંથકાર, મંત્રપ્રભાવક આચાર્ય, વ્યાકરણ-કાવ્ય-ચરિત્ર-દર્શનાદિ વિવિધ વિષયો પર સાહિત્ય સર્જ્યું છે. આચાર્યશ્રી મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય. જન્મ મારવાડાના નાણા/નાણી ગામમાં વહોરા પરિવારમાં વિ.સં. ૧૪૦૫ પિતા શેઠ વૈરસિંહ પોરપાલ, માતા માલદેવી. દીક્ષા વિ.સં. ૧૪૧૮માં, વિ.સં. ૧૯૨૬માં ગુરુદેવના હસ્તે આચાર્ય પદવી, વિ.સં. ૪૪માં પાટણમાં ગચ્છનાયકપદે શંખેશ્વર પાસે લોલાડામાં ચાતુર્માસમાં હતા ત્યારે વિ.સં. ૧૪૪૪માં મહમદ બેગડાના હલ્લાને મંત્રબળે રોકી રાખેલો, ‘ૐ નમો દેવદેવાય'થી પ્રારંભાયેલા ‘જિરાવલા સ્તોત્ર'ની રચના કરી વડનગરમાં બ્રાહ્મણ નગરશેઠના પુત્રને
For Private & Personal Use Only
www.jainelibrary.org