________________
જૈન શ્રમણ
૩૩૧
શ્રીસંઘોમાં આરાધનાનાં પૂર ઊમટ્યાં છે. દાન-શીલ-તપભાવનાના ડંકા વાગ્યા છે. સં. ૨૦૪૭માં ૯ દેરાસરોની પ્રતિષ્ઠા, ૨૦૧૯માં સાત દેરાસરમાં પ્રતિષ્ઠા પૂજ્યશ્રીની પ્રેરણા-નિશ્રાથી થઈ છે. રાજકોટમાં રૈયા રોડ તથા શ્રમજીવી સોસાયટી નં. ૩માં શિખરબંધી દેરાસરો બંધાયાં છે. વર્ધમાનનગરમાં સં. ૨૦૪૭ના ચાતુર્માસમાં અનેકવિધ તપારાધનાઓ અને અનુષ્ઠાનો થયાં છે. પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે, તેમની દીર્ઘ અને ઉજ્વળ સંયમસાધનાની અનુમોદનાર્થે ભવ્ય મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં ઊજવાયો છે. પૂજ્યશ્રીનાં અપ્રમત્ત જીવનચર્યા, સતત આત્મચિંતન અને સ્વ–પર કલ્યાણની તીવ્ર ભાવનાના કારણે સંઘ અને શાસનનાં અનેક કાર્યો સુસમ્પન્ન બની રહ્યાં છે. ૨૦૫૯માં બોરસદના ચોમાસામાં પર્યુષણ અને અઠ્ઠાઈ કરી આઠે દિવસનાં બે વ્યાખ્યાન છોડીને બધાં વ્યાખ્યાન વાંચ્યાં હતા.
પૂજ્યશ્રીની મહાન તપશ્ચર્યાઓ અને શાસનપ્રભાવનાનાં અનેક કાર્યોની જેમ તેઓશ્રીનું અધ્યયનફળ થોડું થોડું પણ ભવ્ય છે. વિવિધ ગ્રંથો અને સાહિત્યના તલસ્પર્શી અધ્યયનને લીધે પૂજ્યશ્રીની વિદ્વત્તા અને વક્નત્વશક્તિનો અદ્ભુત વિકાસ સધાયો છે. તેઓશ્રી મધુર અને સરળ વાણીમાં ગહન અને ભાવપૂર્ણ પ્રવચનો કરવામાં કુશળ છે. તેઓશ્રીનાં પ્રભાવશાળી પ્રવચનોથી પ્રેરાઈને અનેક ભાવિકો, ખાસ કરીને, યુવાવર્ગમાં ધર્મજાગૃતિના જુવાળ આવ્યા છે. એવી જ રીતે, પોતાના અગાધ અભ્યાસના ફળસ્વરૂપે પૂજ્યશ્રીએ સાહિત્યનું વિપુલ સર્જન કર્યું છે. લોકોપકારી–લોકભોગ્ય સાહિત્યસર્જનમાં તેઓશ્રી અગ્રેસર રહ્યા છે. ધર્મ, અધ્યાત્મ, સમાજ, વિજ્ઞાન આદિ વિષયોને સાંકળીને વર્તમાન સંદર્ભમાં ધર્મસંસ્થાપના અને જૈનદર્શનની મહત્તા પ્રતિપાદિત કરતા ૪૦ થી વધુ ગ્રંથો રચ્યા છે, જેમાં વિજ્ઞાન અને જૈનદર્શન' ભાગ ૧-૨, “સંસ્કૃતિનું વિજ્ઞાન”, “શ્રમણોપાસકનું ઝગમગત જીવન’, ‘વિલય ચિનગારી', “પ્રેરણાની પરબ', “મહામંત્રનું વિજ્ઞાન'. જીવનમાં મૌનનો ચમત્કાર', “વીતરાગવચનનું સર્વશ્રેષ્ઠ વિજ્ઞાન', સાપેક્ષવાદનું વિજ્ઞાન”, “પ્રેમસૂરિદાદા', “જીવનનું અમત'. આત્મવાદ', “જીવન અને વ્રતો', ‘ક્રોધનો દાવાનળ અને ઉપશમની ગંગા', ‘ચિંતનનું ચૈતન્ય’, ‘આચારસંહિતા”, “અદેશ્ય એટમ બોમ્બ’, ‘શત્રિભોજન કેમ નહિ?”, “બાળભોગ્ય નવકાર', ધર્મનું વિજ્ઞાન', “સાર્થવાહ', “મારું વહાલું પુસ્તક', “હું પુસ્તકની સાથે', ચિંતનની સાથે સાથે પ્રશ્નોતરી આદિ નૂતન
શૈલીથી લખાયેલા ગ્રંથો છે. વિજ્ઞાન વિષયક ગ્રંથોની તો હજારો નકલો ખપી ગયેલી છે અને દેશવિદેશમાં લોકપ્રિય પણ થયેલી છે.
એવી અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા બહુમુખી પ્રતિભાને ઉપસાવતા સાધુવરને સં. ૨૦૪૧માં માગશર સુદ ૬ને દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે ગણિ પદ, સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસ પદ અને સં. ૨૦૪૬ના ફાગણ સુદ ૧૧ને શુભ દિવસે બોરસદ મુકામે પૂ. આ. શ્રી વિજયરાજતિલક-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યાં. પદપ્રદાનના આ દિવસે, પ્રસંગને અનુલક્ષીને બોરસદમાં જીર્ણોદ્ધાર પામી રહેલા શ્રી આદિનાથ જિનમંદિર માટે સારું ફંડ થયું. બોરસદમાં તાજેતરમાં ૨૦૫૯માં ઉપાશ્રયના જીર્ણોદ્ધાર માટે ૨૭ લાખનું ફંડ કરેલ અને નૂતન ઉપાશ્રયનું ઉદ્દઘાટન કરી વિદ્યાનગર ચાતુર્માસ કરેલ છે. બહારગામના સંઘોએ તેમ જ ભાવિકોએ જૈનમંદિરમાં દેવદ્રવ્ય અને સ્વદ્રવ્ય અર્પણ કરી સુંદર લાભ લીધો. જીવદયામાં પણ અનુમોદનીય ફાળો નોંધાયો. આ પ્રસંગે પૂજ્યશ્રીના સંસારી સંબંધીઓએ પણ દ્રવ્યનો અનુપમ સવ્યય કર્યો હતો. સાધના-આરાધનામાં ઉત્કૃષ્ટ સ્થાને બિરાજતા આ સૂરિવર નિરામય દીર્ધાયુષ્ય પામીને શાસનપ્રભાવનાનાં સર્વોત્કૃષ્ટ કાર્યો સફળતાપૂર્વક પાર પાડતા રહો અને તે માટે શાસનદેવ પૂજ્યશ્રીને સંપૂર્ણ સ્વાસ્થ બક્ષો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના!
મહારાષ્ટ્ર માલેગાવમાં લાખ્ખોના ફંડથી ૬૮ તીર્થ મંદિર બનાવેલ છે.
પૂજ્યશ્રીના અંતરમાં ઔદાર્યતા, આંખોમાં નિર્મળતા, સ્વભાવગત સરળતા, સાર્વત્રિક સાદગી, સંઘ પરોપકાર પરાયણતા-પરસ્પર આત્મીય સભાવ દ્વારા શ્રી સંઘની સમન્વયતા માટેનો પ્રયત્નોના ઉત્કૃષ્ટ ગુણવૈભવ આદર ભાવથી મસ્તકને ઝુકાવનારો છે.
૨૦૧૦માં વલ્લભવિદ્યાનગરમાં ચોમાસાના ભવ્ય સામૈયા બાદ સાધર્મિક વાત્સલ્ય તથા શિરવડ કરતા પૂર્ણ થયું. દરેકને ૪૫ રૂપિયાથી તથા ગોળના રવાથી બહુમાન થયું. ચંદ્રમણિ તીર્થ પેઢી બનાસકાંઠામાં ૨૦૩૪માં નવા ડીસામાં
1
:
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org