________________
૩૦૪
મૈત્રીભાવના, પ્રેમ, હૂંફ અને વાત્સલ્યને નિચોડ એમની વાણી અને કલમમાં જોવા મળે છે. જેનું હૈયું પ્રેમસભર હોય તેની વાણી અને કલમ પ્રિય ન બને તો જ આશ્ચર્ય છે.
સૌજન્ય : મહાસુખરાય હીરાચંદ દોશી (મહુવાવાળા) પરિવાર હાલ ભાવનગર સ્વ. માનકુંવરબહેન મહાસુખરાય, દેવેન્દ્રકુમાર મહાસુખરાય, પ્રેરણાબેન દેવેન્દ્રભાઈ, હાર્દિક દેએન્દ્રભાઈ, સમી સૌમ્ય હાર્દિકભાઈ બેન સ્વાતી જીતેન્દ્રભાઈ સલોત, દક્ષેસ સાગર મોીત, પૌત્રી : ઝરણા હાર્દિકકુમાર પારેખ તરફથી જૈની વિજ્ઞાની : સંશોધક
પ.પૂ.આ.શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી
મહારાજ : એક પરિચય
પૂ. મુનિશ્રી યશોવિજયજી મ.સા.
પાલિતાણા
(હાલ સ્વ. પ.પૂ. સાહિત્ય કલારત્ન
ચંપાનિવાસ, અક્ષય તૃતીયા આ.શ્રીવિ. યશોદેવસૂરિજી મ.સા.)
વિશ્વ અજાયબી :
શ્રી બૃહત્સંગ્રહણી સૂત્રની પ્રસ્તાવનામાં લખાયેલ ઉપરોક્ત શબ્દો શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન મસાજ માટે આજે ૭૨ વર્ષ પછી પણ એટલા જ સાચા છે. શ્વે. મૂ. જૈન સમાજ પાસે આજે એક એવો જૈન વિજ્ઞાની નથી કે જેણે વિજ્ઞાનની સાથે સાથે જૈનદર્શનનો પણ ગહન અભ્યાસ કર્યો હોય. આ આપણા સમાજ માટે મોટામાં મોટી કમનસીબી છે.
Jain Education International
આની સામે દિગમ્બર સમાજમાં ઘણા ઘણા દેશની અગ્રણી વિજ્ઞાન સંશોધન સંસ્થાઓમાં વિજ્ઞાની તરીકે ફરજ બજાવતા અને છતાંય જૈનદર્શનનો તલસ્પર્શી ગહન અભ્યાસ કરનારા વિજ્ઞાનીઓ છે.
“આજે સંક્રાંતિનો યુગ પસાર થઈ રહ્યો છે. જો કે આજની કહેવાતી ક્રાંતિના વહેણ તો સામાજિક કે ધાર્મિક વિશુદ્ધ સિદ્ધાંતોને વિનાશને આરે ઘસડી રહ્યાં છે. એણે તો સંસ્કૃતિના પાયા પણ હચમચાવી નાખ્યા છે. પણ જે સાચી અને શુભનિષ્ઠાની ક્રાંતિ જે જે ક્ષેત્રમાં થઈ રહી છે અને દિન પ્રતિદિન આશ્ચર્યકારી અને અજબ ઘટનાઓ બની રહી છે અને વિજ્ઞાનનો જમાનો જે અનિલવેગે ઝડપી પ્રગતિ કરી રહ્યો છે, રોજ રોજ અવનવા તહેવાર પ્રયોગસર્જન, નવીન નવીન શક્તિઓનું આવિષ્કરણ, પાશ્ચાત્ય ભૂમિમાંથી વિશેષે કરીને શ્રવણગોચર થતું જાય છે, ત્યારે ખેદની વાત છે કે જૈન સમાજ હજું જાગ્રત થઈ શક્યો નથી. જેમના સૈદ્ધાન્તિક તત્ત્વો સમાતન સત્યથી ભરપૂર છે, સ્વયંભૂસિદ્ધ વૈજ્ઞાનિક રસાયણોના નિર્દેશો અંતર્ગત સંખ્યાબંધ વેરાયેલા પડ્યા છે. ‘ઘર બેઠા ગંગા’ જેવા સદ્યોગો છતાં તે સિદ્ધાંતો પાછળ મનનપૂર્વક, ઝીણવટભર્યો પરામર્શ કરે તેવા, રાત્રિદિવસનો જાતે ભોગ આપી પદાર્થાન્વેષણ કરે તેવા બાહોશ વૈજ્ઞાનિકોને સંગ્રહી શક્યો નથી. એટલું જ
આજે આપણા શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સમાજ પાસે જૈન આગમો અને પ્રાચીન સાહિત્યનું સંપાદન-સંશોધન કરીને પ્રકાશન કરનારી સંસ્થાઓ, સાધુઓ અને વિદ્વાનો પણ ઠીક ઠીક
નહિ એના ઉત્પાદન માટેની દિશા જ શૂન્ય છે ત્યાં પગલું પાડ્યું પ્રમાણમાં છે. પરંતુ વૈજ્ઞાનિક અને તેમાંય પ્રાયોગિક સંશોધન
જ ક્યાંથી હોય? આ બીના શક્તિસંપન્ન જૈન સમાજ માટે કંઈ ઓછી શોચનીય નથી.”
કરનાર સંસ્થા, વિજ્ઞાની, વિદ્વાન કે તેમને માર્ગદર્શન આપનાર સાધુ કોઈ જ નથી.
આજે આપણો શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રાવક સમાજ આ ક્ષેત્રમાં ભારે ઉદાસીન છે. એ સાથે સાધુ સમાજમાં પણ જૈનદર્શનની સાથે આધુનિક વિજ્ઞાનનો અભ્યાસ કરનારા સાધુઓ પણ ખાસ કોઈ વિશેષ નજરે પડતા નથી. વર્ષો પહેલાં અધ્યાત્મનિષ્ઠ પૂજ્ય મુનિરાજ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજે ‘વિજ્ઞાન અને અધ્યાત્મ’નામનું અદ્ભુત પુસ્તક લખેલ-આપેલ. ત્યાર પછી અથવા તે સમય દરમ્યાન જૈન ભૂગોળ અને ખગોળના ક્ષેત્રે વૈજ્ઞાનિક સંશોધન કરવા માટે આગમ વિશારદ પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી અભયસાગરજી મહારાજે અથાગ પ્રયત્નો કર્યા હતા. ત્યાર પછી તેમની પસેથી જ પ્રેરણા લઈ જૈનદર્શન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધન કરનારા અને સમગ્ર સાધુ સમાજમાં વિજ્ઞાની તરીકે નામના મેળવનાર આજે ફક્ત એક જ મુનિરાજ છે. તેમનું નામ છે પરમ પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજય નંદિઘોષસૂરિજી મહારાજ. પરમ પૂજ્ય શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજયનેમિસૂરિશ્વરજી મહારાજના સમુદાયના ગૌરવરૂપ પૂ. આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના
વૈજ્ઞાનિક સંશોધન પાછળ પાર્શ્વચંદ્રગચ્છના પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજની પ્રેરણા છે.
આજે આપણા સમાજમાં જેટલા આચાર્ય ભગવંતો છે તેટલાં જ નવા નવા તીર્થ બની રહ્યાં છે અને હવે તો સાધુ
For Private & Personal Use Only
www.jainelibrary.org