________________
જૈન શ્રમણ
ઓળખવામાં આવે છે, જેમાં કોઈના કોઈ સ્વરૂપે પાર્શ્વનાથ અથવા તેમની પરંપરાનું સૂચન થયું છે. પાંચ મુખ્ય ધાર્મિક ગ્રંથોમાં...આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, ભગવતી અને ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ થાય છે, જેમાં પાર્શ્વનાથ પરંપરાનો વારસો હોવાનું પણ જોવા મળે છે, એટલું જ નહીં તેમાં અનેક જૂની વાતો કોઈને કોઈ સ્વરૂપે સુરક્ષિત રહી છે.
દિગંબર-શ્વેતાંબર ગ્રંથોમાં વર્ણન જોવા મળે છે કે પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કાશી-બનારસમાં થયો અને તેમનું નિર્વાણ સમ્મેતશિખર હાલના પાર્શ્વનાથ પહાડ પર થયું. બંને સંપ્રદાયના ચરિત્ર વિષયક સાહિત્ય દ્વારા એટલું તો નિર્વિવાદ છે કે પાર્શ્વનાથનું ધર્મપ્રચારક્ષેત્ર પૂર્વ-ભારત ખાસ કરીને ગંગાનો ઉત્તર અને દક્ષિણ ભાગ-હતું. જો કે પાર્શ્વનાથની વિહાર ભૂમિની સીમા બાંધવી મુશ્કેલ છે, પરંતુ તેમની પાર્શ્વપત્વિકને નામે ઓળખાતી શિષ્યપરંપરાની વિહારક્ષેત્ર સીમાનો નિર્દેશ જૈન અને બૌદ્ધ ગ્રંથો દ્વારા નક્કી થાય તેમ છે.
મુજફ્ફર જિલ્લાનું વૈશાલી અથવા હાલનું બસાઢ, વાસુકુંડ કહેવામાં આવતું પ્રાચીન ક્ષત્રિયકુંડ અને બનિયા તરીકે ઓળખાતું વાણિજ્યગ્રામ આ બધે ઠેકાણે પાર્શ્વપત્યિક લોકો રહેતાં કે જ્યારે મહાવીરનો જીવનકાલ ચાલતો હોય છે. મહાવીરનાં માતાપિતાને પણ જૈનગ્રંથોમાં પાર્શ્વપત્યિક માનવામાં આવ્યાં છે.૧૦ તેમના માતૃપક્ષના દાદા ચેટક તથા મોટાભાઈ નન્દીવર્ધન વગેરે પાર્શ્વપત્યિક હોય તો નવાઈ નથી. ગંગાના દક્ષિણે આવેલું રાજગૃહી કે જે આજે રાજગિર તરીકે ઓળખાય છે તેમાં જ્યારે ભગવાન મહાવીર ધર્મોપદેશ કરવા આવ્યા ત્યારે તુંગિયા નિવાસી પાર્શ્વપત્યિક અને પાર્શ્વપત્યિક સ્થવિર વચ્ચે ચાલતી ધર્મચર્ચા ગૌતમ દ્વારા સાંભળે છે.૧૧ તુંગિયા રાજગૃહી નજીક કોઈ નગર હોવું જોઈએ, જેને આચાર્ય વિજયકલ્યાણસૂરિ આધુનિક તંગી ગામ તરીકે ઓળખાવે છે.૧૨
આ બધા ઉપરથી એક વાત સિદ્ધ છે કે જૈન આગમોમાં જોવા મળે છે તે પ્રમાણે રાજગૃહી વગેરેમાં મહાવીર અને પાર્શ્વપત્યિકો મળ્યા હતા. તેમની વાણી પણ પ્રાકૃત
૯. opcit p. ૫
૧૦. આચારાંગ, ૨, ભાવચૂલિકા ૩. સૂત્ર ૪૦૧ ૧૧. ભગવતી, ૨, ૫
૧૨. આ. વિજયકલ્યાણસૂરિ કૃત. શ્રમણ ભગવાન મહાવીર પૃ.
૩૭૧
Jain Education International
૨૮૩
અર્ધમાગધીમાં ગ્રંથસ્થ જોવા મળે છે અને બ્રાહ્મણ સિવાયનો વર્ગ શ્રમણ-એક અર્થમાં શ્રમ કરનારા-કહેવાતો જેમણે સંસ્કૃત ભાષા સામે-પ્રાકૃત ભાષા અપનાવી કેમકે સામાન્ય માનવી આ ભાષા વધુ સરળતાથી સમજતો. આથી ભગવાન મહાવીરે આ વારસાને અપનાવી લીધો હોય તે શક્ય છે. હવે આપણે સંઘ, આચાર અને શ્રુત વિષે વિચાર કરીએ. સંઘ ઃ
ભગવતી ૧–૯——૭૬માં કાલાસવેસી પાર્શ્વપશ્ચિકનું વર્ણન છે. જે પ્રમાણે તે કોઈ સ્થવિરને મળ્યા અને તેમણે સામાયિક, સંયમ, પ્રત્યાખ્યાન, કાયોત્સર્ગ, વિવેક વગેરે ચારિત્ર્યસંબંધી મુદ્દા પર પ્રશ્ન કર્યા. વિરોએ આ પ્રશ્નોના જે જવાબ આપ્યા, જે પરિભાષામાં આપ્યા અને કાલાસવેસીએ જે પ્રશ્નો જે પરિભાષામાં કર્યા એ પર આપણે વિચાર કરીએ તો આપણે નિશ્ચિતરૂપે કહી શકીએ કે આ પ્રશ્નો અને પરિભાષાઓ જૈન પરિભાષા સાથે સંબંધિત છે.
ભગવતી ૫-૯-૨૨૬માં કેટલાક થેરો (વૃદ્ધ સાધુઓ)નું વર્ણન છે. તે રાજગૃહીમાં મર્યાદાપૂર્વક ભગવાન મહાવીર પાસે જાય છે અને તેમને આ પરિમિત લોકમાં અનંત રાતદિવસ અને પરિમિત રાતદિવસ અંગેના પ્રશ્ન પૂછે છે. મહાવીર ભગવાન પાર્શ્વનાથનો હવાલો આપતાં કહે છે કે પુરિસાદાણીય પાર્શ્વ દ્વારા લોકનું સ્વરૂપ પરિમિત કહેવાયું છે. પછી, તે અપેક્ષાભેદથી રાત–દિવસની અનંત અને પરિમિત સંખ્યાનો ખુલાસો કરે છે, જે સાંભળી થેરોને મહાવીરની સર્વજ્ઞતાની પ્રતીતિ થાય છે અને મહાવીરનું શિષ્યત્વ સ્વીકારે છે.
સૂત્રકૃતાંગ (૨-૭-૭૧, ૭૨, ૮૧)માં પાર્શ્વપશ્ચિક ઉદક પેઢાલનું વર્ણન છે, જેમાં નાલંદાના એક શ્રાવકની ઉદકશાળામાં જ્યારે ગૌતમ હતા ત્યારે તેમની પાસે એક પાર્શ્વપત્યિક આવ્યા અને તેમણે ગૌતમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. એક પ્રશ્ન એ હતો કે તમારા કુમાર-પુત્ર વગેરે નિર્પ્રન્થ જ્યારે ગૃહસ્થોને સ્થૂલવ્રત સ્વીકાર કરાવો છો ત્યારે એ સાબિત નથી થતું કે નિષિદ્ધ હિંસા સિવાય અન્ય હિંસક પ્રવૃત્તિઓમાં સ્થૂલવ્રત આપવાવાળા નિગ્રંથોની સંમતિ છે? અમુક હિંસા ન કરો-એવી પ્રતિજ્ઞા કરાવતી વખતે આપોઆપ ફલિત થાય છે કે બાકીની હિંસામાં આપણી સંમતિ છે. આવા પ્રશ્નોના ગૌતમે વિસ્તારપૂર્વક જવાબ આપ્યા, જેની ઉદક પેઢાલને પ્રતીતિ થતાં ગૌતમના જવાબો સયુક્તિક લાગ્યા અને તેમણે ચાતુર્યામધર્મથી પંચમહાવ્રત
For Private & Personal Use Only
www.jainelibrary.org