________________
૨૯૮
હતી. ધીરજને, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળમાં ભણવા મૂક્યા અને ત્યારથી બાળકની મનોવૃત્તિમાં વૈરાગ્યના અંકુરો ફૂટવા માંડ્યા. સં. ૧૯૮૫માં પૂ. પં. શ્રી અમૃતવિજયજી ગણિનો સમાગમ થતાં પિતા-પુત્રની વૈરાગ્ય-ભાવના વધુ બળવત્તર બની અને સં. ૧૯૮૮ના મહા સુદ ૧૦ને શુભ દિને જાવાલ ક્ષેત્રના ઉત્સાહી શ્રી સંઘના મહોત્સવ વચ્ચે પૂ. શાસનસમ્રાટશ્રીના આશીર્વાદ સાથે પિતા-પુત્ર દીક્ષા ગ્રહણ કરી. પીતાંબરદાસ મુનિશ્રી પુણ્યવિજયજી નામે પૂ. પં. શ્રી અમૃતવિજયજીના શિષ્ય બન્યા અને ધીરજલાલ મુનિશ્રી ધુરંધરવિજયજી નામે મુનિશ્રી પુણ્યવિજયજીના શિષ્ય જાહેર થયા અને સાચે જ આગલાં વર્ષોમાં પૂ. મુનિવર ધર્મધુરંધર તરીકે સર્વત્ર પંકાઈ ગયા!
બહુ ઓછા સમયમાં તેઓશ્રીએ પંડિત શશિનાથ ઝા પાસેથી નવ્ય ન્યાયના ‘મુક્તાવલી’ પછીના ‘માથુરી’, ‘પંચલક્ષણી', ‘સિંહવ્યાઘ્ર જગદીશી', ‘સિદ્ધાંતલક્ષણ’ આદિ ગ્રંથો, સાહિત્ય-મીમાંસાના ગ્રંથો, સંસ્કૃત મહાકાવ્યો આદિનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત ભાષા પર અનન્ય કાબૂ જમાવ્યો. સંસ્કૃતમાં પત્રલેખન અને કાવ્યરચના સહજ બની રહ્યાં. પૂજ્યશ્રી સંસ્કૃતમાં સરળતાથી બોલી પણ શકતા હતા! પરિણામે, પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીને ૧૭૫ શ્લોકોનું શિખરિણી છંદમાં રચેલું, અન્ય દૂતકાવ્યો સમું ‘મયૂરદૂત’ ખંડકાવ્ય રચી મોકલ્યું. આ સમયમાં જ તેઓશ્રીએ હેમચંદ્રાચાર્ય વિરચિત કાવ્યાનુશાસન અને શબ્દાનુશાસનનો ઊંડો અભ્યાસ કર્યો હતો, એટલે આ દૂતકાવ્યમાં તેઓશ્રીની કાવ્યકુશળતા ઉત્તમ રીતે નીખરી આવી. અધ્યયનપ્રીતિ તીવ્રતર હોવાથી સં. ૧૯૯૪ના ખંભાતના ચાતુર્માસ દરમિયાન પૂજ્યશ્રી અંગ્રેજી પણ શીખ્યા અને તોલ્સતોયની વાર્તાઓ અને શેક્સપિયરનાં નાટકોનો અભ્યાસ કર્યો. આમ, ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, સંસ્કૃત મરાઠી, અંગ્રેજી આદિ અનેક ભાષાઓ પૂજ્યશ્રીને સહજસાધ્ય બની. અનેકાનેક મહાગ્રંથોના અધ્યયનથી તેઓશ્રીની પ્રતિભા પણ ફલવતી બની. પરિણામ સ્વરૂપ, પૂજ્યશ્રીએ શતાધિક ગ્રંથોની રચના કરી. એટલા જ અપ્રગટ ગ્રંથો પ્રગટ થવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. એમાં આઠ સ્મરણની પાદપૂર્તિના પ્રકાશથી તો પૂજ્યશ્રીની અપ્રતિમ પ્રતિભાનો પરિચય મળી રહે છે. પાદપૂર્તિની બાબતમાં તો તેઓની પ્રતિભા-કુદરતની બક્ષીસ હોય તેવી જણાતી. સિદ્ધચક્રપૂજનની પહેલી ચોવીસીના સાડાબાર શ્લોક મળ્યા
Jain Education International
વિશ્વ અજાયબી :
નહીં, તો એ પણ તેઓએ પૂર્ણ કર્યા છે. આમ, અનેક પ્રકારનાં ધર્મકાર્યો વચ્ચે પણ તેઓશ્રીએ દર્શનસાહિત્યના આ અગણિત ગ્રંથો લખીને આશ્ચર્ય ખડું કર્યું છે! ૧૯૭૨માં પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં પાલિતાણામાં નંદલાલ દેવલુક સંપાદિત ભારતીય અસ્મિતા' નામનો દળદાર ગ્રંથ ભાવનગરના મહારાજાના વરહસ્તે પ્રગટ થયો હતો. આમ સાહિત્યકારોને પૂજ્યશ્રીએ ખૂબ જ પ્રોત્સાહન આપ્યું હતું.
દીક્ષા થઈ ત્યારે માત્ર ૧૩ વર્ષના બાળમુનિ શ્રી ધુરંધરવિજયજી મહારાજમાં કોઈ વિશેષતા દેખાતી નહોતી. એકવડો બાંધો, ઘઉંવણું સામાન્ય શરીર, સાવ મિતભાષી અને એકાકી પ્રકૃતિને લીધે સામાન્ય છાપ પડતી હતી, પરંતુ પૂજ્યપાદ ગુરુદેવશ્રીનો સહવાસ અને અન્ય આચાર્યદેવો પાસેથી માર્ગદર્શન પામીને સત્તરમા વર્ષે તો એક પ્રભાવશાળી મુનિવર તરીકે સમગ્ર સમુદાય પર અનોખી છાપ અંકિત કરી આપી. એ છાપ ઉત્તરોત્તર વિકસતી ચાલી. પૂજ્યશ્રીએ કરેલાં ગુજરાત-મુંબઈનાં મુખ્ય શહેરોનાં ૪૬ ચાતુર્માસ એનાં જીવતાં-જાગતાં પ્રમાણપત્રો છે કે તેઓશ્રીની ઉપસ્થિતિ હોય ત્યાં મહામહોત્સવપૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, ઉદ્યાપન, સંઘયાત્રા આદિના અનેકાનેક ઉત્સવો ઊજવાયા જ હોય. આવી અપૂર્વ શાસનપ્રભાવનાના ફળસ્વરૂપ પૂજ્યશ્રીને સં. ૨૦૦૭ના કારતક વદ ૬ને દિવસે ગણિ પદવી અને વૈશાખ સુદ ૩ (અક્ષયતૃતીયા)ને દિવસે પંન્યાસ પદવી અર્પણ કરવામાં આવી. વિરલ એવો ભવ્ય ઉત્સવ મુંબઈ મુકામે સં. ૨૦૨૧ના મહા સુદ ૭ ને સોમવારે ઊજવાયો હતો, જ્યારે પૂજ્યશ્રીને આચાર્યપદથી અલંકૃત કરવાનું ફરમાન શાસનશણગાર, ગીતાર્થગણમુકુટમણિ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઉદયસૂરીશ્વરજી મહારાજે અને પરમ શાસનપ્રભાવક જ્યોતિષશાસ્ત્ર પારંગત પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે કર્યું. દસ દિવસ ચાલેલા આ મહોત્સવમાં અનેક પ્રકારના ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વિશાળ સંખ્યામાં જૈન અને જૈનેતર મહાનુભાવોએ હાજરી આપી હતી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીથી માંડીને અનેક મહાપુરુષોએ પૂજ્યશ્રીને અભિવાદન પાઠવ્યાં હતાં. પ્રસંગે ભારતભરના વિશિષ્ટ વિદ્વાનોએ અભિનવ આચાર્યશ્રીને ૧. વ્યાકરણવિદ્યાવારિધિ, ૨. સિદ્ધાંતભારતી, ૩. દર્શનચિંતામણિ, ૪. વિશિરોમણિ અને ૫. જ્યોતિર્વિદિનમણિ જેવી ઉપાધિઓથી નવાજ્યા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org