________________
૩૦૦
વિશ્વ અજાયબી :
સ્થાપના, પ્રતિષ્ઠા તેઓશ્રીના હસ્તે જ સં. ૨૦૫૯ મહાવદ- ૩, ૧૯-૨-૨૦૦૩ના અનુમોદનીય થઈ. ત્રણ ભત્રીજીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પૂ. દાદા ગુરુદેવની છત્રછાયામાં છાણીમાં ચાતુર્માસ સમયે તેઓશ્રીનાં સંસારી માતાએ ઉપધાન તપ કરાવવાનો અમૂલ્ય લાભ લીધો. એવા એ શાંતમૂર્તિતપસ્વીરત્નસાધક સંત સ્વસાધના કરવાપૂર્વક અનેક જીવોને શાસનરસના ઇચ્છુક બનાવી રહ્યા છે. લાખ લાખ વંદન હજો. એ પરમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને!
પૂજ્યશ્રીની ભાવનાના સહારે ગણિવર વિક્રમસેનવિજયના માર્ગદર્શન અનુસાર છાણીથી ૯ કિ.મી. હાઇવે ટચ પદમલા ગામે શ્રી ૐકાર જૈન તીર્થ–ભદ્રંકરનગર વિહારધામરૂપે નિર્માણ થયું, જેમાં ત્રિશિખરી જિનાલય, કલ્પસૂત્રમંદિર, રાયણપગલાં મંદિર, ગુરુમંદિર, શાસનદેવદેવી મંદિર, વિશાળ ૨-ઉપાશ્રય, પ્રવચનહૉલ, ભોજનશાળા તથા અદ્યતન ધર્મશાળા નિર્માણ પામેલ છે, જેમાં વિશ્વમાં પ્રથમ એવા વિશાલ % ની સ્થાપના–તેમાં પંચપરમેષ્ઠીની પ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૫૯, મહા વ. ૩ના પૂજ્યશ્રીના હસ્તે થઈ તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી ગેટવે ઑફ કોંકણના સ્થાનને પામેલ પન્ડાળા હિલ સ્ટેશને મહાવીરલબ્ધિ ધામ નિર્માણ થયેલ છે. તેમાં રથાકાર જિનાલય, ભોજનશાળા-ધર્મશાળા-ઉપાશ્રય આદિ તૈયાર થયેલ છે, જેની અંજન-પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે સં. ૨૦૬૧, પો. વ. ૬ ના થશે. પોષ વ. ૫ ના પૂજ્યશ્રી સંયમજીવનના ૫૮માં વર્ષમાં પ્રવેશ તથા જીવનના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરશે. તેઓનાં ચરણે વંદના....
૨૦૬૨માં અનેક સંઘોએ ભેગા થઈને પૂજ્યશ્રીને દક્ષિણભૂષણ પદવી આપેલ. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિટાચિપલુન, યક્ષબા આદિ જિનાલયના કાર્યો ચાલુ છે. દિવાળીમાં સૂરિમંત્રની સાધના કરે છે. પ્રતિદિન પૂજ્યશ્રીના પ્રભાવથી ૐકારતીર્થ વૃદ્ધિ પામી રહ્યું છે. સં. ૨૦૬૪નું ચાતુર્માસ ૫૬ ઠાણા સાધુ-સાધ્વી ૨૦૦ શ્રાવક-શ્રાવિકા સાથે ઐતિહાસિક થયું. તીર્થમાં પાંચ દીક્ષાઓ થઈ, સં. ૨૦૬૯ના પૂજ્યશ્રીની નિશ્રામાં ગણિવર વિક્રમસેન વિ.મ.ની પ્રેરણાથી અડાસ (આણંદ) વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર શ્રીમતી ચંદ્રાબેન રસિકલાલ (માસરરોડવાળા) પરિવાર નિશ્રામાં હર્ષકલશ સંકુલ મધ્યે શ્રી પાર્થ-લબ્ધિભદ્રઅરૂણપ્રભ વિહારધામમાં કલશાકારે જિનાલમાં શ્રી લબ્ધિપાર્શ્વનાથ પ્રભુની અંજન-પ્રતિષ્ઠી માગ.વદ-૫ના થયેલ છે. પૂજ્યોની પ્રેરણાથી
તારાપુર ચોકડી પાસે વિહારધામ તથા શ્રી શંખેશ્વરતીર્થની નજદીક પાનવા ગામે નવગ્રહમંદિર સહ વિહારધામ થશે, નેનપુરા ચોકડી વિહારધામમાં શ્રી લબ્ધિસૂરિ સાધના સદન નિર્માણ પામેલ છે. પૂજ્યશ્રી શતાયુ બની શાસનશોભા વધારવામાં નિમિત્ત બને એજ મંગલ ભાવના...
સૌજન્ય : પૂ. ગણિવરશ્રી વિક્રમસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી ભારતનગર જૈન છે. પેઢી, જૈન ટેમ્પલ, બલરામ ભવન,
ગ્રાન્ટ રોડ, મુંબઈના સૌજન્યથી શબ્દાદિ શાસ્ત્રના વિષયમાં જેહની પ્રતિભા ઘણી, વળી પૂર્ણિમાએ જન્મ સાધ્યો પૂર્ણતા વરવા ભણી;
શ્રી દેવસૂરિશ્ચરણકમલે મધુકર સમાજે ગુંજતા, લઘુ હેમચંદ્ર શું અવતર્યા કલિકાલમાં ફરી દીસતા. પૂ. આ.શ્રી વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મ.
પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ એક સ્વ–પર ઉપાસક આત્મસાધનાના ધ્યેયને વરેલા અને એ માટે સતત પ્રયત્નશીલ રહેલા શ્રમણ શ્રેષ્ઠ છે. જુદા જુદા વિષયની વિદ્વત્તાથી શોભતું એમનું જીવન છે અને પોતાના પાંડિત્યને ગોપવવાની શાલીન મનોવૃત્તિથી એ વિશેષ શોભાયમાન અને આદરપાત્ર બન્યું છે. સતત વિદ્યાનિષ્ઠ રહેવાની સાથે સાથે, તેઓશ્રીએ પોતાની સાધનામાં જ તપોનિષ્ઠા કેળવી છે એ વિરલ છે. અખંડ જ્ઞાનોપાસના અને જીવનસ્પર્શી તપસ્વિતાનો આવો સંગમ બહુ ઓછો જોવા મળે છે. એ માર્ગ એના સાધકને ખૂબ ઉન્નત ભૂમિકાએ દોરી જાય છે, એટલું જ નહીં, તેઓશ્રી જેવી રુચિ વિદ્યા અને તપસ્યા પ્રત્યે ધરાવે છે, એવી જ પ્રીતિ અને ભક્તિ પોતાના સાધુધર્મની બધી ક્રિયાઓ તરફ ધરાવે છે.
પોતાની શક્તિ, સફળતા અને વિદ્વતાને છુપાવી રાખવાની મનોવૃત્તિના તેઓશ્રી ચાહક છે. પૂ. આ. શ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની વિરલ સિદ્ધિનાં મૂળ એમના કૌટુંબિક સંસ્કારોમાં, પૂર્વજન્મના સંસ્કારોમાં અને નાનપણમાં જ અંતરમાં પ્રગટેલી સાધુજીવન પ્રત્યેની અભિરુચિમાં રોપાયેલાં હોય એમ લાગે છે. તેઓશ્રીની જન્મભૂમિ જંબુસર પાસેનું નાનું સરખું અણખી ગામ. ગામમાં જૈનનું એક જ ઘર. એ ઘર તે એમના દાદા દીપચંદભાઈ અને દાદીમા ડાહીબહેનનું ઘર. એ બન્નેનાં જીવનમાં ધર્મશ્રદ્ધા સારી રીતે સિંચાયેલી. તેઓ ઘરમાં ઘરદેરાસર રાખીને પૂજાભક્તિ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org