________________
૬૪
વિશ્વ અજાયબી :
જ્યારે જૈનધર્મી બને છે ત્યારે પ્રજા સ્વયં અનુકરણ કરે છે. પરમાત્માની ઉત્કટ સાધનાઓ, દેવતાઈ સાંનિધ્ય ઉપરાંત અતિશયોથી પ્રભાવિત રાજાઓમાં શ્રેણિક, ચેટકરાજ, કાશી- કૌશલના નવમલ્લી, નવ લચ્છી રાજાઓ, નંદીવર્ધન રાજા, ઉદાયન, શતાનિક, ચંડપ્રદ્યોત, શાલ-મહાશાલ, વાસવદત્ત, પ્રસન્નચંદ્ર, અદીનશત્રુ, ગાગલી, નમિરાજા, નગ્નેતિ, કરકંડૂ, પુણ્યપાલ, પરદેશી, જિતશત્રુ, દધિવાહન, કનકધ્વજ અને મંત્રીઓમાં મુખ્ય અભયકુમાર, ધન્યકુમાર, સુદર્શન, ઉપરાંત અનેક રાજાઓના રાજમંત્રીઓનો સમાવેશ થાય છે. તેવા ભક્ત રાજાઓ થકી ચાલેલ શાસનની પરંપરાને આગળમાં વેગીલું જોશ અપાવનાર રાજા સંપતિ, વિક્રમાદિત્ય, ખારવેલ, કુમારપાળ વગેરે અનેક રાજવીઓ થઈ ગયા છે, અનેક મંત્રીઓએ વસ્તુપાળ-તેજપાળ, પેથડશા, વિમલશાની જેમ જૈન સંસ્કૃતિનો જયકાર કર્યો છે.
(૧૬) પરમાત્માના પર્યાયવાચી અપરનામો : અનેક સ્થાનના વિચરણ પછી ગુણસંપન્ન વિવિધ નામો, ઉપનામો અને વિશેષણો ભગવાનને મળ્યાં તેમાં મુખ્ય નામો આ પ્રમાણે જાણવાં. વર્ધમાન, મહાવીર, જ્ઞાતપુત્ર, ત્રિશલાનંદન, સિદ્ધાર્થસુત, કાશ્યપ, શ્રમણભગવાન, નિગ્રંથ, વિદેહદિના અપત્ય, દેવાર્ય, સન્મતિ, મહામાહણ-ગોપ- નિર્ધામક-સાર્થવાહ, વૈશાલિક, શ્રમણઆર્ય, ચરમ તીર્થંકર, દેવાધિદેવ વીતરાગ પ્રભુ વગેરે વગેરે વધારે પ્રસિદ્ધ છે અને અપ્રચિલત નામ હાલમાં નામશેષ થયાં છે, પણ અનેક પ્રકારે અનિ-અવન-સન્માય કે કથાવાર્તાઓમાં કે જીવનચરિત્ર ગ્રંથોમાં જોવા મળે છે, જે ત્યાંથી જાણી લેવાં.
(૧૭) પરમાત્માનો સંયત પરિવાર : ૧૧ ગણધરો, ૩00 ચૌદપૂર્વધારીઓ, ૭00 કેવળીઓ, ૭00 વૈક્રિયલબ્ધિવંતો, ૫૦૦ મન:પર્યવજ્ઞાનીઓ, ૧૩00 અવધિજ્ઞાનીઓ, ૪૦૦ વાદીઓથી શોભતા ૧૪૦૦૦ સાધુઓ અને ૩૬000 સાધ્વીઓમાંથી ૭00 સાધુઓ, ૧૪00 સાધ્વીઓ મુક્તિ મેળવી ગયાં તો 200 જેટલા સંયમીઓ અભયકુમારાદિની જેમ અનુત્તર દેવલોકના ભાગી બન્યા છે. શ્રાવકોની સંખ્યા ૧,૫૯,000 તથા શ્રાવિકાઓ ૩,૧૮,000 જેટલી વિશાળ હતી અને પરમાત્માનું શાસન પૂરા ૨૧,૦૦૦ વરસ ચાલવાનું છે.
(૧૮) વિવિધ વિશેષતાઓ : એકાકી દીક્ષા, એકાકી વિચરણ, અનેકો ઉપર ઉપકારોની હેલી વરસાવી અંતે
એકાકી મોક્ષે સિધાવી સદાય માટે અક્ષયસુખના સ્વામી બની જનાર પ્રભુ મહાવીરદેવના જીવનની અનેક વિશેષતાઓ સ્થળસંકોચના કારણે નથી લખી શકાણી, જે ક્ષમ્ય ગણવી, કારણ કે અનેક મહામાઓ તથા શ્રાવકવર્યોએ પરમાત્માના મહાન જીવન-કવનને અનેક રીતે પ્રકાશિત કરેલ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ તો પોતાના ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રના દસમા પર્વને શ્રમણાધિપતિ મહાવીર પ્રભુ માટે રચી દીધું છે.
અન્ય નાની-નાની વિશેષતાઓમાં પોતનપુર નગરના રાજા રિપુપ્રતિશત્રુની ભદ્રારાણીથી ઉત્પન્ન મૃગાવતી પુત્રી સાથે જ પિતારાજાએ કરેલ વિષયાંધ લગ્ન અને તે થકી જન્મ પામેલ ત્રિપૃષ્ટ વાસુદેવની કહાણી તે ભગવાનનો ૧૮મો ભવ અને કુળમદ નામના અશુભકર્મોનો ઉદય હતો. વરસીદાન પછી પણ અર્ધવસ્ત્રનું દાન સોમ બ્રાહ્મણને, ચંડકૌશિક જેવા દૃષ્ટિવિષ નાગ હેતુ ભગવાને કરેલ પંદર ઉપવાસ, પરમાત્માનું સંપૂર્ણ મૌન પણ સિદ્ધાર્થ વ્યંતરનું ભગવાન વતી બધાયને જવાબ દેવું, કેવળજ્ઞાન પછી મેઘકુમારનું સ્થિરીકરણ, બ્રાહ્મણ માતા-પિતા દેવાનંદા-ઋષભદત્તને ભગવાન દ્વારા જ દીક્ષાનું દાન, હાલિક ખેડૂતનો ભગવાનને દેખતાં જ દીક્ષા છોડી ભાગી છૂટવાનો પ્રસંગ છતાંય પ્રભુની સમતા, દુર્દરાંક દેવ દ્વારા ભગવાનની આશાતનાની માયાજાળ, ગૌતમસ્વામીની મુક્તિ માટે સૂર્યકિરણો ગ્રહી અષ્ટાપદજીની જાત્રા કરવા અપાયેલ પ્રેરણા, અંબડ પરિવ્રાજક દ્વારા સુલસા શ્રાવિકાને પાઠવેલ વિશેષ ધર્મલાભ, શ્રેણિકરાજનો જીવનપલટો અને અનેક રાણી. તથા પુત્રોની ભગવંત પાસે થયેલ દીક્ષા, અંતકાળે અપાપાપુરી નગરીમાં ભગવંતનું પધારવું અને હસ્તિપાળ રાજાની શુલ્કશાળામાં ઉતારો, અંતિમ સોળ પહોરી દેશના દ્વારા પપ૫૫ પુણ્ય-પાપનાં અધ્યયન તથા ૩૬ અધ્યયન અપ્રશ્નવ્યાકરણના પ્રકાશી કરેલ પાંચમાં અને છઠ્ઠા આરાની નિર્ગુણતાનું વર્ણન ઉપરાંત આગામી ચોવીશીની વાતોનું પ્રકાશન વગેરે વિગતો તેમના પાવનકારી અચિંત્ય અને ઉપકારી જીવન-કવનની ઘટનાઓ છે.
પરમાત્માની સમસ્ત ચરિત્રકથા તો સિદ્ધહસ્ત લેખકો માટે પણ લખવી દુષ્કર છે, માટે ફક્ત પરમાત્માનાં કીર્તન, અર્ચન અને સમર્પણભાવથી જીવનકથાના લેખનને અત્રે સંક્ષેપ કરતાં અન્ય બાબતો અવસરે અવતારવા ભાવના રાખી છે.
–અસ્તુ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org