________________
વિશ્વ અજાયબી :
BN
Res
| વીર નિવાર્ણના સમાચારનો શોક શ્લોકરૂપ બન્યો, વેદના વંદના બની, આઘાd ઘાતી કર્મનો ઘાતક બન્યો અને વ્યથા એક એતિહાસિક કથા બની ગઇ.
મહાવીરદેવ સાથેના બદણાનુબંધ પૂરા કરવા જ બ્રાહમણ મટી શ્રમણધર્મ સ્વીકાર્યો હતો. પ્રૌઢ અને પીઢ છતાંય બાળ સરળનો ભાગ ભજવી અનેકોનાં દિલ ભીંજવી દીધાં હતાં. એક જ ભવમાં સ્પષ્ટ બે પ્રકારના જીવન દ્વારા જીવનપરિવર્તનનો બોધ આપનારા આપશ્રીને ભાવવંદના!
(૨૭) હે ભગવંત ગોયમસ્વામી! વિદ્વાનો અને સાક્ષરોએ રચેલ અને દર્શાવેલ આપ ક્ષમા-શ્રમણના જીવનચરિત્રના અભ્યાભ્યાસના તારણરૂપે એવું લાગ્યું છે કે ભલે આપે જ અમને સૌને સામાયિક-પ્રતિક્રમણ-પૌષધઉપધાનાદિનાં ક્રિયા સૂત્રો બક્ષ્યાં, આપે જ પ્રતિષ્ઠાઓ, છ'રીપાલિત સંઘો કે શાસનપ્રભાવક અનુષ્ઠાનો વિષે માર્ગદર્શન આપ્યું,પણ આપશ્રી પાસે શાસનપ્રભાવના કરતાંય શાસન-આરાધનાની જે લગની, વૈરાગ્યજીવની અને માધુરતાની સંજીવની જેવી હતી, તેવી જીવનકથા જ્વલ્લેજ જોવા મળે છે. જીવ-મૈત્રી, જડવિરક્તિ અને જિનવચન સેવા-ભક્તિ આપ મહાશયની કેવી અનુપમ કે આટઆટલી સેવા-સર્વોચ્ચતા અને સૌજન્યતા છતાંય ક્યાંય સત્તાવાહી સૂર નહીં, રાગ-દ્વેષનાં પૂર નહીં અને જીવનાંતે તો મુક્તિ માટે પણ આતુર નહીં. છતાંય ભગવંતના પગલે-પગલે આપશ્રી પણ ભવવિરામ કરી સિદ્ધગતિને વરી ગયા છો.
હવે “ૐ હીં અરિહંત ઉવઝાય શ્રી ગૌતમસ્વામિને નમઃ'નો જાપ કરીએ કે આપની સ્તુતિસ્તવના કરીએ. આપે આપેલ જ્ઞાન ભણીએ કે આપ જેવો તપ કરીએ તે બધુંય અમારા પોતાના સ્વાર્થ માટે બને છે, આપશ્રી તો પરમાર્થ પામી ગયા છો. લોકોત્તર શાસનના લોકોત્તર મહાપુરુષને લોકસમાજ કેટલો જાણે? આ સાથે ગુણાનુરાગ સાથેનો ગુણાનુવાદ પૂર્ણ કરતાં અત્રે અલ્પારામ કરીએ છીએ, પણ તે પછી આપ જેવા માટે થાવું છેની મંગલભાવના સાથે માંગલિક કરીશું.
સર્વારિષ્ટ પ્રણાશાય, સર્વાભિષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગુરુગૌતમ સ્વામિને નમઃ
અંગૂઠે અમૃત વસે-લબ્ધિતણો ભંડાર શ્રી ગુરુ ગોતમ સમરીએ-વાંછિત ફળ દાતાર.
ગોતમ ગણધરાય નમો નમ:
ગૌતમીય અધ્યયન કે પછી પ્રતિમાશતક ગ્રંથમાં અને વિપાકસૂત્રમાં ફરમાવાયેલ આપશ્રીનો વાર્તાલાપ, શ્રીપાળરાજાના રાસમાં આપશ્રીએ શ્રેણિકરાજને ફરમાવેલ શ્રીપાળ-મયણાનું જીવનચરિત્ર, ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત્રના દસમા પર્વમાં આવતી આપની વિશિષ્ટ ઘટનાઓ વગેરેના સ્વાધ્યાય-પઠનપાઠનથી એવું જ લાગે કે આપ હજ પૃથ્વીતળ ઉપર જ વિચરી ઉપકારો કરી રહ્યા છો! નમો સિદ્ધાણં પદથી આપશ્રીના આત્માને વંદન કરવા મનને મનાવવું પડે છે. સત્ય છે આપ સિદ્ધ-બુદ્ધ, નિરંજન-નિરાકાર છો છતાંય અનેક પ્રસંગો-ચિત્રો અને કથાનકો આપશ્રીની જીવંત મૂર્તિ મનમંદિરમાં દર્શન કરાવી આપશ્રીની અભ્યર્થના માટે પ્રેરે છે. ફરી આગામી કાળમાં આપશ્રી જેવા ગણધર શ્રેષ્ઠ કોણ થશે તેનું ક્યાંય બયાન જોવા નથી મળતું, કદાચ આપશ્રીએ ચરમ ભવમાં ચરમ તીર્થપતિ ભગવાન
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org