________________
૧૭૬
| ‘તે બહુશ્રુતધર મહાત્મા ચિરંજીવજો, કે જેઓશ્રી તીર્થકર ભગવંતોની ગેરહાજરીમાં આગમશાસ્ત્ર જટિલ પદાર્થ ભવ્યજીવોના દિલમાં સ્થિર કરે છે, પ્રકાશિત કરે છે' આ મહાત્મા આ.શ્રી.વિ. અજિતશેખરસૂરિજી મ.સાની નિશ્રામાં સાહજિક રીતે ત્રણ મોટી સંઘયાત્રા અનેક ઉપધાન, અંજનશલાકા, પ્રતિષ્ઠા સંપન્ન કારવીને પોતાના હસમુખા સ્વભાવ પરમશાંતિ નિર્ચાજ શ્રી સંઘવાત્સલ્ય-વિદ્વત્તા આદિ ગુણોનો પરિચય કરાવ્યો છે.
આવા મહાત્મા પોતાની જ્ઞાનસંપત્તિથી શ્રી જૈનશાસન અનેક હૃદયમાં ચિરંજીવ કરે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
સૌજન્ય : શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છે. મૂ.તા. જૈન સંઘ માતુશ્રી જયાલક્ષ્મી આરાધના ભવન, ૧૧૫, મનુભાઈ પી. વૈધ માર્ગ,
તિલક રોડ-ઘાટકોપર (પૂર્વ) મુંબઈ તરફથી વર્ધમાન તપ સમારાધક : મધુર પ્રવચનકાર : કવિરત્ન પૂ.આ. દેવ શ્રી કલ્પયશસૂરીશ્વરજી
મ.સા. આવા છે ગુરુવર્ય અમારા “અભિનંદન હૈ જ્યોતિર્મય કિરણોંકા, અભિનંદન હૈ તુમ્હારે અમૃતમયી શરણોંકા, સ્વર્ગ બન જાતી હૈ મિટ્ટી જિન્ટે કર
અભિનંદન હૈં તુમ્હારે મંગલમય ચરણોંકા !” જન્મ : વિ.સં. ૧૯૯૨, શ્રાવણ
વદી ૧૦, તા. ૧૨-૮૧૯૩૬ રાધનપુર,
ગુજરાત દીક્ષા : વિ.સં. ૨૦૨૫
માગશર સુદ-૪, તા. ૨૨-૧૧-૧૯૬૮, વાપી
(ગુજરાત) ગુરુ : દક્ષિણકેશરી આચાર્યદેવ
શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જયેષ્ઠ વદી ૧૧, ચિકપેટ | (બેંગ્લોર).
વિશ્વ અજાયબી : દાતા : ૫.પૂ. જયંતસૂરીશ્વરજી મ.સા. અને તીર્થપ્રભાવક
પ.પૂ. વિક્રમસૂરીશ્વરજી મ.સા. ઉપાધ્યાય-પદ : વિ.સં. ૨૦૫૮, મહાસુદિ ૧૨, તા.
૧૪-૨-૨૦૦૩, મૈસૂર. દાતા : દક્ષિણકેશરી, આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી
મ.સા. આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, જયેષ્ઠ સુદિ ૧, તા. ૧-૬
૨૦૦૩, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી | (કર્ણાટક). દાતા : દક્ષિણકેસરી આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.
શ્રી લબ્ધિવિક્રમ સ્થૂલભદ્ર પટ્ટાલંકાર, શ્રી સંકટમોચન પાર્થભૈરવતીર્થ સ્થાપક વર્ધમાનતપોનિધિ, શાસનપ્રભાવક, કવિરત્ન પૂ.આ. દેવ શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા.નો જન્મ રાધનપુર ગામમાં થયો હતો. કવિકુલકિરીટ પૂ.આ. શ્રી લબ્ધિ સૂરીશ્વરજી મ.સા.એ રાધનપુરને “આરાધનાપુર' કહી રાધનપુરની જનતામાં જે ધર્મની જ્યોત પ્રજ્વલિત થઈ રહી હતી તેના તેઓ સાક્ષીરૂપ હતા. અહીં ૨૫-૨૫ જિનમંદિરોની હારમાળાની રોનક આજે પણ આકર્ષણનો નમૂનો બની ઊભી છે. અનેક ઉપાશ્રયોથી રાધનપુર નગરી સુશોભિત છે. ' કહેવાય છે કે આ ધરતીના કણ-કણમાં સુવાસ ફેલાયેલી છે અને એ સુવાસ માના પ્રેમની છે. જ્યાં માતા પ્રેમનું સિંચન કરે ત્યાં એનો લાડલો દીકરો ધ્રુવતારાની જેમ જગત આખાનો સિતારો બની ચમકી ઊઠે છે એમ જ આ. શ્રી કલ્પયશસૂરીશ્વરજીનાં માતા કાંતાબહેન અને પિતા મનસુખલાલભાઈએ પ્રભુદર્શન, પૂજા, ગુરુભક્તિ, ધર્મશ્રવણ જેવા અમૂલ્ય સંસ્કારોનું સિંચન કર્યું હતું. પરિણામે ૧૯ વર્ષની નાની ઉંમરમાં મહાન ઉપધાન તપની આરાધના કરી છે. પૂ. આચાર્ય શ્રી સાધુતામાં રહીને ક્રિયાશુદ્ધિ સાથે વીશ સ્થાનક તપ, વર્ષ તપ, જ્ઞાનપંચમાદિ અને વર્ધમાન તપની ઓળીમાં આગળ વધતાં વધતાં ૭૪ વર્ષની ઉંમરમાં વર્ધમાન તપની ૧૦૨ ઓળીની પૂર્ણાહુતિ કરી ચૂક્યા છે. ધન્ય છે આવા શાસનરત્નને.
ભારતીય સંસ્કૃતિમાં સંન્યસ્ત થવું એ સૌથી મોટો યોગ છે. ગીતામાં શ્રીકૃષ્ણ પાંડવોને સંબોધિત કરતાં કહે છે :
યં સન્યાસમિતિ ત્રાહુયોગે તે વિદ્ધિ પાંડવઃ”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org