________________
૨૪૨ ગણિ ચન્દ્રકીર્તિ મ.સા. (હાલ આચાર્ય) ૯૩ ઓળી, મુનિ પાકીર્તિસાગરજી ૫૧ ઓળી આરાધી રહ્યા છે. છેલ્લા બે ચાતુર્માસ સુરત થતાં અનેક ધર્મકાર્યના નિશ્રાદાતા બન્યા.
ચાતુર્માસ બાદ શિરપુર-બલસાણા છ'રીપાલિત સંઘ, શિરપુર ઉપાશ્રય નિર્માણ માટે લાખો રૂપિયાનું ફંડ, માલકતારંગા છ'રીપાલિત સંઘ આદિ અનુષ્ઠાનો યોજાયા.
પૂજ્યશ્રીના દીક્ષા પર્યાય ૫૦ વર્ષની પૂર્ણતા (વ.સુ-૩) નિમિત્તે શ્રી અમદાવાદમાં શ્રી વાવ પથક અમદાવાદ વાડીએ કુબડીયા અમીચંદભાઈ પરિવાર હ. કાન્તાબેન તરફથી અનેકવિધ પૂજનો સહ મહોત્સવ યોજાયો જેમાં ૬00 ઉપરાંત આયંબિલ તપ-૨000 સામાયિક-લાખો રૂપિયાનું જીવદયા ફંડ વિ. થયેલ. મહોત્સવ ચિર અવિસ્મરણીય બની ગયો.
મોક્ષદંડ તપ, સાંકળી અટ્ટાઈ, અઠ્ઠાઈ તપ વિ. તપશ્ચર્યા સાથે શ્રી વાવ પથક જૈન મિત્રમંડળ કૈલાસનગર તરફથી “વર્ધમાન તપના ૮૦ ઉપરાંત પાયા ૩૦ ઉપરાંત આરાધકોએ આરાધના કરવા દ્વારા ચાતુર્માસ દીપાવ્યું છે.
ભાવનગરમાં પણ શ્રી ભગવતીજી સૂત્રના પ્રવચનો, અનેક પ્રકારની તપશ્ચર્યાઓ, આરાધનાઓ કરવા-કરાવવા દ્વારા સુંદર શાસન પ્રભાવના સંપન્ન થયેલ. નૂતન આ.ભ.શ્રી ચંદ્રકીર્તિસાગરજી મ.શ્રીની ૯મી ઓળીનું પારણું થયેલ તથા વિશાળ સંખ્યાની ઉપસ્થિતિમાં કા. સુ. ૧૪ દિને ૧૦૦ ઓળીનો શુભ પ્રારંભ પૂ. નૂતન આચાર્યશ્રીએ કરેલ.
પૂજ્યશ્રીની નિશ્રામાં મુદરડા (જિ. મહેસાણા) ગામે શ્રી ઉપધાનતપની ભવ્ય આરાધના-અમદાવાદ શ્રી કંથનાથ જૈન સંઘ-પાલડીમાં ૧૭૦ ઉપરાંત શ્રી રાંતેજ તીર્થમા શાશ્વતી ઓળીની આરાધના. બાલોલ તીર્થમાં શ્રી વિમલનાથ દાદાની આરાધના નિમિત્તે અટ્ટમ તપ, મહોત્સવ સાથે શ્રી સિદ્ધાચલ મહાતીર્થની મૂળ તળેટીમાં શ્રી સિદ્ધાચલજી ભવ્ય તળેટીનું ભવ્ય નિર્માણકાર્ય સંપન્ન કરાવી પૂજ્યશ્રી અમદાવાદ પધાર્યા. પૂજ્યશ્રીનો શ્રી કુંથુનાથ સંઘમાં શાનદાર પ્રવેશ (ચાતુર્માસ) થયો ત્યારથી અનેકવિધ આરાધનાઓથી ધન્ય બની રહ્યો છે. શ્રી સંઘમાં વર્ષીતપ ઉપરાંત અનેક તપશ્ચર્યાઓ, અનુમોદનીય દાનપ્રવાહ વહેરાવી સંઘના કાર્યમાં વેગ આપ્યો છે. ઐતિહાસિક ચાતુર્માસ સંપન્ન થઈ રહેલ છે.
વિશ્વ અજાયબી : પ્રતિભા સંપન્ન વિદ્વાન પૂજ્ય આ. શ્રી અમરસેનસૂરીશ્વરજી મ.સા.
છાણી દીક્ષાની ખાણી ને ચારિતાર્થ કરતા ધર્મનિષ્ઠ શ્રાવક ચંદુભાઈના સુપુત્ર કમલાબહેનના દુલારા સુપુત્ર તે શશીકાન્તભાઈ. તેમનો જન્મ સંવત ૧૯૯૩, તા. ૧૯-૯-૧૯૩૭ના ભાદરવા સુદી ૧૪ના થયો. પુત્રના લક્ષણ પારણાથી જન્મથી પ્રભાવશાળી નામ પ્રમાણે ગુણને ધારણ કરનાર તેમના પરાક્રમથી દિવસે દિવસે માતા-પિતાના સુસંસ્કારોએ ધર્મમાં જોડ્યા સાથે વહેવારિક જ્ઞાનમાં પણ અંગ્રેજી હિન્દી ગુજરાતીનું સારું જ્ઞાન પ્રાપ્ત કર્યું. છાણીમાં પૂ. આચાર્યદેવ શ્રી ભુવન તિલક સૂરીશ્વરજી મ.સા.ના ચાતુર્માસમાં ધર્મનો સારો એવો રંગ લાગ્યો. માતા-પિતાના સંસ્કારથી રોજ પૂજાદર્શન પરમાત્માની સુંદર અંગરચના ધર્મમાં પંચ પ્રતિક્રમણ આદિ શીખેલ હતા. સોનામાં સુગંધ દીક્ષાની રઢ લાગી. ગુરુદેવ સાથે વિહાર અને સંવત ૨૦૧૩ મહા સુદ છઠ્ઠના ખંભાત મુકામે દીક્ષા પૂજ્ય દાદા ગુરુદેવ શ્રી પૂ. જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા. હાથે ગ્રહણ કરી. ધર્મ દિવાકર પૂજ્ય આચાર્યદેવશ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ ગ્રહણ કરી વડી દીક્ષા સંવત ૨૦૧૩ મહાવદ ૧૩ ગ્રહણ કરી જ્ઞાનાભ્યાસ. વૈયાવચ્ચમાં તથા તપસ્યામાં વિશેષ રુચિ. ચાર પ્રકરણ ભાષ્ય કમગ્રંથ, સંસ્કૃત પ્રાકૃત તથા તપસ્યામાં વર્ષીતપ. પંદર સોળ સિદ્ધિતપ, ત્રણ વખત શ્રેણીતપ, વીશસ્થાનક ચોવીસ પરમાત્માના એકાસણા પોષદશમી ચાતુર્માસમાં અટ્ટમના પારણે અટ્ટમ આદિ વિવિધ તપસ્યા સાથે (સાંસારિક વડીલ બંધુ) ગુરુ વિરહ પછી ગચ્છાધિપતિ તપસ્વી રન આચાર્યદેવ શ્રી અશોકરત્નસૂરીશ્વરજી મ.સા. સાથે વિચરણ અનેક યોગોદ્રહન પછી ભગવતી સૂત્રમાં યોગોહન પછી સંવત ૨૦૫૨ વૈશાખ સુદ છઠ્ઠમાં આચાર્ય પદવીથી ગદગ મુકામે વિભૂષિત કર્યા. પૂજ્ય આચાર્યદેવશ્રી સાથે વિચરણ કરતા ૬૮થી અધિક અંજનશલાકા પ્રતિષ્ઠા દીક્ષા ઉપધાન તપ ઉજમણા યાત્રાસંધોના મુહૂર્ત આદિ પ્રદાન કરી રહ્યા છે. તેમના મધુર પ્રવચનથી સારી સંખ્યામાં ભાગ્યશાળી લાભ લઈ જીવનને કૃતાર્થ કરી રહ્યા છે. દરેક શાસ્ત્રનો ઊંડાણથી અભ્યાસ સાથે જ્યોતિષ શાસ્ત્ર તથા શિલ્પ
સૌજન્યઃ કુબડિયા જાસુદબહેન મફતલાલ, વિમળાબહેન લીલાધરભાઈ વાવવાળા) ચાંપાનેર સોસાયટી, ઉસ્માનપુરા,
અમદાવાદ-૧૩ તરફથી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org