________________
જૈન શ્રમણ.
૨૬૯
જન-શ્રમણોનાં ગુર્જર ઈતિકૃતિ
નિરૂપણમાં યોગદાન
–ડૉ. રસેશ જમીનદાર
ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ કહી શકાય તેવા સોલંકીયુગમાં તો જૈન શ્રમણોને હાથે મન ભરીને વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન થયું.
કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યજીએ સાહિત્યકૃતિઓ ઉપરાંત કોશ, વ્યાકરણ, અલંકાર આદિનું મહત્ત્વનું પ્રદાન કર્યું. તેમ અનેક સૂરિવરોએ મહાપુરુષોના જીવનચરિત્ર આલેખતાં ચરિતકાવ્ય, પૌરાણિક કાવ્ય, અને સ્તોત્રકાવ્ય રચવામાં પણ ભારે યોગદાન આપ્યાં. અમરચંદ્રસૂરિજીનું “બાલભારત’ અને ‘પદ્માનંદ' મહાકાવ્યો તરીકે પ્રસિદ્ધ છે. “બાલભારત' એ “મહાભારત'નો સાર છે તેમ ‘પદ્માનંદ'માં જૈન તીર્થકર આદિનાથનું ચરિત આલેખાયું છે. સોલંકી કાળ અને એ પછી રચાયેલા પ્રબંધગ્રંથોની રચનામાં પ્રભાચાર્યનું પ્રભાવક ચરિત', મેરૂતુંગાચાર્યનું પ્રબંધચિંતામણિ' આદિ પ્રસિદ્ધ છે.
સંયમસુવાસથી મઘમઘતા જૈન શાસનના આ ઉદ્યાનમાં રહીને જેમ પૂર્વ મહાપુરુષોએ વિશ્વને આશ્ચર્યચકિત કરી દે તેવું વિરાટ સાહિત્યસર્જન કર્યું, “સંમતિતર્ક, “અનેકાંત મત’, ‘જયપતાકા' અને ‘સ્યાવાદમંજરી' જેવા ગ્રંથનો વારસો આપ્યો તેમ વર્તમાનમાં પણ ગુજરાતના કાળખંડની ઉત્તમ સાહિત્યકૃતિઓના આ લેખ દ્વારા આપણને આછેરો ખ્યાલ મળે છે.
આ લેખમાળા રજૂ કરે છે ડૉ. રમેશભાઈ જમીનદાર, જેઓ ઇતિહાસ અને સંસ્કૃતિના મર્મજ્ઞ અને અભ્યાસી છે. જૈનધર્મ અને સંસ્કૃતિ પરત્વેનો તેમને ભારે લગાવ જણાય છે. ઇતિહાસનિરૂપણમાં બુનિયાદી જ્ઞાપકોનો તેઓ મૂળભૂત દૃષ્ટિવત્ અભ્યાસ કરીને પોતાના મૌલિક અર્થઘટનથી તે તે ઘટનાને વિશિષ્ટ રીતે પ્રસ્તુત કરે છે. ઇતિહાસના આલેખનમાં તેમની શૈલી આગવી અને નિરાલી છે. ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચસ્થાન ઉપર રહીને વર્ષો સુધી સેવા આપી છે. તેમની સમર્પણભાવનાને સો સો સલામ.
–સંપાદક
આવશ્યક
સૂત્રો
અને તેના રચયિતા પૂજ્ય
જગચિંતામણિ - શ્રી ગૌતમસ્વામી અજિતશાંતિ - શ્રી નંદિષેણમુનિ નમોડહંત - શ્રી સિદ્ધસેન દિવાકર|સંતિકર - શ્રી મુનિસુંદરસૂરિ ઉવસગ્ગહર - શ્રી ભદ્રબાહુસ્વામી નિમિઉણ - શ્રી માનતુંગસૂરિ સંસારદાવા - શ્રી હરિભદ્રસૂરિ ભક્તામર - શ્રી માનતુંગસૂરિ લઘુશાંતિ - શ્રી માનદેવસૂરિ કલ્યાણમંદિર - શ્રી સિદ્ધસેન દિવાકર સકલતીર્થ - શ્રી જીવવિજયજી સકલાડહતુ - શ્રી હેમચંદ્રાચાર્ય
ગુરુવર્યો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org