________________
૨૭૪
ઘણું સારું છે.* અમદાવાદની ફરતે આવેલાં આ છ તીર્થસેરિસા, ભોયણી, પાનસર, વામજ, ઉપરિયાળા અને વડગામઅંગે સંક્ષિપ્ત પરિચય હાથવગો થાય છે. સાંડેરાવ રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આવેલું છે.
મુનિશ્રી કનકવિજયજીનું પુસ્તક ભારતનાં પ્રસિદ્ધ જૈન તીર્થો ધ્યાનયોગ્ય છે, જો કે આમાં મુખ્યત્વે ગુજરાત સમસ્તનાં ૭૦ ઉપરાંત જૈન તીર્થનો પરિચય આપણને લેખકે સંપડાવી આપ્યો છે. કેટલાંક નગરની પૂર્વકાલીન ઇતિહાસી માહિતી પણ ઉપલબ્ધ કરાવી આપી છે.
અભિલેખસંગ્રહ
આમ તો, જૈન શ્રમણોના તીર્થવર્ણનમાં અવારનવાર અભિલેખ અંગેના ઉલ્લેખ આવે જ છે, પણ તેમણે અભિલેખોના સ્વતંત્ર ગ્રંથ પણ આપણને સંપડાવી આપ્યા છે. અભિલેખવિદ્યાના વિકાસમાં જૈનઆચાર્યોનાં યોગદાન ધ્યાનાર્હ રહ્યાં છે.
પ્રાચીન જૈન લેખસંગ્રહ : ભાગ ૧ અને ૨ (૧૯૨૧, મુનિશ્રી જિનવિજયજી). આ પુસ્તકક્દયમાં જૈનાચાર્ય જિનવિજયજીએ જે અભિલેખોને પૃથકૃત કર્યા છે, જેમાં સમયની દૃષ્ટિએ જૂનામાં જૂનો લેખ વિક્રમ સંવત ૯૯૬ની (ઈસવી ૯૪૦) સાલનો હસ્તકુંડીનો લેખ છે અને છેવટનો લેખ વિક્રમ સંવત ૧૯૦૩ની (ઈસવી ૧૮૪૭) સાલનો અમદાવાદનો લેખ છે. આમ, વિક્રમની દશમી સદીથી વીસમી સદી સુધીના (એક હજાર વર્ષના સમયગાળાના) લગભગ ૫૫૭ લેખોનો સંગ્રહ આ પુસ્તકમાં છે. આપણે એથી અભિજ્ઞ છીએ કે આચાર્ય જિનવિજયજી ગુજરાતના સુખ્યાત વયોવૃદ્ધ પુરાવિદ્ હતા. ગુજરાતના આલેખનમાં એમનાં લેખનકાર્યો ચિરસ્મરણીય રહેશે, તેમના સર્જન-સંપાદન-સંશોધનકાર્યનું ફલક ઘણું વિસ્તૃત રહ્યું છે. સાધુજીવન દરમ્યાનના એમના સર્જનગ્રંથ અને ત્યારપછીના સાધુચરિત જીવનના મુખ્યત્વે અધ્યયનઅન્વેષણ-સંપાદન-ગ્રંથોએ ગુજરાતના ઇતિકૃતિના ઘડતરમાં અને ચણતરમાં વિરલ યોગદાન બક્ષ્ય છે. નોંધપાત્ર બાબત એ છે કે આ લેખના લેખકના વિદ્યાવચસ્પતિના શોધનિબંધના તેઓ
પરીક્ષક હતા. એમનાં આટલાં સંપાદન તેમની આજીવન વિદ્યોપાસનાનાં અને અભ્યાસનિષ્ઠાના પરિણામરૂપ ઘોતક દૃષ્ટાંત છે : શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ' (૧૯૧૭) ‘કુમારપાલ * પ્રકીર્ણ
Jain Education International
વિશ્વ અજાયબી :
પ્રતિબોધ' (૧૯૨૦), ‘પ્રભાવકચરિત’ (૧૯૩૧), ‘પ્રબંધચિંતામણિ’(૧૯૩૩), ‘વિવિધ તીર્થકલ્પ' (૧૯૩૪), ‘પ્રબંધકોશ’ (૧૯૩૫), પુરાતન પ્રબંધ સંગ્રહ' (૧૯૩૬) વગેરે.
જયંતવિજયજી સંપાદિત આબુ ભાગ ૨ (અર્બુદ પ્રાચીન જૈન લેખસંગ્રહ, ૧૯૩૮) અને આબુ ભાગ ૫ (અર્બુદાચલ પ્રદક્ષિણા જૈન લેખસંદોહ, (૧૯૪૯) આ બે ગ્રંથ અભિલેખવિદ્યાના ધ્યાનાર્હ લખાણ છે.* પ્રથમ ગ્રંથમાં ૬૬૪ લેખનો સમાવેશ કર્યો છે. મૂળ લેખની નીચે ટિપ્પણીમાં પ્રાપ્તિસ્થાનનો નિર્દેશ છે અને વાંસોવાસ જે તે લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. પુસ્તકની શરૂઆતમાં લેખોની સ્થાનવાર અનુક્રમણિકા આપી છે અને પરિશિષ્ટમાં ગચ્છ, ગોત્ર, શાખા, ગામ, દેશ, પર્વત, નદી, રાજાઓ, મંત્રીઓ, ગૃહસ્થો, અટકો વગેરેની અકારાદિ સમજુતી જિજ્ઞાસુઓ–અભ્યાસુઓને ઉપયોગી થાય તેમ છે.* બીજા પુસ્તકમાં પણ પ્રત્યેક મૂળ લેખ ટિપ્પણ સહિત આપવામાં આવ્યો છે અને તરત ગુજરાતી અનુવાદ આપ્યો છે. આ પુસ્તકમાં કુલ ૬૪૫ લેખોનો સમાવેશ છે. આ બધા લેખ વિક્રમ સંવત ૧૦૧૭થી ૧૯૭૭ સુધીનો (ઈસ્વી ૯૬૦ થી ૧૯૨૦) સમયપટ ધરાવે છે.* આ બંને લેખસંગ્રહ લેખકની ઊંડી સૂઝ, અન્વેષણવૃત્તિ, ઇતિહાસ–સંસ્કૃતિ પરત્વેનાં રુચિ-દૃષ્ટિ-વૃત્તિ અને ધીરજને અભિવ્યક્ત કરે છે.
વિશાલવિજયજી રચિત રાધનપુર પ્રતિમા લેખસંગ્રહ (૧૯૬૦) પણ અભિલેખવિદ્યાને ગતિશીલતા બક્ષે છે. મુનિશ્રીએ પુસ્તક-પ્રારંભે રાધનપુર નગરનો ઇતિહાસી પરિચય આપણને સંપડાવી આપ્યો છે. તે પછી ૪૮૬ અભિલેખ
સાનુવાદ રજૂ કર્યા છે. ચરણનોંધમાં પ્રત્યેક લેખનું પ્રાપ્તિસ્થાન નિર્દેશાયું છે, તો પરિશિષ્ટમાં રાધનપુરના ઉલ્લેખવાળી રચનાઓ પ્રસ્તુત કરી છે. અહીં પ્રભાવકોનાં ચરિત્ર, રાસસંગ્રહો અને ઇતિહાસવિષયક ગ્રંથના ઉલ્લેખ કરવામાં આવ્યા છે.
આચાર્યશ્રી પુણ્યવિજયજીનો ગ્રંથ-ભારતીય જૈન શ્રમણ-સંસ્કૃતિ અને લેખનકલા (૧૯૩૬)માં ખાસ કરીને
ગુજરાતની શ્રમણસંસ્કૃતિનું વિસ્તારથી આલેખન કરવામાં આવ્યું
છે. લેખનકલા અને જ્ઞાનભંડારોના અન્વેષણકાર્ય પરત્વે જૈનોના ધ્યાનાર્હ અને વિશિષ્ટ ફાળાની નોંધ પણ પ્રસ્તુત છે. આ પુસ્તક ખરેખર વાચનક્ષમ છે. મુનિ પુણ્યવિજયજી ગુજરાતના શ્રદ્ધેય પ્રાચ્યવિદ્યાપંડિત હતા. પ્રાકૃતના ઊંડા અભ્યાસુ અને અન્વેષણકાર મુનિશ્રી લિપિશાસ્ત્રમાં નાગરી લિપિના અસાધારણ
For Private & Personal Use Only
www.jainelibrary.org