________________
જૈન શ્રમણ
નરદેવસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ બનાસ-કાંઠાના વાવ ગામે સં. ૧૯૯૮માં ચૈત્ર વ૦-૧૧ના દિને થયો હતો. પિતાનું નામ ભૂધરભાઈ, માતાનું નામ મણિબહેન અને તેમનું જન્મનામ સેવંતીલાલ હતું. સં. ૨૦૧૦માં પૂ. સાધ્વીશ્રી મહોદયશ્રીજીના સૌહાર્દપૂર્ણ સૂચનથી સેવંતીલાલ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા અને પૂર્વભવના પુણ્યોદયે સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૩ના દિવસે શ્રી શત્રુંજય તીર્થની છત્રછાયામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. દીક્ષા પછી થોડા જ સમયમાં ક્ષયોપશમની તીવ્રતાથી વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ આદિનો પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદરતમ અને તલસ્પર્શી અભ્યાસ કર્યો. ત્યારથી સ્વ-પર સમુદાયના સાધુ-સાધ્વીઓને વાચનાની વિશિષ્ટ શૈલી દ્વારા આગમનાં અનુપાન કરાવવા નિમિત્તભૂત બન્યા છે.
અત્યાર સુધીની ૫૧ વર્ષની સંયમયાત્રામાં, અનેકવિધ શાસનપ્રભાવનાનાં પ્રસંગોમાં લગભગ ૩૫ ઉપરાંત સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી છે. ખાપર તથા પાંડુરના-હૈદ્રાબાદનાં આ ત્રણ સ્થળો પર અંજનશલાકા-પ્રતિષ્ઠા ૧૦૮ છોડનાં ઉજમણાં સહ થયેલ છે. ૨૧થી વધુ ઉદ્યાપનમહોત્સવ સહ ઉપધાન તપ ઊજવાયાં છે. સુરત, કતારગામ, વિસનગર, ઉવસગ્ગહરં તીર્થ, કલકત્તા, બારડોલી, નગપુરા, યેવલા, શિરપુર ટીંટોઈ, સિકંદરાબાદ, કોલ્હાપુર આદિ સ્થળોમાં ઉપધાનતપની આરાધનાઓ થયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી અનેક પુણ્યાત્માઓએ દીક્ષા પ્રાપ્ત કરી છે. પૂનાના ૧૭૫ વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીની એક માત્ર પ્રેરણા પામી શિલ્પકળાસમૃદ્ધ જિનાલય થયેલ છે, જેની પ્રતિષ્ઠા સં. ૨૦૪૭માં થઈ. આવું જિનાલય આખા મહારાષ્ટ્રમાં બીજું નથી તથા શ્રી કુલપાકજીમાં ચૌમુખજી જિનાલયના ઐતિહાસિક જીર્ણોદ્ધારનો પ્રારંભ થયો. છેલ્લાં ૨૨ વર્ષથી તાત્ત્વિક રીતે પ્રશ્નોત્તરી શૈલીથી ‘શ્રી ભગવતીજી સૂત્ર' તથા ‘શ્રી મલયસુંદરી ચરિત્ર' ઉપર આગવો પ્રકાશ પાથરી રહ્યા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઘણા છ'રીપાલિત સંઘો નીકળ્યા છે. નાની–મોટી અનેક શાસનપ્રભાવના કરતાં-કરાવતાં ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, ઓરિસ્સા તામિલનાડુ, કર્નાટક, આંધ્રપ્રદેશ આદિ અનેક પ્રદેશોમાં વિચર્યા છે. પૂજ્યશ્રીની ઉત્તમ પ્રભાવનાનું મુખ્ય અંગ કોઈ પણ હોય તો તે એ છે કે, દરેક શ્રીસંઘમાં પૂર્ણ ઐક્ય અને પૂર્ણ સહકાર તથા પ્રેમસંપાદન કરીને જ કાર્ય કરે છે. નિઃસ્પૃહતાથી થયેલાં આવાં ભવ્ય કાર્યો સ્વ-પરની સાધનાનાં સુંદર દૃષ્ટાંતો બની રહે
Jain Education Intemational
૨૪૧
છે. પૂ. આચાર્ય પદવી સં. ૨૦૪૯માં વૈશાખ માસે સુદ૬નાદિને પાલિતાણા મુકામે ભવ્ય રીતે થઈ હતી. પૂજ્યશ્રીના ત્રણ શિષ્યો પૈકી મુખ્ય વયોવૃદ્ધ શિષ્ય મુનિશ્રી નરરત્નસાગરજી ખેડા ચાતુર્માસમાં સં. ૨૦૪૧ના આસો સુદ ૧૩ને દિવસે સુંદરતમ આરાધના કરી કાળધર્મ પામ્યા. બીજા શિષ્યો–મુનિશ્રી ચંદ્રકીર્તિસાગરજી (હાલ આચાર્ય ચન્દ્રકીર્તિસાગરસૂરીશ્વરજી મ.સા.) અને પૂજ્ય વયોવૃદ્ધ મુનિશ્રી પુણ્યકીર્તિ સાગરજી મ., પ્રશિષ્ય મુનિરાજશ્રી પદ્મકીર્તિસાગરજી મ. સુંદર પ્રભાવના કરતાં જયવંતા વર્તી રહે છે. એવા એ વિર્ય આચાર્યપ્રવરને શતશઃ વંદના!
૨૦૫૯ વર્ષનું કોલ્હાપુરનું ચોમાસું ઐતિહાસિક બન્યું હતું. ‘શ્રી ભગવતી સૂત્ર' વાચનના માધ્યમે આરાધનાનું વાતાવરણ અતિ અદ્ભુત બન્યું. દરરોજ સુવર્ણ–રજતથી સૂત્રપૂજા, સંઘપૂજા વ. ઉલ્લાસભેર થયેલ.
ઉપધાન તપની આરાધના ઉલ્લાસભેર શરૂ થયેલ. આમ પૂજ્યશ્રીને પગલે અનેક ધર્મઆરાધનાઓ પુણ્યક્ષેત્રોમાં થઈ રહેલ. પૂજ્યશ્રીના વરદહસ્તે ૨૧થી અધિક ઉપધાન તપ, ઉજમણાં સહિત દરેક ઉપધાન તપના માધ્યમે અનેક આત્માઓની દીક્ષાઓ થઈ છે. સતત ૧૯વર્ષથી ‘ભગવતી સૂત્ર'નું ચોમાસામાં સૂત્રવાચન, હૈદ્રાબાદમાં છ પ્રતિષ્ઠાઓ, એક અંજનશલાકા થયાં છે.
છેલ્લાં બે ચાતુર્માસ સુરતમાં બિરજમાન બની અનેક ધર્મકાર્યોમાં નિશ્રાદાતા બન્યા છે. સુરત-કતારગામ સંઘની સ્થાપના વિ.સં. ૨૦૩૪માં પૂજ્યશ્રીની નિશ્રામાં થઈ ત્યારે ૩૦ ઘરો હતા, આજે ૧૩૦૦ ઉપરાંત ઘરો છે. શ્રી ઉપધાન તપ અનેક તપસ્યાઓ ગત ચાતુર્માસ કતારગામ આરાધનામય બન્યું હતું. કતારગામ બાદ શિરપુર-બલસાણા છ’રિપાલિત સંઘ, વિસનગરતારંગા છ'રિપાલક સંઘ કૈલાસનગર સંઘનું ચાતુર્માસ સુંદર આરાધનામય પસાર થયું અનેકવિધ તપશ્ચર્યા શ્રી ભગવતીસૂત્ર પ્રવજ્યા, પ્રતિદિન અઠ્ઠાઈ તપ, મોક્ષદંડક તપ, શ્રી વાવપથક જૈનમિત્રમંડળ તરફથી ૩૦૦ ઉપરાંત આયંબિલ ઓળી થયેલ છે. ચાતુર્માસ બાદ નૂતન જિનાલયમાં શ્રી મહાવીર પરમાત્માનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તથા ૩૦૦ લગભગ પુણ્યાત્માઓનો પૂજ્યશ્રીની નિશ્રામાં સામુદાયિક વર્ષીતપની આરાધનાનો પ્રારંભ. ૬૫૦ આયંબિલ, ચાતુર્માસ કૈલાસનગર-ચાતુર્માસ પૂર્તિની ભવ્ય ઉજવણી ૬૫૧૧ સામાયિકથી પારણાનો લાભ અનેક પૂજનો સહ તપમહોત્સવ ઉજવાયો પૂજ્યશ્રીનો આઠમો વર્ષીતપ ચાલે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org