________________
૨૫૮
પ્રતિષ્ઠાદિ, દિવ્ય અનુષ્ઠાન, છ'રીપાલિત સંઘ, ઉપધાન, ઉજમણાં, તીર્થોદ્ધાર, યોગોહનની દિવ્ય ક્રિયા દ્વારા પોતાના વ્યક્તિત્વને તેજોવલયયુક્ત બનાવ્યું છે. એમના સાંનિધ્યથી જીવનમાં દિવ્ય શાંતિનો અનુભવ થાય છે. એમના મંગલકારી આશીર્વાદથી વ્યક્તિનાં તન-મન આધ્યાત્મિક ઊર્જા-સભર બની જાય છે.
જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવનારા શ્રી હર્ષસાગરસૂરિજીએ વ્યાકરણ, આગમગ્રંથ, વાસ્તુ, જ્યોતિષ, મંત્રોપાસના, આયુર્વેદ, શિલ્પ, ધ્યાન, યોગ–સાધના, અધ્યાત્મ વગેરે અનેકવિધ વિષયોમાં ઊંડાણસભર જ્ઞાન પ્રાપ્ત કરી એનું મનોમંથન કર્યું અને જન–ઉપયોગ માટે સરળ, સુબોધ ભાષામાં ૨૭થીયે વધારે પુસ્તકોમાં પ્રકાશિત કર્યું. સમગ્ર જૈન ચાતુર્માસ સૂચી અને સાગર જૈન પંચાગ દ્વારા ઘર-ઘરમાં જ્ઞાન-જ્યોત ઝળહળતી કરી છે. પૂજ્યશ્રીના ચરણોમાં કોટિશ વંદના.
સૌજન્ય : સાગર પરિવાર તરફથી
પૂ. સૂરિમંત્ર સમારાધક આ.ભ. શ્રીમદ્ વિજય પ્રદીપચંદ્રસૂરીશ્વરજી
મ.સા
પૂજ્ય ગુરુદેવશ્રીનો જન્મ ચૂડા (ભેંસાણ-સોરઠ) નિવાસી શાસનપ્રેમી પિતા ચંપકલાલ સવચંદભાઈ રૂપાણી અને ધર્મપ્રેમી માતા મંજુલાબહેન ચંપકલાલ
રૂપાણીને ત્યાં તા. ૩૧-૧૨-૧૯૬૧ના રોજ પોરબંદર (સૌરાષ્ટ્ર) મધ્યે થયે હતો. જેના પરમ પગલે ભાવીના અનેકાનેક ગામોની ધરતીમાં જ્ઞાનના પ્રદીપ પ્રગટાવવાનું હશે એવું જ અર્થસૂચક નામ પાડવામાં આવ્યું આ બાળકનું ચિ. પ્રદીપકુમાર.
સમય પસાર થતા શૈક્ષણિક કારકિર્દી પૂરી કરતા તેઓશ્રીએ મિકેનિકલ એન્જિનિયરીંગ પુરુ કર્યું. શરૂઆતથી જ તેજસ્વી તેમણે ચેસ તથા કેરમ જેવી અનેક સ્પર્ધાઓમાં રાજ્યકક્ષાના અનેકવિધ ઇનામો મેળવ્યા. બાલ્યકાળથી જ શાંત અને ગંભીર, ચિંતક એવા તેમણે યુવાવસ્થા દરમ્યાન જ અચાનક આ ભયનાક સંસારની અસારતાનું ભાન થયું. ધીમે-ધીમે વૈરાગ્યભાવોમાં ખૂબ વૃદ્ધિ આવી. મોક્ષ જ મેળવવા યોગ્ય છે.
Jain Education Intemational
વિશ્વ અજાયબી :
તેવી ખાતરી થઈ અને તેના પુરુષાર્થ સ્વરૂપ પ્રવ્રર્જા અંગીકાર કરવાની તાલાવેલી જાગી અને સાંસારિક જીવનની ક્ષણભંગુરતાને આત્મસાત કરી વૈરાગ્યભાવે વિરતીની વાટે વિહરવા માટે ૫.પૂ. સપ્તતીર્થ સ્થાપક, યોગદિવાકર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ અંગીકાર કર્યું.
વિ.સં. ૨૦૪૩ના વૈશાખ વદ-૬ તા. ૧૮-૫-૧૯૮૭ના શ્રી માણીભદ્ર વીર જૈન શ્વે. તીર્થ આગલોડ મુકામે પૂજ્યશ્રીની દીક્ષા થઈ અને નામ રાખવામાં આવ્યું મુનિ શ્રી પ્રદીપચંદ્રવિજયજી મ.સા. તેઓશ્રીની વડીદીક્ષા વિ.સં. ૨૦૪૩ના જેઠ સુદ-૧૦ના અમદાવાદ મુકામે થઈ.
સંયમ ગ્રહણ કર્યા બાદ સમર્પણભાવ ધારણ કરવા સાથે વિનય-વૈયાવચ્ચ જ્ઞાન પ્રાપ્તિની તાલાવેલી સાથે સંસ્કૃત, ન્યાય, કાવ્યકોષ, આગમગ્રંથો, જ્યોતિષ શાસ્ત્ર અને વિવિધ દર્શનશાસ્ત્રો આદિનો પારગામી અને તલસ્પર્શી અધ્યયન કર્યો. તેમના પૂજ્ય ગુરુદેવશ્રીની આજ્ઞા અને આશીષથી ઇડરગઢ પહાડ પર નિયમિત એકાસણાની તપશ્ચર્યા સાથે સળંગ બે વર્ષ સુધી રહીને આત્મકલ્યાણાર્થે આરાધના કરેલી છે.
તેઓશ્રીની સૂક્ષ્મપ્રજ્ઞા, વિશિષ્ટ ક્ષયોપશમ, ગંભીરતા, નમ્રતા, સરળતાદિ ગુણોના કારણે તેમના પૂજ્ય ગુરુદેવશ્રીએ યોગ્યતા જોતા તેમના જ દીક્ષા સ્થળ શ્રી માણિભદ્ર વીર જૈન છે. તીર્થ આગલોડ મુકામે વિ.સં. ૨૦૫૪, વૈશાખ સુદ-૬, શુક્રવાર તા. ૧-૫-૧૯૯૮ના ઉપાધ્યાયપદે અલંકૃત કર્યા. અનેકવિધ શાસનના કાર્યો કરતા પૂજ્યશ્રીની ઉત્તરોત્તર વધતી જતી યોગ્યતા જોતા નાની વયે જ સંપ્રતિ મહારાજાના જિનબિંબથી યુક્ત શ્રી વટપલ્લી (વડાલી) શત્રુંજયધામતીર્થે વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૧૪, ગુરુવાર તા.૫-૨-૨૦૦૪ના આચાર્યપદે આરૂઢ કર્યા અને શાસનની જવાબદારી સોંપી. શાસનના અનેકવિધ કાર્યો જેમકે પ્રતિષ્ઠા, ઉપધાન, દીક્ષા, છ’રી પાલિત સંધ, નવ્વાણુ યાત્રા, શિબિરો આદિના પૂજ્યશ્રી સફળ સંચાલક તેમજ કુશળ માર્ગદર્શક છે. તેમજ આવા અનેક આયોજનોમાં પૂજ્યશ્રીએ તેમના ગુરુદેવશ્રીની સાથે રહી નિશ્રા પ્રદાન કરી છે. તેઓશ્રીના શિષ્ય પરિવારોમાં પૂ.મુનિશ્રી મહાહંસવિજયજી મ.સા. આદિ મુનિ ભગવંતો છે.
પૂજ્યશ્રી મૌલિક અને તાત્ત્વિક પ્રવચન શક્તિ ધરાવવાની સાથે બહુમુખી પ્રતિભાસંપન્ન, વિદ્વાન અને વિશ્રુત ગુરુભગવંત ને લાખ લાખ વંદનાઓ.
સૌજન્ય : ગુરુભક્તો તરફથી
For Private & Personal Use Only
www.jainelibrary.org