________________
જૈન શ્રમણ
૨૦૯
૨૦૯ શ્રી શત્રુંજયમંડન : મરુદેવા નંદન
પર્યાવરણ વિજ્ઞાનના શ્રમણ પિતામહ : 25ષભદેવ (ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર મહાકાવ્યના સંદર્ભે એક અધ્યયન).
–ડૉ. સમીર કે. પ્રજાપતિ
ભારતીય સંસ્કૃતિ પ્રાચીનકાળથી પર્યાવરણવાદી રહી છે. વૈદિક સંસ્કૃતિ પ્રાચીનકાળથી પર્યાવરણવાદી રહી છે. વૈદિક સંસ્કૃતિનો પ્રાચીન ગ્રંથ ઋગ્વદ તો પ્રકૃતિનો પૂજારી ગ્રંથ છે. શ્રમણ પિતામહ ઋષભદેવના ઋગ્લેદકાલીન વિવિધ સંદર્ભો જોતાં લેખકે તેમને માત્ર જૈન પરંપરા કે શ્રમણ સંસ્કૃતિના જ આદ્યપ્રવર્તક નહીં, પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિના આદ્યપ્રવર્તક બતાવી પર્યાવરણની ઉમદા વિભાવનાને ખરેખર ઉજાગર કરી છે તથા પિતામહ શબ્દ જેમને માટે સયુક્તિ સાર્થક છે, એવી ઉમદા ભાવના સુપેરે વ્યક્ત કરવામાં આવી છે.
આપણે જાણીએ છીએ કે આવા મહાપુરુષો (તીર્થકરો આદિનો)નો જન્મ સામાજિક, સાંસ્કૃતિક
અસંતુલન વર્તાય ત્યારે જ થતો હોય છે. ઋષભદેવનો જન્મ એટલે અવસર્પિણી (ઊતરતી કક્ષાનો) કાળ. માનવીની શારીરિક ક્ષમતાઓનો હ્રાસ, પ્રકૃતિનું અસંતુલન, શિક્ષણ, સંસ્કાર, કલા વગેરેનો ભારોભાર અભાવ. આવા સમયે એમણે જન્મ ધારણ કરી સમાજમાં વ્યવહાર, શિક્ષા, કલાઓ, વિદ્યાઓ, દંડનીતિ, સંસ્કાર, આદર્શ શિલ્પ સ્થાપત્ય વગેરેનું વ્યવસ્થિત પ્રચલન કર્યું. લોકો અસંસ્કારી વિવેક અને કલા વિનાનું અણઘડ જીવન જીવતાં હતાં અને એમાંથી બહાર આવી વિવેકપૂર્ણ જીવન જીવતાં થાય, લોકકલ્યાણની દિવ્ય ભાવના પ્રગટાવે એ એકમાત્ર ઉદ્દેશ્યથી સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણની સર્વાગી શિક્ષા અમલમાં મૂકી, સાથે ગુણાત્મક પર્યાવરણની પણ એટલી જ આવશ્યકતા હતી, એને માટે ઋષભના વિરાટ વ્યક્તિત્વનાં મંગલ દર્શન પર્યાપ્ત મનાશે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org