________________
૧૮૬
ભાગમાં તેનું પ્રકાશન કરી સૌને ગુણાનુરાગ દર્શાવનાર ગણિવર આજેય પણ છે.
(૪૬) સમગ્ર પરિવારની સમૂહ દીક્ષા પૂર્વકાળના એક જ કુટુંબનાં અનેકો ચારિત્રમાર્ગના મુસાફર બની ગયાં હોય તેવાં દૃષ્ટાંતો બનતાં હતાં. વર્તમાનમાં પણ એક સાથે એક જ પરિવારના ૨૩ જેટલા મુમુક્ષોઓએ સંસાર ત્યાગી સંયમના સોપાને સંચરણ કર્યું હોય તેવા પ્રસંગો બન્યા છે. સામૂહિક ૨૭થી ૩૫ દીક્ષાઓ થયાની ઘટના પણ બની
છે.
(૪૦) શુદ્ધ ગોચરી-ગવેષક : ગોચરીના ૪૨ દોષ અને માંડલીના ૫ એમ ૪૭ દોષો ટાળવાનો પુરુષાર્થ કરી રહેલ મહાત્માઓ આજેય પણ જોવા મળે છે. શિખરજીના છ'રી પાળતા સંઘમાં પણ સ્વેચ્છાએ એક-બે કિ.મી.ના દૂરનાં ઘરોમાં જઈ ગોચરી લાવી વાપરનાર મહાત્માઓ પણ છે તથા ફક્ત ચણાના લોટ ઉપર આયંબિલ કરનાર પણ આજેય છે.
(૪૮) ભિક્ષાલબ્ધિ યુક્ત : વર્તમાનમાં પણ એક આચાર્ય ભગવંત અવસર જોઈ સ્વયં ગોચરી ગવેષણા કરતા જોવા મળે છે, તીર્થંકરો પણ સ્વયંની ભિક્ષા કેવળજ્ઞાન પૂર્વે સ્વયં ગવેષણા કરે છે તેવા અભિગમવાળા આચાર્ય ભગવંત લબ્ધિસંપન્ન છે. બલ્કે ગોચરી માંડલીમાં પણ બધાય શિષ્યપ્રશિષ્યોને ગોચરી વહેંચી પછી જ સ્વયં પાત્રામાં ભિક્ષા ગ્રહણ કરે છે.
:
(૪૯) દુષ્કૃતગાં સતત કરનાર જિનાલયમાં જઈ કે એકાંત સ્થાનમાં બેસીને દરરોજ બે થી ત્રણ કલાક સુધી ઊભાં-ઊભાં દુષ્કૃતની ગર્હ અને સુકૃતોની અનુમોદના કરતાં ભક્તિ કરનાર એક મહાત્મા નિકટમાં કાળધર્મ પામ્યા છે અને હાલમાં પણ લગભગ ત્રણ જેટલા સાધકો તેવી રીતે જ પોતાના હૈયાથી પ્રભુમિલન કરતા જોવા મળે છે.
(૫૦) વરસીતપ સમ્રાટ : છેલ્લાં ચાલીસ વરસથી સળંગ ચોવિહારા વરસીતપ અને પારણે બિયાસણું, તેમાંય દસ વરસીતપ ચોવિહારા છટ્ટથી એક વરસીતપ પારણે આયંબિલથી અને એક વરસી તપ ચોવિહારા અટ્ટમના પારણે અઠ્ઠમથી કરનાર તે મહાત્મા હાલ આચાર્યપદે આરૂઢ છે. બાળદીક્ષિત છે, ઘોર તપની સાથે ધ્યાનયોગમાં પણ પ્રવીણ છે.
Jain Education International
વિશ્વ અજાયબી
(૫૧) શ્રુતસંરક્ષક મુનિરાજો
વર્તમાનકાળના
ઝડપી જમાનામાં જ્યાં બધુંય કાર્ય કમ્પ્યૂટરો કરવા લાગ્યાં છે, તેવા સમયે પણ હસ્તપ્રતોની જેમ લહિયાઓ પાસે આગમગ્રંથો અને શાસ્ત્રો લખાવનારા તથા વિશુદ્ધકોટિની જયણાપૂર્વક સુવર્ણ શ્યાહીથી શ્રુતનો સમુદ્ધાર કરાવનારા મહાત્માઓ જોવા મળે છે. તે માટે ચાલતી સંસ્થાઓ અને કાર્યવાહીઓ જોઈ જૂના જમાનાની યાદ તાજી થાય તેમ છે.
(૫૨) એકાકી વિચરણ કરતા મહાત્મા : પૂર્વકાળની જેમ ગુર્વાશાપ્રાપ્ત અપવાદ માર્ગથી અને વિશિષ્ટ કારણોથી એકાકી વિચરણ કરી રહેલ અને સ્વ-પરની સાધનામાં સંયમજીવન શોભાવી રહેલ લગભગ દસથી વધુ મહાત્માઓ અલગ-અલગ સમુદાયના જોવા મળે છે, જેઓ સંયમી, જ્ઞાની અને તપસ્વી-ત્યાગી પણ છે.
(૫૩) અણિશુદ્ધ આલોચના લેનાર શાસનપ્રભાવના હેતુ પણ થતી અજયણાની તથા ચારિત્રિક અતિચારોની સવિશુદ્ધ આલોચના વિસ્તારથી લઈ સંયમશુદ્ધિ જાળવનારા ઉપરાંત સ્વયં ગચ્છાધિપતિ પદે તોય અન્ય આચાર્ય ભગવંત પાસે પોતાની આલોચના કરનાર આચાર્ય ભગવંત પણ પરિચય કરી શકાય તેવા છે.
(૫૪) સ્થિરવાસી આચારવંત મહાત્માઓ : જંઘાબળ ક્ષીણ થવાથી તથા ડોળી કે બીજાં ત્રીજાં સાધનોનો ઉપયોગ ટાળી એક જ સ્થાને સ્થિરવાસ સ્વીકારી સંયમમાર્ગની શુદ્ધિ જાળવી રહેલ અનેક સાધુ તથા સવિશેષ સાધ્વી ભગવંતો પાલિતાણા વગેરે તીર્થક્ષેત્રો છોડી નગર અને ગામમાં પણ ૧૦થી વધુ સંખ્યામાં જોવા મળે છે.
(૫૫) વિશિષ્ટ શિષ્યસંપદા પુણ્યવાન : લગભગ બસ્સો જેટલી શિષ્યા-પ્રશિષ્યાઓનો બહોળો સમુદાય સંભાળનાર અને અનેક આત્માઓને સંસારનિસ્તાર કરાવી સંયમમાર્ગે જોડનાર લગભગ ત્રણ જેટલાં સાધ્વી ભગવંત વર્તમાનમાં પણ ભૂતકાળના બહોળા સાધુ-સમુદાયની યાદ કરાવે તેવા ગુરુણી પદે બિરાજે છે.
(૫૬) વિશિષ્ટ મહાભિનિષ્ક્રમણ કર્તા : માતા-પિતાના આદરથી લગ્નગ્રંથિથી જોડાયા પછી પણ પ્રથમ દિવસથી જ સંપૂર્ણ બ્રહ્મચર્યવ્રત પાળી વિશિષ્ટ વૈરાગ્ય અને જ્ઞાનથી ભાવિત જ્ઞાનગર્ભિત વૈરાગ્યથી સંયમમાર્ગ સુધી પહોંચનાર ચાર સાધ્વી ભગવંતો વર્તમાનમાં પણ વિચરતાં જોવાં મળે છે, તેમાં એક તો પ્રવર્તિનીપદે પણ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org