________________
૧૯૬
તીર્થંકરોનાં, ૪ દહેરાંઓ શાશ્વત ૪ નામતીર્થંકર પ્રભુનાં ઉપરાંત બાકીનાં ચાર દહેરાસરમાં પ્રભુની ચૌમુખી, અશોકવૃક્ષ, રોહિણી દેવી અને ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પણ કરાવી. તારંગાના અજિતનાથ ભગવાનનું ઉત્તુંગ જિનાલય, યૂકાવિહાર નામનું જૈનમંદિર વગેરે અનેક જિનાયતનના પ્રણેતા હતા આ.ભ. હેમચંદ્રાચાર્યજી. જ્ઞાનયોગ સાથે ક્રિયાયોગનો સુભગ સુમેળ તેમના જીવનકવનનું ઉજ્જવળ જમા પાસું હતું. કુમારવિહાર નામનું પાર્શ્વપ્રભુનું જિનાલય ઉપરાંત કુલ મળી ચૌદ હજાર જિનાલયોનું સર્જન થવા પામ્યું.
(૮) જિનાગમ સર્જન : ફક્ત સંસ્કૃત વ્યાકરણ જ નહીં, બલ્કે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચિરત્ર જેવા સાક્ષરી ભાષાના ચરિત્રગ્રંથો, આગમ ગ્રંથોની વિવેચના, સ્વયંની પ્રજ્ઞાથી વિરચિત અનેક ગ્રંથો ઉપરાંત કાવ્યો વગેરેની રચના સરસ્વતીની કૃપાથી સરળતાપૂર્વક કરી. જે-જે સર્જન થતું ગયું તેની નકલો સાતસો લહિયાઓ રાખી તૈયાર કરાવી દેશવિદેશમાં જૈનસાહિત્ય માધ્યમે શાસનપ્રભાવનાઓ કરી-કરાવી. કહેવાય છે કે લગભગ સાડા ત્રણ કરોડ શ્લોક પ્રમાણ સાહિત્યનું સર્જન કરતાં જ્યારે કાશ્મીરથી આવતાં તાલપત્રો ખૂટી ગયાં ત્યારે આચાર્ય ભગવંતની કૃપામાત્રથી રાજા કુમારપાળનાં પારણાં વગરના એક જ ઉપવાસે વૃક્ષદેવતાએ નવાં તાલપત્રો બાગમાં ઉત્પન્ન કરી દીધાં. મુનિ ભગવંત રામચંદ્ર, ગુણચન્દ્ર અને મહેન્દ્ર મુનિરાજની સહાયતાથી અનેક પ્રકારી જ્ઞાનખજાનો જૈનશાસનને સમર્પી, જ્ઞાનભંડારો રચાવી જ્ઞાનીપુરુષ ઐતિહાસિક બની ગયા.
(૯) મહામંત્ર નવકારનો રાગ : ચૌદ પૂર્વેના જ્ઞાતા, લબ્ધિઓના સ્વામી અને પ્રભાવકતાપ્રચુર કોઈ પણ જૈની મહાત્મા નવકારની આરાધનાથી વંચિત હોય તે કેમ બને? કારણ કે મહામંત્ર નવકાર તો જિનશાસનનો પ્રવેશદ્વાર છે. પિતા ચાચિંગ શ્રેષ્ઠી તો સંયમનાં સોપાન સર ન કરી શક્યા, પણ માતા પાહિની સાધ્વી પદથી પ્રગતિ પામતાં પર્યાયધારી બની, જ્યારે અંતિમાવસ્થામાં આવ્યાં ત્યારે માતા સાધ્વીની સમાધિ માટે પુત્રાચાર્ય સ્વયં માતાને નવકાર સંભળાવવા લાગ્યા અને બધાયની વચ્ચે જાહેર કરતાં જણાવેલ કે તેઓ પોતાના ઉપકારી સંસારી માતાની સ્મૃતિમાં સ્વયં એક કરોડ નવકારનો જાપ જપશે. જ્યાં ફક્ત વિધિ અને શુદ્ધિ સાથેના નવ લાખ નવકારનો જાપ જીવાત્માને દુર્ગતિમાં જવા ન દે, ત્યાં સંકલ્પ સાથેના એક કરોડ નવકારના આરાધક
Jain Education International
વિશ્વ અજાયબી :
અલ્પભવી હોય તેમાં શું આશ્ચર્ય ! કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનાં રચિત અનેક ગ્રંથો-કથાનકોમાં તેમણે નવકારના ચમત્કારિક પ્રસંગો તથા તત્ત્વપદાર્થો પીરસી દીધા છે, જે તેઓશ્રીના નવકારપ્રેમના સાક્ષીભૂત છે.
(૧૦) ચમત્કારોની હારમાળા : જેના હૈયે શ્રીનવકાર તેને જીવનમાં થાય ચમત્કાર અને જ્યાં ચમત્કાર જોવા મળે ત્યાં લોકપ્રવાહ નમસ્કાર કરે તેમાં શું આશ્ચર્ય! જેમ ખંભાત નિકટમાં જિન ચૈત્યમાં જ સાક્ષાત્ સરસ્વતીએ દર્શન દીધાં તેમ શાસનદેવીએ દેવ અને રાજાના વશીકરણ મંત્ર આપ્યા. જેમ નાગપુરના ધનદ શ્રેષ્ઠીને મહાત્માની દૃષ્ટિ પડતાં જ ધન પ્રાપ્ત થયું, તેમ ત્રણ ઉપવાસે કોડિનારથી અંબિકા દેવીએ પ્રત્યક્ષ દર્શન આપી સિદ્ધરાજ જયસિંહના ભાગ્યમાં સંતાનયોગ છે જ નહીં તેવી બાતમી આપી. શત્રુંજય અને ગિરનારની જાત્રા કરી ગુરુદેવ રાજા કુમારપાળને સત્યધર્મ સમજાવવા બ્રાહ્મણોની ચઢામણીથી સોમનાથ પાટણ પણ પધાર્યા અને મહાદેવના મંદિરમાં પ્રવેશી યોગવિદ્યાથી જ સાક્ષાત્ મહાદેવને પ્રગટ કરી દીધા. તેમની જ પાસે મોક્ષમાર્ગ જૈનધર્મમાં જ છે તેવી ઉદ્ઘોષણા કરાવી કુમારપાળને પ્રતિબોધિત કરી દીધા હતા. જૈનાચાર્યની ઈર્ષ્યા કરનાર ભૃગુપુરનો સન્યાસી દેવબોધિ જ્યારે પાટણ આવ્યો, કમળનાળના દાંડા બનાવી પાલખીમાં બેસી રાજસભામાં આવી ચમત્કારો દેખાડ્યા તથા રાજમહેલમાં જ્યારે બ્રહ્મા-વિષ્ણુમહેશનાં દર્શન કરાવી કુમારપાળને પૂર્વજ મૂળરાજ વગેરેના દર્શન કરાવ્યાં. ત્યારે કુમારપાળની શ્રદ્ધા જૈનધર્મથી ડગી શૈવધર્મમાં વધવા લાગી ત્યારે યોગશક્તિનો પ્રયોગ કરી આચાર્ય ભગવંત વ્યાખ્યાનની પાટથી અદ્ધર આકાશમાં સ્થિર રહી પ્રવચન દેવા લાગ્યા તે પછી બાજુના ઉપાશ્રય ખંડમાં રાજા સાથે વાગ્ભટ્ટ મંત્રીને લઈ જઈ ત્યાં ચોવીશ તીર્થંકર ભગવાનને સમવસરણમાં બિરાજમાન દર્શાવ્યા ઉપરાંત કુમારપાળના પૂર્વજો પાસે જ જૈનધર્મની પ્રશસ્તિ કરાવી, ફરી કુમારપાળ રાજવીને જૈનધર્મમાં સ્થિર કરી દીધો અને હળવી ભાષામાં જણાવી દીધું કે તે ચમત્કાર નહીં પણ ઇન્દ્રજાળ જ હતી. આવા તો નાના-મોટા અનેક ચમત્કારોના પ્રસંગો જીવનમાં અનુભવ્યા અથવા અનુભવ કરાવ્યા હતા.
(૧૧) અહિંસાપ્રચાર કાર્ય : જૈનધર્મનો મૂળભૂત સિદ્ધાંત જગજાહેર કરવા કાશીના રાજા જયંતચન્દ્રથી લઈ છેક કાશ્મીરના રાજા સાથે મૈત્રીકરાર કરી પોતાની માલિકીના
For Private & Personal Use Only
www.jainelibrary.org