________________
જૈન શ્રમણ
અવસાન બાદ હાલ સાધ્વીજીશ્રી ચંદ્રમાલાશ્રીજી તરીકે સુંદર સંયમની આરાધના કરી રહ્યાં છે, જેમણે વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરી છે. ઉપરાંત, ૪૫ ઉપવાસ, માસક્ષમણ, વીશસ્થાનક તપ, ધર્મચક્રતપ, ભવઆલોચના, સિદ્ધગિરિમાં આયંબિલ તપથી બે ચાતુર્માસ, કલ્યાણક ભૂમિઓની યાત્રાઓ અને સુંદર જ્ઞાનાભ્યાસ કરી જીવનને ધર્મમય બનાવ્યું છે. પૂજ્યશ્રીનું ચિંતન-મનન-દેશના બિન્દુનું માધ્યમ મુખ્યતયા પંચસૂત્ર-પ્રથમસૂત્ર : ચાર શરણ સ્વીકાર, સ્વદોષદર્શન અને પરગુણ અનુમોદન' છે. પૂજ્યશ્રીના સદુપદેશાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થમાં ‘શ્રી શંખેશ્વર વર્ધમાનસૂરિ જ્ઞાન આરાધના ટ્રસ્ટ' દ્વારા હાઇ વે ઉપર શ્રી ‘શ્રી વર્ધમાનસૂરિ જ્ઞાનમંદિર', ‘શ્રી વર્ધમાનસૂરિ શાસ્ત્રસંગ્રહ', પાઠશાળા, કાર્યાલય, સ્વાધ્યાય હોલ વગેરે સાકાર થઈ રહેલ છે. આ વર્ધમાનસૂરિ એટલે આજથી ૭૦૦ વર્ષ પહેલાં થયેલ શ્રી વસ્તુપાલ-તેજપાલના ગુરુ અને શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક દેવાત્મા. પૂજ્યશ્રીને તેમના પ્રત્યે અપાર ભક્તિ છે. પૂ. આચાર્ય શ્રી કીર્તિસેનસૂરિજીનું સંસારી નામ કાંતિલાલ. પિતાનું નામ ગોવર્ધનભાઈ અને માતાનું નામ રંભાબહેન હતું. તેમનો જન્મ સં. ૧૯૮૭ના માગશર વદ ૧-ને દિવસે અંબાપર (કચ્છ) માં થયો હતો. પૂજ્યપાદશ્રી હાલ પાલિતાણા મધ્યે જય શત્રુંજય આરાધના ધામ' મધ્યે બિરાજમાન છે. જ્યાં દેવાધિદેવ શ્રી મહાવીરસ્વામી જિનમંદિર, ભવ્ય જ્ઞાનમંદિર, શ્રી સુધર્મસ્વામી પ્રવચન હૉલ, શ્રી ગૌતમસ્વામી સ્વાધ્યાય હૉલ, સૂરિમંત્ર પંચપીઠ, શ્રી ત્રિભુવનસ્વામીની પ્રતિમા, ૮ નાના ઉપાશ્રય, ધ્યાનમંદિર આદિ વિશાળ સંકુલ છે. જેના સૌજન્યદાતા દેવેન્દ્રભાઈ રતિલાલ શાહ, પાટણવાળા (હાલ પાર્લા-મુંબઈ) છે. શિષ્ય પરિવારમાં પં. કીર્તિરત્ન વિજયજી મ., મુનિ તીર્થરત્ન વિજયજી મ. આદિ પ છે.
સૌજન્ય : જય શત્રુંજય આરાધનાધામ ટ્રસ્ટ, પાલિતાણા રાજસ્થાનરત્ન ૧૦૦ + ૨૩ વર્ધમાન ઓલીના તપસ્વી
પ.પૂ. આ.શ્રી કમલરત્નસૂરિજી મ.સા.
મહાપુરુષો ધરતીનાં આભૂષણો હોય છે, એમનું સમગ્ર જીવન આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણ માટે જ સમર્પિત હોય છે. એમણે પોતાનું જીવન માનવસમામાં માનવીય મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા માટે અર્પણ કર્યું હોય છે.
Jain Education International
૧૦૧
પૂજ્ય ગુરુદેવનાં કરકમળો દ્વારા અનેક પ્રતિષ્ઠા, લગભગ ૬૦ દીક્ષા થઈ.
એમનો જન્મ પિંડવાડા (રાજસ્થાન)માં વિ.સં. ૧૯૮૭ના ભાદરવા વદ સાતમે થયો હતો. પિતાનું નામ કિસ્તુરચંદજી અને માતાનું નામ નંદિનીબહેન હતું. માતાપિતાના સુસંસ્કાર અને પૂ. સિદ્ધાંતમહોદધિ આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સુપરિચયથી એમની વૈરાગ્યભાવના પ્રજ્વલિત થઈ. તેઓ રોજ બહુ ઠાઠમાઠથી પરિવાર સાથે સ્નાત્રપૂજા ભણાવતા હતા. એમણે પોતાના ઘરનું વાતાવરણ જિનેન્દ્ર ભક્તિમય બનાવ્યું. એ જ કારણે એમનો શાસન તરફનો અનુરાગ અને સંસાર તરફ ઉદાસીનભાવ દિનપ્રતિદિન વધતો ગયો.
એમણે એકત્રીસ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્યવ્રત લીધું અને વિ.સં. ૨૦૨૫ના વૈશાખ સુદ ૭ના રોજ પિંડવાડામાં સહકુટુંબ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર પરિવારની દીક્ષા, વડી દીક્ષા એક જ દિવસે થઈ. પિતા અને બે પુત્રોની ગણિ પદવી એકજ દિવસે થઈ. રાજસ્થાનમાં એક કુટુંબના ૬ સભ્યોની દીક્ષા એક જ દિવસે સર્વપ્રથમવાર થઈ. એમણે રાજસ્થાનની કીર્તિમાં ચાર ચાંદ લગાવી એક આશ્ચર્ય સર્જી દીધું. તેઓ મેવાડ દેશોદ્ધારક આ.ભ. શ્રી જિતેન્દ્ર સૂ.મ.ના સુશિષ્ય બન્યા. દીક્ષા સમયે પૂ. આગમપ્રજ્ઞ આ.દેવ શ્રી વિજયજંબૂ સૂ.મ., (પૂ.આ.ભ. શ્રી હીર સૂ.મ., પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂ.મ.,) પ.પૂ. આ.શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી ગુણરત્ન સૂ.મ. તે વખતે મુનિ હતા (એ વખતે પંન્યાસ, મુનિરાજ) વગેરે વિશાળ પરિવાર સાથે ઉપસ્થિત હતા. ગૌરવમય પરિવાર :
પિંડવાડાના શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદજી હંસરાજી પ્રાગ્ધાટ પરિવાર બહુ ગૌરવશાળીછે. આ પરિવારના ૬ સભ્યો દીક્ષિત થયા. કિસ્તુરચંદજી હંસાજીના પુત્ર, પુત્રવધૂ, બે પૌત્ર તેમજ બે પૌત્રી. કિસ્તુરચંદજી હંસરાજજીનો પરિવાર નીચે મુજબ છે ઃ ૧. ધર્મચંદજી કિસ્તુરચંદજી, ૨. કાલિદાસજી કસ્તુરચંદજી, ૩. પુખરાજજી કિસ્તુરચંદજી, પુત્રી-૧. સંતીબહેન, ૨. પંકુબહેન.
પૂ. ગુરુદેવના ચાતુર્માસ સ્થળો
નાગૌર, માંડવલા, ચાંદરાઈ, મોકલસર, ગઢસિવાના પિંડવાડા, તખતગઢ, મંડાર, માંડવલા, પાલીમારવાડ, પાડીવ,
For Private & Personal Use Only
www.jainelibrary.org