________________
૧૦૬
વિશ્વ અજાયબી :
કાળ-કેટલોય કપરો આવી ચડ્યો છતાંય લોકમાનસ એટલું સ્પષ્ટ સ્વીકાર કરતું થયું છે કે આજેય ચારેય ફિરકાઓમાં શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના શ્રમણ-શ્રમણીઓ ઉત્કટ તપ-ત્યાગ, જ્ઞાન-ધ્યાન અને સર્વમાન્ય વ્યવહાર-ધર્મને પાળતાં-પળાવતાં નિશ્ચયલક્ષી જીવંત જીવન જીવી રહ્યાં છે. બાકી જ્યાં માર્ગાનુસારી જીવિતોને પણ અનેકાંતવાદના સ્વીકાર પછી ધિક્કાર નથી કરાતો, ત્યાં શિથિલાચારીને પણ તિરસ્કાર ન કરતાં ઉચ્ચાદર્શોને અનુમોદવાનો અભિગમ આચાર્યપુંગવ હરિભદ્રસુરિજીએ અપનાવી અનેકોનાં હૈયાંમાં સિદ્ધાંતોની કડવાશને પણ હળવાશથી વધાવવાની કળા આપી દીધી છે. લેખમાળાનાં પાત્રોને ત્રિકાળ વંદન કરી તેમના ગુણને સ્પર્શવા પુરુષાર્થ કરવા જેવો છે.
-સંપાદક
ચોરાશી લાખ જીવયોનિના વિકૃત ચકરાવામાં અસંયમને કારણે અટવાયેલા જીવાત્માની ક્યાં અધમદશા અને ક્યાં વિશ્વની આઠમી અજાયબી ગણાતા એક સંયમી સાધુની ઉચ્ચ દશા. હકીકતમાં જીવનો અસંયમ એ જ સંસાર છે અને જીવાત્માનો જિનકથિત સંયમ તે જ મુક્તિનો મહામાર્ગ છે. નરકગતિમાં ધર્મ સંભળાવનાર કોઈ નથી, તિર્યંચગતિમાં ધર્મ સમજનાર કોઈ નથી, દેવગતિમાં સંયમધર્મ આચરનાર કોઈ નથી માટે જ ચાર ગતિના ચકરાવામાં એકમાત્ર દ્રષ્ટાંત દશથી દુર્લભ મનુષ્યભવમાં જ જિનવાણી, શ્રવણ–આચરણ અને આત્મોત્થાનનો અવસર મળવાથી પરમાત્મા પણ માનવ-જન્મને બિરદાવે છે. માનવંતા માનવભવનો સાર છે સંયમ અને જેમાં યમ અને નિયમના બે પાટા ઉપર જીવન ગાડી સમ્યક્ પ્રકારે ગતિ–પ્રગતિથી મુક્તિમહેલે પહોંચતી હોય તો તેનો શ્રેય સંયમધર્મના સાધક સંયમી સાધુને ફાળે જાય છે.
વર્તમાન અવસર્પિણી કાળના પંચમ આરાના અંતે દુuહસૂરિજી નામના આચાર્ય ભગવંતની સાધના ચાલશે ત્યાં સુધી છઠ્ઠા આરાના દુઃખોનો પ્રારંભ નહીં થાય પણ તેમના કાળધર્મ પછી સંયમી સાધક એક પણ નહીં રહેવાથી પ્રભુજીનું શાસન પણ આગામી ઉત્સર્પિણી કાળના બીજા આરા સુધી વિચ્છેદ પામી જશે, કારણ જ્યાં સાધુ ધર્મની આરાધના કરનાર એક સાધુ કે સાધ્વી ભગવંત ન હોય ત્યાં શ્રાવક અને શ્રાવિકાચારની કલ્પના પણ કેમ કરી શકાય?
આ રંગ-રાગ-વિલાસનો ઇચ્છાપૂર્વક ત્યાગ કરી ભૌતિક ઝાકઝમાળ વચ્ચે પણ અલિપ્ત રહી આત્માની ગવેષણા કરનાર સંયમીઓથી અઢી દ્વીપ પાવન છે. પંદર-કર્મભૂમિમાં વિચરણ કરી સ્વપરકલ્યાણ સાધી જનાર નિકટના ભૂતકાલીન સંયમીઓથી વસુંધરા ભાવિત પાવિત તો છે જ પણ તેમાંયે વિશિષ્ટ પરાક્રમી સાધકોની યશોગાથા અત્રે પ્રસ્તુત કરતાં રોમહર્ષ અનુભવાય છે, કે જિનેશ્વરના સંયમપંથે સંચરી વીસવસા દયા પાળતા, ૨૨ પ્રકારી પરિષહ સહેતાં અને ૧૭ પ્રકારે સંયમ સાચવતા આવા અણગારો જો આપણને ન મળ્યા હોત તો આજ સુધી અવિરત ચાલેલો સંયમમાર્ગ સાચાનો સાથી હમ સાથી બની સંયમીઓને શાશ્વત મોક્ષસુખ બક્ષનાર કેમ ગણાયો હોત?
અતીતના ઇતિહાસમાં પાર વગરના સંયમીઓ સાધના કરી ગયા, તેમાંથી અને ફક્ત મર્યાદિત નામોનો જ ઉલ્લેખ કરતાં ક્ષોભ અનુભવાય છે કારણ કે ફક્ત મર્યાદિત લખાણ માટે જ કલમ ચલાવવામાં આવી છે, છતાંય જે વિવેચન છે તેના સારરૂપે “સંયમ કબહી મિલે” ભાવના જ વિકસાવવા જેવી છે.
તો ચાલો વિશ્વની આઠમી અજાયબી જેવા ભૂતકાલીન ભવ્યપુરષાર્થી સંયમી સાધુ-સાધ્વી ભગવંતોના ગુણોપવનમાં વિચરણ કરતાં તેમની સાધના સુગંધ માણીએ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org
For Private & Personal Use Only