________________
૮૪
વિશ્વ અજાયબી :
દીક્ષિત અગિયાર પંડિતોને ભગવાન મહાવીરનાં આશીર્વચનો :
(૧૫) હે ભગવંત! ગોશાળાનું શ્રાવસ્તીમાં આવી સર્વજ્ઞ ભગવાન વિરુદ્ધ વદવું-વર્તવું દેખી તેના ઉપદ્રવની આગાહી-અનુમાન આપે જ કર્યા હતાં. આનંદશ્રાવકની સંયમભાવના, ગોશાળાની ખ્યાતિ તથા પોતાની જ તેજોલેશ્યાથી પોતાના મરણ પછીની ગતિ, ઉપરાંત મૃગાપુત્રના પાપવિપાક, હાલિક ખેડૂની વિચિત્ર વર્તણૂક કે જમાલિ મુનિના ભાવિભાવ વગેરે સંબંધી પ્રશ્નો ભગવાનને પૂછી આપશ્રીએ લાગે છે કે વિનયાદિ કારણોથી સ્વયંના જ્ઞાનનો ઉપયોગ પ્રભુજીની હયાતીમાં ન કરતાં કેવળીનું ગૌરવ વધાર્યું, તે પણ ઘટના આજ સુધી જ્ઞાનોપાસક સહર્ષ વધાવે છે. જ્ઞાનના અજીર્ણ અભિમાનની ઝલક પણ મુખ ઉપર ન આવવા દેનાર આપશ્રીની નમ્રતાની અનુમોદના.
(૧૬) પરમાત્માના આગ્રહથી દુઃખી-દુઃખી મૃગાપુત્રના દર્શનાર્થે તેનાં રાજા-રાણી માતા-પિતાને ત્યાં જઈ મુખે મુહપતી બાંધી દુર્ગધને સહન કરતાં જુગુપ્સાને જીતી વૈરાગ્ય વધારવો, તથા તે પછી પ્રસંગે-પ્રસંગે અહિંસાધર્મની પ્રરૂપણા કરી લોકભાવનાને દઢ કરવી તે પણ આપશ્રીના જીવનની જીવંત ઘટના છે.
(૧૭) “હે ગોયમ! બાજુના ગામમાં દેવશર્મા બ્રાહ્મણ રહે છે તે તમારાથી બોધ પામશે” તેવી ભગવંતની અંતિમ હિતવાણી સુણી ભરી ભરી અંતિમ દેશના લોકમેદની, દેવોના આવાગમન અને ઝાકઝમાળ છોડી આપશ્રી એકલા સાવ એકલા જ પ્રભુજીની આજ્ઞા શિરોધાર્ય કરી તેઓથી વિખૂટા પડ્યા, પરમાત્માના વચન ઉપરની કેવી અતૂટ શ્રદ્ધા, કેવી નમ્રતા અને કેવી લઘુતા', દેવશર્મા તો બોધ ન પામી શક્યો બલ્ક પાછાં વળતાં લોકમુખે સમાચાર મળ્યા કે મહાવીરદેવ તો સદાય માટે અમને છોડી મુક્તિપુરીમાં પહોંચી ગયા છે. ત્રીસ વરસના સતત સાન્નિધ્યને તોડી-તરછોડી વિખૂટા થઈ ગયા છે. પછીનો આપનો વિલાપ આજેય જૈન ઇતિહાસમાં અમર છે. કદાચ સંસારીઓ પણ તેવી લાગણીથી રડ્યા નહીં હોય, જ્યારે આપ તો ધીર-ગંભીર છતાંય સરળ બાળક જેવા હતા. ' (૧૮) જેમ માન એ જ આપના ઉત્થાનનું કારણ બન્યું, જેમ નિઃસ્પૃહિતા એ જ લબ્ધિની ઉપલબ્ધિઓ બની તેમ વિલાપ એ જ કેવળજ્ઞાન અને નિર્વાણ પછીના ભગવંત સાથેના ચિરકાલીન મિલાપનું કારણ બન્યું. કેવા અનુપમ પુણ્યશાળી આપ હતા કે દોષો જ ભગવંત મળ્યા પછી ગણો બની
ગયા! પાપકર્મો જ પુણ્યમાં પલટાઈ ગયાં અને અંતે પાપ-પુણ્ય પણ નિર્જરાના હેતુ બની ગયા અને બેસતા માસના ઊગમતા પરોઢે સૂર્યોદય પૂર્વે જ કેવળજ્ઞાનરૂપી મહામૂર્યથી આપ સ્વયં પ્રકાશિત થઈ ગયા.
(૧૯) ગુણાનુરાગ અને પ્રમોદભાવનામાં આપને હે ગૌતમ ભગવંત! ન પહોંચી શકાય. ૧૪000 સાધુઓમાં શ્રેષ્ઠ સંયમી તરીકે ભગવાન ધના અણગારનું નામ લે, શ્રેણિક જેવા આરંભ-સમારંભમાં બેઠેલાને ભાવિ તીર્થકરના જીવદળ તરીકે સવિશેષ નવાજે, ઉદાયન જેવા અંતિમ રાજર્ષિ માટે તેમની દીક્ષાને મહત્ત્વ આપી તીર્થકર ઉગ્ર વિહાર કરે અને છેલ્લે પણ હસ્તિપાલ રાજાનાં આઠ સ્વપ્નના આધારે ભગવાન ભાવિભાવની ઉમદા કથાઓ અને સિદ્ધાંતોની પ્રરૂપણા કરે ત્યારે પોતા કરતાંય બીજાનું મહત્વ વધતું દેખાય છતાંય આપશ્રીની મુખની મલક ઓછી ન થાય ત્યારે પણ પ્રમોદભાવના અત્યંત છલકાય તે બધુંય આપશ્રીના ગુણવૈભવને આભારી છે.
(૨૦) વડીલો પ્રત્યેની આમન્યા પણ કેવી અનુપમ? ઉંમર તથા દીર્ઘપર્યાયમાં મોટા પણ ફક્ત ત્રણજ્ઞાનના ધણી એવા પાર્થપ્રભુના સંતાનીય કેશી ગણધરને સામેથી મળવા ચારજ્ઞાનના ધણી આપ પધારો, શિવરાજર્ષિના મિથ્યાજ્ઞાનને દૂર કરવા અને ભગવંતની અસંખ્ય દ્વીપ-સમુદ્રની પ્રરૂપણાને સમજાવવા પણ આપ જેવા જ્ઞાનીપુરુષ અજ્ઞાનીની સન્મુખ સામેથી જાય, માસક્ષમણના પારણે માસક્ષમણ કરનાર પણ
=
"
5"
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org