________________
જૈન શ્રમણ
૮૩
, હસે . .
આ રૂઢવાક્ય ભદંતના શ્રીમુખથી આપ પ્રતિ છૂટે અને નિકટવર્તી અનેક પ્રમાદીઓને ઝંકાર થઈ જાય; ગુરુશિષ્યની આ ગૂઢ-ગંભીર નીતિ-રીતિથી અનેરું જે વાતાવરણ ઉત્પન્ન થતું હતું તે તો નજરે નિહાળનાર પુણ્યશાળી અમે તો નથી જ.
(૧૩) ચારિત્ર-જીવનના પ્રથમના લાગટ ત્રીસ વરસ સુધી આપ હે ગૌતમજી! પરમગુરુ પરમાત્માના અંતેવાસી ગણધર, દીર્ઘવિહારાદિ છોડી લગાતાર નિત્ય પરમાત્માની દરરોજની બે પ્રહર જેવી દેશના અને પચાસ-પચાસ વરસ સુધી જીવ (આત્મા) સંબંધી ગૂંચ પ્રશ્નને પણ કોઈ સમક્ષ રજૂ ન કરનાર આપશ્રીએ દરરોજના ત્રણ-ચાર પ્રશ્નો પૂછી-પૂછીને કુલ ૩૬,૦૦૦ જેટલી જિજ્ઞાસાઓ લોકહિતાર્થે પ્રભુજી પાસે ઠાલવી દીધી હતી. દેવાધિદેવે પણ દેવ, માનવ કે સમગ્રલોક સંબંધી બધાય પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તરો આપી દીધા હતા, જે આજેય પણ પાંચમા અંગ ભગવતીસૂત્રરૂપે સુધર્માસ્વામીજીની કૃપાથી ઉપલબ્ધ છે. ધન્ય છે જ્ઞાનપિપાસાને!
Sત !
IL:TFIT
:
.
'ના
& "
પં. '
'
તાપસોને ખીરનાં પારણાં કરાવતા શ્રી ગૌતમસ્વામી મળતો. ધન્ય છે આપના શાલીન, ઉદાર અને સૌજન્યભરપૂર સ્વભાવને!
(૧૧) અપ્રમત્તતા કેવી કે અષ્ટાપદજી ઉપર જઈને જિનબિંબોને વાંદીને પણ વિશ્રામ નહીં. બલકે સુવર્ણકમળ ઉપર બિરાજિત થઈ વિથમણ જેવા દેવોને પુંડરીક-કંડરીકની કથાવાર્તા કહી સંયમી ઉપરની શંકા દૂર કરવા પુરુષાર્થ કર્યો, એટલું જ નહીં આપની બોધશૈલીથી ભાવિત તિર્યગજjભક દેવતા તો આયુનાં અંતિમ પ00 જેટલાં વરસો સુધી દેવતાઈ રંગ-રાગવિલાસ મધ્યે પણ ઉદાસ બની ગયો. વૈરાગ્ય પ્રભાવે ત્યાંથી ચ્યવી માનવભવ પામી ફક્ત ત્રણ વરસની બાળવયે સંસાર છાંડનાર વજસ્વામી નામે દસપૂર્વધર બની દેવલોક સિધાવી ગયો. હે ગૌતમ! આપના નિર્વાણ પછી પણ આપની દેશના પ્રભાવે કોઈ શાસન-પ્રભાવક-રક્ષક કે આરાધક બને તે સત્ય બીના અનેકોના જીવનાનુભવો છે, માટે પણ લોકો મહાવીર ભગવાનની જેમ આપશ્રીને ગૌતમ ભગવંત કહી નવાજે છે. જે આપ મહાપુરુષના આદેયનામકર્મનો પ્રતાપ-પ્રભાવ છે. કદાચ માટે માંગલિક પ્રસંગે સકલ શ્રીસંઘ-સંયમીઓ આપનું નામ બોલે છે.
(૧૨) પરમાત્મા પ્રતિ હે ગણધર શ્રેષ્ઠ! આપનો પ્રશસ્ત રાગ તે કેવો કે વારંવાર આપના શ્રીમુખે “હે ભદંતા શબ્દો આવી જાય અને પ્રભુની પણ કપા કેવી કે તેઓ પ્રત્યેક પ્રશ્નોના જવાબમાં “હે ગૌતમ!' ના શબ્દો વાપરી આપશ્રીના નિમિત્તે અનેકોને પ્રતિબોધે. “સમય ગોયમ મા પમાયએ”
[ જેન તીર્થોમાં પાવાપુરી એક વિશિષ્ટ પ્રકારનું સ્થાન ધરાવે છે. તે E ઇન્દ્રભૂતિ ગૌતમનું પ્રભુ સાથેનું મિલન અત્રે થયું.
(૧૪) ભગવાન વીરના છેક ત્રીજા મરીચિના ભવથી જ તેમના કપિલ નામના શિષ્યરૂપે આપનો પાંગરેલો પરિચય, પછી ૧૮મા ભવમાં વાસુદેવના રથસારથિરૂપે થયેલ જન્મ ઉપરાંત અન્ય ભવોમાં પણ થયેલ યોગ-સંયોગ વચ્ચે પણ અકબંધ ગુણવિકાસ અને દોષનાશ દ્વારા આપશ્રીનું હે ગીતમાં અંતિમભવનું સમર્પણ ખરેખર વિનયગુણની પરાકાષ્ઠા છે. તે પ્રશસ્તરાગને પણ પ્રભુજીએ ન પ્રશસ્યો છતાંય ચિરકાળથી દઢ બનેલ સ્નેહરાગ આપશ્રી પરમાત્માના નિર્વાણ-કલ્યાણક સુધી ન ત્યાગી શક્યા તે પણ એક ચિરંજીવી ચરમાવતારીના જીવન-કવનની આશ્ચર્યપ્રદ ઘટના માનીએ છીએ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org