________________
૯૪
સકલાગમ રહસ્યવેદી, જ્યોતિષમાર્તંડ મહાપુરુષ
પૂ. આચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજી મ.
પૂ. આત્મારામજી મહારાજના સમુદાયે એકત્રિત થઈને શ્રી કમલવિજયજી મહારાજને આચાર્યપદારૂઢ કરવાનો નિર્ણય લીધો અને પાટણમાં એ પ્રસંગ ઊજવાયો ત્યારે શ્રી વીરવિજયજી મહારાજે સૌની ઇચ્છાને માન આપીને ઉપાધ્યાયપદનો સ્વીકાર કર્યો હતો. પૂ. આચાર્યશ્રી કમલસૂરીશ્વરજી મહારાજની પાટને શોભાવતા પૂ. ઉપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજ સમર્થ મુનિવર્ય હતા, પરંતુ સં. ૧૯૭૫માં તેઓશ્રી સ્વર્ગવાસી બનતાં આ પાટ-પરંપરા પર શ્રી કમલસૂરીશ્વરજી મહારાજે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ અને શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજને સમર્પિત કર્યા.
શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવાં બે અણમોલ રત્નના ઘડવૈયા તરીકે શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ જૈનશાસનને જે પ્રદાન કર્યું છે તેનું તો મૂલ જ થાય તેમ નથી! ઝીંઝુવાડાના વતની આ મહાપુરુષે ૨૨ વર્ષની વયે પૂ. ઉપાધ્યાય વીરવિજયજી મહારાજના શિષ્ય બનીને, સંયમ સ્વીકારીને, જ્ઞાન–ધ્યાન અને જપ-તપની એવી તો ભીષ્મસાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રપાલક અને ભીમ-કાન્ત ગુણના અનેરા ધારક તરીકે શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી મહારાજાનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયાં!
તેઓશ્રી જ્યોતિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમોના રહસ્યના વેત્તા હતા. તેથી ‘સકલાગમ રહસ્યવેદી' તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષનો પ્રભાવ કોઈ ઓર જ હતો! સાધુસંસ્થા જ્યારે ઓટમાં હતી ત્યારે તેમણે ૬૦–૭૦ શિષ્યોનું સર્જન કર્યું, તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપર્યાયના સાધક-આરાધકને એવો જ શિષ્યસમુદાય મોટી સંખ્યામાં મળી રહે છે.
કોઈપણની ભૂલ થાય તો એની સામે પુણ્યપ્રકોપ ઠાલવવાની જવાદારી અદા કરનારા અને પછી પાછું એટલું જ વાત્સલ્ય વહાવનારા એ મહાપુરુષે જ્ઞાન અને ચારિત્રનાં એવાં બીજ વાવ્યાં કે, એને વિકસાવનારા બે મહાપુરુષો-શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપમાં આપણને મળી આવ્યા! તે સમયે કોઈ પણ ચર્ચાસ્પદ બાબતમાં પૂ. દાનસૂરીશ્વરજી
Jain Education International
વિશ્વ અજાયબી :
મહારાજનો બોલ પ્રમાણ ગણાતો. આટલી હદ સુધી તેઓશ્રીની પ્રતિષ્ઠા હતી તેના મૂળમાં તેમનું અગાધ જ્ઞાન અને ઊંડી ચારિત્રનિષ્ઠા હતાં. પાટડી જેવા નાના ગામને પોતાની સ્વર્ગારોહણભૂમિ દ્વારા ઐતિહાસિક બનાવી જનારા આ મહાત્માની તવારીખો નીચે પ્રમાણે છે :
જન્મ : સં. ૧૯૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘોઘા, આચાર્યપદ : સં. ૧૯૮૧ છાણી અને સ્વર્ગવાસ : સં. ૧૯૯૨ પાટડી.
નવયુગ-પ્રવર્તક, શાસ્ત્રવિશારદ પૂ. આચાર્યશ્રી વિજયધર્મસૂરીશ્વરજી (કાશીવાળા) મહારાજ
પ્રાકૃતિક
દૃશ્યોથી
નયનરમ્ય મહુવા નગરીમાં ‘શ્યામવચ્છ’ જેવા પવિત્ર ખાનદાન કુળમાં રામચંદ્ર શેઠ અને કમળા શેઠાણી ઉદાર, સરળ, શિયળસંપન્ન અને જૈનધર્મના રંગે રંગાયેલાં રહેતા. સત્યચરિત કુટુંબોમાં ચારિત્રશીલ
સંતાનો જન્મે છે અને સ્વ-પરનાં કલ્યાણમય કાર્યો કરીને જગતને ઊર્ધ્વગામી બનાવે છે. આવા એક પુણ્યશાળી દંપતીને ત્યાં પૂજ્યશ્રીનો જન્મ થયો હતો. જન્મનામ મૂળચંદ હતું. બાળપણથી ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા મૂળચંદને શાળાના શિક્ષણમાં બહુ રસ પડ્યો નહીં, એટલે પિતાએ દુકાને બેસાડી દીધા. વેપાર-ધંધો કરતાં કરતાં મૂળચંદ સટ્ટાને રવાડે ચડી ગયા. એમાં એક વાર મોટી ખોટ ખાધી. પિતાએ ઠપકો આપ્યો. આ આઘાતથી મૂળચંદની વૈરાગ્યવૃત્તિ જાગી ઊઠી. તે ભાવનગર આવ્યા. ત્યાં પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના વ્યાખ્યાન શ્રવણનો અવસર પ્રાપ્ત થયો. મૂળચંદ મુનિવર્યશ્રીની વાણીથી અત્યંત પ્રભાવિત થયા. તેણે દીક્ષા લેવાનો અટલ નિર્ધાર કર્યો. પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈ મુનિ ધર્મવિજયજી બન્યા.
સંસારી જીવનની તડકી-છાંયડીમાંથી મુક્ત થયેલા પૂજ્યશ્રીએ સંયમજીવન સ્વીકારીને નિશ્ચય, કર્યો કે ગુરુદેવનાં ચરણોની સેવા કર્યા વિના સૂવું નહીં, પઠનપાઠન અને દીક્ષાપાલનમાં નિરુદ્યમી અને નિરુત્સાહી થવું નહીં, અસંયમનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org