________________
૩૮
આગમ પ્રકાશનના સંપાદક
છે
મુખ્ય
ને
Jain Education Intemational
આગમપ્રભાકર
શ્રી
પુણ્યવિજયજી મહારાજ પછી તેઓને વિનંતિ થતાં તેઓએ આ કાર્ય સંભાળ્યું છે અને આજે ૮૫ વર્ષ કરતાં વધુ ઉંમરના હોવા છતાં દિવસરાત આગમ સંશોધનના મહાન કાર્યમાં રચ્યા પચ્યા રહે છે.
મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ
પ.પૂ. શ્રુતશીલવારિધિ આગમ સંશોધક દર્શનશાસ્ત્રી મુનિપ્રવર શ્રી જંબૂવિજયજી મ.સા. માટે લખાયેલ આ પ્રશસ્તિ દુર્ભાગ્યે તેઓશ્રીનો કાર્તિક વદ-૧૨, શુક્રવારે, તા. ૧૩ નવેમ્બર, ૨૦૦૯ના રાજસ્થાનમાં એક અકસ્માતમાં કાળધર્મ પામતાં શ્રદ્ધાંજલી બને છે. તેઓના કાળધર્મથી સમગ્ર જૈન સમાજે એક મહાન સંશોધક, આગમજ્ઞાતા જીવદયાના મહાન જ્યોતિર્ધર ગુમાવ્યા છે. જૈન સમાજમાં નજીકના ભવિષ્યમાં તેઓશ્રીની ખોટ પૂરી થાય એવી કોઈ જ શક્યતા જણાતી નથી.
શ્રી
એ જ રીતે જૈનદર્શનનિર્દિષ્ટ અધ્યાત્મ વિદ્યામાં ભારતમાં અને ભારત બહાર જો કોઈનું નામ ગૌરવ અને આદરપૂર્વક લેવાતું હોય તો તે છે સ્વ. પરમ પૂજ્ય અધ્યાત્મનિષ્ઠ મુનિરાજ અમરેન્દ્રવિજયજી મહારાજ. તેઓએ જૈનજૈનેતર સૌને ખરેખર આત્મકલ્યાણમાં ઉપયોગી માર્ગદર્શન મળે તેવો પ્રયત્ન કરેલ છે અને તે દૃષ્ટિએ તેઓએ લખેલ બે પુસ્તકો ખૂબ જ શ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ મહત્ત્વપૂર્ણ છે. એક છે આપણે આત્મનિરીક્ષણ કરીશું?' અને બીજું છે ‘આત્મજ્ઞાન અને સાધનાપથ'. આ બંને પુસ્તકોની ગુજરાતી ભાષામાં પાંચ
વિશ્વ અજાયબી :
પાંચ, છ છ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે અને એ સિવાય હિન્દી અને અંગ્રેજી ભાષામાં પણ તે પ્રકાશિત કરવાની માંગણી આવેલી છે. તદુપરાંત તેઓએ ‘વિજ્ઞાન અને અધ્યાત્મ' નામે પણ એક સુંદર મઝાનું પુસ્તક જૈન સમાજને ચરણે ધર્યું છે, જેનું વૈજ્ઞાનિક મહત્ત્વ છે. આજના યુગમાં વિજ્ઞાનનિષ્ઠ નવી પેઢી માટે એ પુસ્તક પણ ખૂબ જ અગત્યનું છે, જેનો અંગ્રેજી અનુવાદ પણ પ્રસિદ્ધ થયેલ છે.
એ પછી એમનાં પુસ્તકોનું સંશોધન, સંપાદન અને અનુવાદનું કાર્ય સંભાળનાર પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ પણ બહુમુખી પ્રતિભા છે. તેઓ જૈનદર્શન અને અધ્યાત્મના નિષ્ણાત તો છે જ, પરંતુ સાથે સાથે વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના પણ તેઓ સારા અભ્યાસુ છે. તેઓ મૂળ કચ્છના બિદડા ગામના હોવાથી કચ્છી ભાષાના પણ જાણકાર છે અને તે જ કારણે તેઓ કચ્છી કવિ તેજના કાવ્યોનો સરળ અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ કરે છે. તેઓ આત્મનિષ્ઠ સાધક હોવાથી સંપ્રદાયમુક્ત છે અને તેથી અવારનવાર વિપશ્યના સાધના પણ કરે છે. પોતે પણ એક અચ્છા કવિ છે. તેઓએ મહાન તાર્કિક યાકિનીમહત્તરાસુન્ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી દ્વારા રચિત પ્રાકૃત ગદ્ય *“પંચસૂત્ર”નો સંસ્કૃતમાં શ્લોકબદ્ધ પદ્યાનુવાદ પણ કર્યો છે.
૫.પૂ.ઉપા.શ્રી ભુવનચંદ્રજી મ.
આ રીતે સમગ્રતયા જોતાં જૈન શ્રમણસંસ્થાના મહાન આચાર્યોએ પદ્ધતિસર કોઈ વિશ્વવિદ્યાલય, કોલેજ કે યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું ન હોવા છતાં સમગ્ર સમાજ અને વિશ્વ ઉપર તેમનો અચિત્ત્વ પ્રભાવ રહ્યો છે અને રહેશે એ વાતમાં કોઈ શંકા નથી. એનું કારણ એટલું જ છે એમનું શિક્ષણ ક્યારેય અર્થલક્ષી રહ્યું નથી પરંતુ પરોપકારલક્ષી રહ્યું છે. અહીં તો માત્ર કેટલાકનો જ સામાન્ય પરિચય આપ્યો છે. બાકી આ વિષય બહુગહન છે.
* પંચસૂરત ગ્રંથના રચયિતા શ્રી ચિરંતનાચાર્ય કહેવાય છે. તેના પર ટીકા હરિભદ્રસૂરિજી મ.સા.ની છે તેવી વાત પ્રસિદ્ધ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org