________________
: ૧૫:
શાસ્ત્રીય પરિભાષામાં બીજી રીતે સામાન્યતઃ ચાર વિભાગમાં પણ વહેંચણી કરવામાં આવેલી છે. (૧) અર્થકથા, (૨) કામકથા, (૩) ધર્મકથા, (૪) મોક્ષકથા*
અર્થકથા– અર્થતંત્ર વિષયક, ખેતી, હુન્નર, ઉદ્યોગ, શિલ્પ, ચિત્રકળા, ધાતુવાદ, વૈદ્યકશાસ્ત્ર સંબંધી કથાઓ.
કામકથા– કામ ઉદ્દીપક કથાઓ. સ્ત્રી-પુરૂષના રૂ૫, શૃંગાર, લાવણ્ય, હાસ્ય, હાવ, ભાવ, વિલાસ, દંપતીપ્રેમ, કોકશાસ્ત્ર સંબંધી વાર્તાઓ.
ધમકથા– આત્મકલ્યાણ વિષયક. યતિધર્મ, ગૃહધમ, સમ્યકત્વ, માર્ગનુસારિતાને પ્રાપ્ત કરાવનાર સંવેગ અને નિવેદજનક કથાઓ.
સંકીર્ણકથા– અર્થ, કામ અને ધર્મ એ ત્રણેના ભાવથી સંમિશ્ર કથાઓ. શ્રોતાને ધમ પ્રાપ્તિ કરાવવાના ઉદ્દેશથી અર્થ કામની કથાઓ સાથે ધર્મકથા કહે તે પણ સંકીર્ણ કથા છે. એવા કાવ્યો, કથાનકે, આખ્યાને, આખ્યાયિકાઓ, નાટક, સંવાદ, હેતુ, દષ્ટાન્ત, તર્ક વિગેરેને પણ આમાં સમાવેશ થઈ શકે છે. - આ રીતે કથાઓ ત્રણ અને ચાર વિભાગોમાં આવી શકે છે. એમાં આ “ઉપમિતિ ભવ પ્રચંગ કથા સારોદ્ધાર” ગ્રંથને વિચાર કરીએ તે ત્રણ ભિાગમાથી મનુષ્ય સંબંધી કથામાં સમાવેશ થાય. કારણ કે સંસારીજીવ-તસ્કર શ્રી સદાગમની સાનિધ્યમાં રહેલા પ્રજ્ઞાવિશાલા, અગ્રહીતસંકેતા અને ભવ્યપુરૂષ–શ્રી સુમતિને જે પિતાની આપવીતિ કથા અથથી ઇતિ સુધી સંભળાવે છે, એમાં પ્રસ્તાવ
* एत्थ समनओ चत्तारि कहाओ हवंनि । તં ગાથા, જામજા, ધબ્બા, જિળવાય !
( સમા )