________________
(૫) સ્પર્શ - રસ - ગંધ - વર્ણ નિમિત્ત સંવેદન પરિણતપણામાં પણ સ્પર્શારિરૂપે સ્વયં અપરિણમનને લીધે સદૈવ અરૂપી -
- એવો પ્રત્ય અંતર્ગત (પૃથક, ભિન્ન) આ હું સ્વરૂપ સંચેતી રહેલો પ્રતપું છું અને એમ પ્રતપતી મ્હારૂં - બહિરૂ વિચિત્ર સ્વરૂપ સંપથી પરિક્રુટતા વિશ્વમાં પણ - કંઈ પણ અન્ય પરમાણુમાત્ર પણ આત્મીયપણે પ્રતિભાસતું નથી, - કે જે ભાવકપણાએ કરી અને શેયપણાએ કરી એકરૂપ થઈ પુનઃ મોહ ઉલ્કાવાવે છે – (કારણકે) “સ્વરસથી અપુનઃ પ્રાદુર્ભાવાર્થે (પુનઃ પ્રાદુર્ભાવ ન થાય એમ) સમૂલ મોહને ઉમૂલીને મહતુ જ્ઞાનોદ્યોતનું પ્રસ્તુરિતપણું છે માટે.
આમ પરમ સમર્થ અનન્ય ટીકાકાર ભગવાન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સર્વત્ર પદે પદે આત્માની ખ્યાતિ વિસ્તારતી આ સૂત્રમયી ભગવતી “આત્મખ્યાતિ' અમૃત વૃત્તિમાં, તેના અક્ષરે અક્ષરનું અનંતગુણવિશિષ્ટ તત્ત્વમંથનમય પરિભાવન કરતું, પરમ પરમાર્થગંભીર અપૂર્વ અદ્ભુત અનન્ય ષોડશ તત્ત્વકલા પરિપૂર્ણ વ્યાખ્યાન પ્રકાશી, “અમૃતચંદ્ર' નામની યથાર્થતા પોકારતી પરમતત્ત્વામૃતમયી અમૃતવાણીની રેલછેલ કરી છે.
આ “આત્મખ્યાતિ'માં ઉપસંહારરૂપ અમૃત સમયસાર કળશ (૩૨) અમૃતચંદ્રજી અપૂર્વ પરમભાવોલ્લાસથી લલકારે છે - “લોકપર્વત ઉછળી રહેલા શાંતરસમાં આ સમસ્ત લોકો એકી સાથે જ નિર્ભરપણે મજ્જન કરો ! વિભ્રમ - તિરસ્કરિણીને (પડદી) આપ્લાવિત કરી, આ ભગવાન અવબોધસિંધુ (શાનસિંઘુ) આત્મા પૂરેપૂરો પ્રોન્મગ્ન થયો છે !'
અર્થાત્ - અત્રે સમસ્ત મુમુક્ષુ શ્રોતાજનને જ નહિ પણ સમસ્ત લોકોને પરમ પ્રેરણા - આહ્વાન રૂપ આ અમૃત સમયસાર કળશમાં મહા અધ્યાત્મનાટ્યકાર પરમ પરમાર્થ - મહાકવિવર અમૃતચંદ્રજી અદ્દભુત નાટકીય શૈલીથી ઉદ્બોધન કરે છે કે - આ પરમ શાંતરસ એટલો બધો ઉલ્લાસ પામ્યો છે કે તે લોકપયત - ઉછળી રહ્યો છે ! એ શાંતરસમાં અહો લોકો ! બધાય એકસાથે જ નિર્ભરપણે મજ્જન કરો ! જુઓ ! વિભ્રમરૂપ “તિરસ્કરિણીને' - આત્માને આવરરૂપ નાનકડી “પડદી'ને આપ્લાવિત કરી, આ ભગવાન અવબોધસિંધુ આત્મા પ્રોન્મગ્ન થયો છે !
આ નાટક “સમયસાર કળશ નામનું મહાનું અધ્યાત્મનાટક છે. જેમ બહિરંગ નાટકમાં નાના પ્રકારના પાત્ર વસ્ત્ર-આભરણથી સારી પેઠે બનીઠની પોતપોતાની વેષભૂષા ધારણ કરી, નાટકશાળામાં રંગભૂમિ પર નાટકમાં પોતપોતાનો ભાગ ભજવવા આવે છે, તેમ આ અંતરંગ નાટકમાં નાના પ્રકારના જીવાદિ તત્ત્વ-પાત્ર સ્વરૂપ સમૃદ્ધિથી સમૃદ્ધ બની, પોતપોતાની વિશિષ્ટ સ્વરૂપ શોભા ધારણ કરી, આ અધ્યાત્મ નાટક શાળામાં - આ ગ્રંથરૂપ અધ્યાત્મ રંગભૂમિ પર પોતપોતાનો ભાગ ભજવવા આવે છે.
બહિરંગ નાટકમાં પડદો હોય છે, તે જ્યાં લગી પડ્યો હોય છે, ત્યાં લગી રંગભૂમિ અને પાત્રનું દેશ્ય ચેષ્ટિત દેખી શકાતું નથી, પણ પડદો ખુલતાં જ રંગભૂમિ અને પાત્રનું દૃશ્ય ચેષ્ટિત દેષ્ટિ સન્મુખ ખડું થાય છે, તેમ અંગરંગ નાટકમાં વિભ્રમ-મોહરૂપ પડદો હોય છે, તે જ્યાં લગી પડ્યો હોય છે ત્યાં લગી આ અધ્યાત્મ ગ્રંથરૂપ રંગભૂમિ અને તે પરના તત્ત્વ-પાત્રનું દૃશ્ય સ્વરૂપ ચેષ્ટિત દેખી શકાતું નથી, પણ વિભ્રમ - મોહનો પડદો ખૂલતાં જ આ રંગભૂમિ અને તે પરના તત્ત્વ - પાત્રનું યથાર્થ સ્વરૂપ - દેશ્ય ચેષ્ટિત દૃષ્ટિ સન્મુખ ખડું થાય છે. એટલે સહૃદય દ્રા પ્રેક્ષક ગણ નાટ્યરસમાં મજ્જન કરે છે, તેમ અધ્યાત્મરસીયા સજ્જન તલ્લીન તન્મય બની જાણે અધ્યાત્મ નાટકના પરમ શાંતસુધારસમાં મજ્જન કરે છે - ડૂબી જાય છે !
બહિરંગ નાટકમાં જેમ દષ્ટા સભ્ય પ્રેક્ષકગણ હોય છે, તેમ આ અંતરંગ નાટકમાં દ્રષ્ય પ્રેક્ષકગણ આત્માર્થી મુમુક્ષજન હોય છે. બહિરંગ નાટક જેમ પૂર્વરંગ અને વિવિધ અંકોમાં વિભક્ત હોય છે, તેમ આ અંતરંગ નાટક પણ પૂર્વરંગ અને નવ અંકમાં વિભક્ત છે. બહિરંગ નાટકમાં જેમ મુખ્યપણે કોઈ શૃંગાર-અદ્ભુત-કરુણ-વીર આદિમાંથી કોઈ એક રસનું પ્રાધાન્ય હોય છે, તેમ આ અંતરંગ નાટકમાં
૯