________________
કરીને, નિશ્ચિતપણે આ પાકું છે એમ જાણી શાની સતો, તે વસ્ત્ર અચિરથી (વાર લગાડ્યા વિના) છોડી ઘે છે ઃ તેમ જ્ઞાતા પણ સંભ્રાંતિથી પરકીય ભાવોને લઈ આત્મીય પ્રતિપત્તિથી (પોતાના માની) આત્મામાં અઘ્યાસી શયન કરી રહ્યો છે, તે સ્વયં (પોતે) અજ્ઞાની હોઈ ગુરુથી પરભાવ વિવેક કરી એક કરાતો સતો, ઝટ પ્રતિબુદ્ધ થા ! (પ્રતિબોધ પામ !) નિશ્ચયથી આ આત્મા એક જ છે' એમ અનેકવાર શ્રૌત વાક્ય શ્રવણ કરતાં, અખિલ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરીને, નિશ્ચિતપણે આ પરભાવો છે એમ જાણી શાની સતો, અચિરથી છોડી દ્યે છે.' આમ ‘આત્મખ્યાતિ' ગદ્ય ભાગમાં ઉપરમાં કહી દેખાડ્યું, તે ભાવના સમર્થનમાં પરમ આત્મનિશ્ચયી પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીએ આ અમૃત કળશ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે અનવમ (નવા નહિં એવા, પુરાણા) પરભાવના ત્યાગની દૃષ્ટાંત દૃષ્ટિ જ્યાં લગીમાં અત્યંત વેગથી વૃત્તિમાં અવતરતી, ત્યાં લગીમાં તો સકલ પરકીય ભાવોથી ઝટ વિમુક્ત થયેલી આ અનુભૂતિ સ્વયં આવિર્ભૂત થઈ !' અર્થાત્ આ પરભાવ ત્યાગ સંબંધી સિદ્ધાંતને દઢ કરવા માટે જે અત્ર પરમ સમર્થ અનુપમ દૃષ્ટાંત વિવરી દેખાડ્યું તેની દૃષ્ટિ આત્માની વૃત્તિમાં ઉતરે, ત્યાં તો સર્વ પરભાવોથી સર્વથા ઝટ લઈને વિમુક્ત થયેલી આ અનુભૂતિ સ્વયં આપોઆપ આર્વિભૂત થઈ !
હવે અનુભૂતિનો પરભાવવિવેક કેવી રીતે થયો ? અત્ર (૩૬)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે મ્હારો કોઈ પણ મોહ છે નહિ, ઉપયોગ જ હું એક બૂઝાય - જણાય છે, તે મોહનિર્મમત્વ સમયના વિજ્ઞાયકો કહે છે.' આ ગાથાની અદ્ભુત તાત્ત્વિક મીમાંસા કરતાં અમૃતચંદ્રજી આત્મખ્યાતિ'માં પ્રકાશે છે – ‘અહીં નિશ્ચયે કરીને ફલદાન સમર્થતાએ કરી પ્રાદુર્ભૂત થઈ ભાવક સતા પુદ્ગલ દ્રવ્યથી અભિનિર્વર્તાઈ રહેલો (સર્જાતો, ઉપજાવાતો) એવો કોઈ પણ પ્રકારનો કોઈ પણ મ્હારો મોહ છે નહિ - કારણકે ટંકોત્કીર્ણ એક શાયક સ્વભાવભાવનું પરમાર્થથી પરભાવથી ભાવાવાનું અશક્યપણું છે માટે, પણ આ છે કે - સ્વયમેવ વિશ્વપ્રકાશથી ચંચુર (ચમકતી) વિકસ્વર એવી અનવરત પ્રતાપ સંપાળા ચિત્ત્શક્તિમાત્ર સ્વભાવભાવથી ભગવાન આત્મા જ અવબોધાય છે (જણાય છે), કારણકે સ્ફુટપણે હું નિશ્ચયથી એક છું, તેથી સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહના નિવારવાના અશક્યપણાને લીધે - મજ્જિત અવસ્થામાં પણ - દહીં - ખાંડ અવસ્થાની જેમ - પરિસ્ફુટ સ્વદાતી સ્વાદભેદતાએ કરીને, હું મોહ પ્રતિ નિર્મમત્વ છું - સર્વદા જ આત્મ એકત્વગતપણાએ કરીને સમયનું એમ જ સ્થિતપણું છે. માટે એવા પ્રકારે આમ ભાવક-ભાવનો વિવેક થઈ ગયો.' આ ૫રમાર્થ ગંભીર ‘આત્મખ્યાતિ'નો પરમાર્થઆશય આ લેખકે અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં વિસ્તારથી સ્પષ્ટ સમજાવ્યો છે.
=
–
-
.
ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે કહ્યું એના સમર્થનમાં તેની પરિપુષ્ટિરૂપ ઉત્કૃષ્ટ આત્મભાવનામય અમૃત સમયસાર કળશ (૩૦) પરમ આત્મભાવનાથી અત્યંત ભાવિતાત્મા સંવેગાતિશયથી લલકાર્યો છે મહામુનીશ્વર અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી (સમશ્લોકી) ‘સર્વતઃ સ્વરસનિર્ભર ભાવ, ચેતું એક સ્વ સ્વયં અહીં સાવ; છે ન છે ન મુજ કોપણ મોહ, શુદ્ધ ચિન મહોનિધિ છું હું.' અર્થાત્ - ‘સર્વતઃ સ્વરસથી નિર્ભર’ બીજું કાંઈ પણ ન ભરાય - ન સમાય એમ ઠાંસો ઠાંસ ભરેલ અનવકાશ ‘એક’ અદ્વિતીય અદ્વૈત એવા સ્વને - આત્માને હું સ્વયં – પોતે ચેતું છું - વેદું છે - અનુભવું છું. જ્યાં સર્વ બાજુએ સર્વ પ્રદેશે સર્વ પ્રકારે એક શુદ્ધ ચૈતન્ય રૂપ સ્વરસ જ છે, જ્યાં સર્વ પ્રદેશે ચૈતન્ય ચૈતન્ય અને ચૈતન્યરસ જ નિર્ભર ભર્યો છે, એવા પરમ ચૈતન્યરસથી પરિપૂર્ણ એક આત્માને હું પોતે અનુભવી રહ્યો છું. નાસ્તિ નાસ્તિ મમ જ્જન મોહઃ - આવા મ્હારો કોઈ મોહ છે નહિં છે નહિ, હું તો શુદ્ધ ચિદ્દન મહોનિધિ - મહાતેજનિધિ છું, જ્યાં સર્વ પ્રદેશે ચેતન ચેતન ને ચેતન જ એવો હું ચૈતન્યનો ઘન - ચૈતન્યઘન છું.
-
-
-
=
Fe
-
ધર્મ
હવે સાડત્રીશમી (૩૭) ગાથામાં શેય ભાવનો વિવેક પ્રકાર કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્યો છે આદિ મ્હારા છે નહિ, ઉપયોગ જ હું એક બૂઝાય (જણાય) છે, તે ધર્મનિર્મમત્વ સમયના વિજ્ઞાયકો કહે
-