________________
પાર્શ્વવર્તી થઈ મુહૂર્ત અનુભવ ! અર્થાત્ ‘ભવમૂર્તિ'નો ભવની સંસારની જે ‘મૂર્તિ' - મૂર્તિમાન સ્વરૂપ છે એવા મૂર્ત પુદ્ગલમય દેહનો ‘પાર્શ્વવર્તી’ પાર્શ્વ - પડખે વર્તનારો પાડોશી મુર્ત્ત ભર અનુભવ કર ! એથી શું ? પૃથક્ વિલસંતા સ્વને સમાલોકીને, ‘પૃથç' - સર્વ અન્ય ભાવથી ભિન્ન એવા સ્વને – પોતાને - આત્માને ‘સમાલોકીને’ સમ્ સમ્યક્ પ્રકારે ‘આ' વસ્તુની મર્યાદા પ્રમાણે ‘લોકીને' – દેખીને સાક્ષાત્ કરીને, ઝટ જ મૂર્તિનો સાથે એકપણાનો મોહ તું છોડી જશે. અર્થાત્ આ જડ દેહ જાણે મરી ગયો છે અને તું તેને પાડોશીની જેમ પડખે રહીને તટસ્થ સાક્ષીભાવે જોયા કરે છે એવો અનુભવ કર ! એટલે ‘પૃથક્' તે દેહથી સાવ ભિન્ન વિલસી રહેલા એવા આત્માનું તને સમ્યગ્ દર્શન થશે અને તે અમૂર્ત આત્માનું સમ્યગ્દર્શન થશે એટલે તું ઝપાટાબંધ જ આ મૂર્ત્તિ' - મૂર્ત દેહ સાથેના એકત્વનો મોહ છોડી જશે. હે મુમુક્ષુ ! આત્માનુભવની આ અમે આપેલી રહસ્યચાવી (master-key) તું આત્માનુભવ કરીને પોતે જ અજમાવી જો !
=
પછી ૨૬મી ગાથામાં અપ્રતિબુદ્ઘ આશંકા કરે છે ‘જીવ જો શરીર નથી તો તીર્થંકર આચાર્ય સંસ્ક્રુતિ તે સર્વે પણ મિથ્યા હોય છે, તેથી આત્મા છે દેહ છે.’ આના અનુસંધાનમાં ‘આત્મખ્યાતિ’માં ‘ાંચૈવ : સ્નયંત્તિ' ઈ. અમૃત સમયસાર કળશ (૨૪) મહાકવિ અમૃતચંદ્રજી સંગીત કરે છે ૨૭-૨૮-૨૯-૩૦ ગાથામાં આચાર્યજી વ્યવહાર - નિશ્ચયની વિવિક્ષાથી સાંગોપાંગ સમાધાન પ્રકાશે છે ‘(૧) વ્યવહાર નય ભાખે છે કે જીવ અને દેહ ખરેખર ! એક છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે તો જીવ અને દેહ કદાપિ એક અર્થ નથી. (૨) તે આ પ્રકારે - જીવથી અન્ય એવા આ પુદ્ગલમય દેહને તે નિશ્ચયમાં સ્તવી મુનિ માને છે કે મ્હારાથી કેવલી ભગવાન સંસ્તવાયા વંદાયા. (૩) (તથાહિ) યુક્ત નથી, કારણ કે શરીર ગુણો કેવલિના હોતા નથી, જે કેવલિ ગુણોને સ્તવે છે, તે કેવલી તત્ત્વને સ્તવે છે. (૪) શરીર સ્તવનથી - તેના અધિષ્ઠાતાપણાને લીધે - આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત છે ? એમ પૂછો તો નગરનું વર્ણન કરવામાં આવ્યે જેમ રાજાની વર્ણના કૃતા (કરાયેલી) હોતી નથી, તેમ દેહ ગુણ સ્તવવામાં આવતાં કેવલિ ગુણો સ્તુત (સ્તવાયેલા) હોતા નથી.' અત્રે આ ગાથાના અનુસંધાનમાં ‘આત્મખ્યાતિ'માં મહાકવિ અમૃતચંદ્રજીએ સ્વભાવોક્તિમય અદ્ભુત કાવ્ય ચમત્કૃતિવાળા આ બે (૨૫-૨૬) અમૃત સમયસાર કળશ અપૂર્વ તત્ત્વકળાથી સંદબ્ધ કર્યા છે - (૧) કિલ્લાથી જે આકાશને કોળીઓ કરી ગયું, ઉપવનરાજીથી (બગીચાઓની શ્રેણીથી) જે ભૂમિતલને ગળી ગયું છે, એવું એમ નગર વર્ણવ્યે પણ આ નગર પરિખા-વલયથી (ગોળાકાર ખાઈથી) પાતાલને જાણે પીએ છે વર્ણન રાજાનું – તેનું અધિષ્ઠાતાપણું છતાં, પ્રાકાર - ઉપવન - પરિખાદિમંતપણાના અભાવને લીધે ન હોય. તથૈવ તે જ પ્રકારે - (૨) નિત્ય અવિકાર સુસ્થિત સર્વ અંગવાળું, અપૂર્વ સહજ લાવણ્યવાળું એવું સમુદ્ર જેવું અક્ષોભ પરમ જિવેંદ્ર રૂપ જય પામે છે. એમ શરીર સ્તવવામાં આવતાં પણ તીર્થંકર કેવલિ પુરુષનું - તેનું અધિષ્ઠાતાપણું છતાં - સુસ્થિત સર્વાંગપણું - લાવણ્ય આદિ ગુણના અભાવને લીધે સ્તવન ન હોય' અને આ ગાથાઓની ‘આત્મખ્યાતિ' ટીકામાં અમૃતચંદ્રજીએ વ્યવહાર નિશ્ચયની અદ્ભુત પરમાર્થ વિવિક્ષાથી સાંગોપાંગ નિષ્ણુષ સમાધાન પ્રકાશ્યું છે.
-
-
-
-
હવે (૩૧)મી ગાથામાં કુંદકુંદાચાર્યજી નિશ્ચય સ્તુતિ કહે છે, (તેમાં) જ્ઞેય-શાયકના સંકરદોષના પરિહારથી - જે ઈદ્રિયોને જીતીને શાન સ્વભાવથી અધિક આત્માને જાણે છે, તેને જ નિશ્ચયે કરીને જિતેંદ્રિય તેઓ કહે છે, કે જે સાધુઓ નિશ્ચિત (નિશ્ચયવંત) છે.' શાસ્ત્રકારના આ પરમાર્થબીજરૂપ ભાવને પરમાર્થ વૃક્ષપણે વિકસાવી ‘આત્મખ્યાતિ’કાર અમૃતચંદ્રાચાર્યજીએ ‘આત્મખ્યાતિ’માં ઈંદ્રિયજયનું સંપૂર્ણ વિધાન પરમ અદ્ભુત અનુપમ અનન્ય અલૌકિક પરમાર્થ શૈલીથી નિષ્ઠુષપણે વિવરી દેખાડ્યું છેઅને તે પણ સેંકડો ગ્રંથોથી જે ભાવ ન દર્શાવી શકાય એવા અદ્ભુત પરમાર્થ પ્રકાશક પરમાર્થઘન એક જ સળંગ સૂત્રાત્મક વાક્યમાં મહાનિર્પ્રન્થેશ્વર મહામુનીશ્વરે અનન્ય તત્ત્વલાથી ગૂંથેલ છે. તે વિસ્તારભયથી અત્ર આપેલ નથી. (જુઓ ‘આત્મખ્યાતિ’ અને આ લેખકે લખેલું ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ગાથા- ૩૧-૩૨-૩૩). પછી (૩૨)મી ગાથામાં આચાર્યજી ભાવ્ય ભાવક સંકર દોષના
પ