________________
રહેવાની શક્યપણાને લીધે આત્માનુચરણ ઉપ્લવતું આત્માને સાધે છે, એમ સાધ્ય-સિદ્ધિની તથોડપત્તિ છે - પણ જ્યારે આબાલગોપાલને જ સકલકાલ જ ભગવતી - અનુભૂતિઆત્મા આત્મા સ્વયમેવ અનુભવાઈ રહ્યો છતાં અનાદિ બંધવશથી પરો સાથે એકત્વ અધ્યવસાયથી વિમૂઢને “આ હું અનુભૂતિ' એવું આત્મજ્ઞાન ઉગ્લવતું નથી, ત્યારે સમસ્ત ભાવાંતરના વિવેકથી નિઃશંક જ આસ્થિત રહેવાના અશક્યપણાને લીધે આત્માનુચરણ અનુસ્લવતું આત્માને સાધતું નથી – એમ સાધ્યસિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે.'
અમૃતચંદ્રની આ અદ્ભુત અલૌકિક અનુપમ વ્યાખ્યા પરથી સ્પષ્ટ સમજાય છે કે - “આ હું અનુભૂતિ’ એવું આત્મજ્ઞાન થાય તેની સંગાથે જ તેમજ છે - “તત્તિ’ એવું આત્મશ્રદ્ધાન - આત્મવિનિશ્ચય - આત્મદર્શન ઉપજે છે અને ત્યારે જ “આ હું નહિ, આ હું નહિ' એમ સર્વ ભાવાંતરના વિવેકે કરીને આત્મામાં નિઃશંક સ્થિતિ કરવાના શક્યપણાને લીધે આત્માનુચરણ ઉપજે છે. આ ઉપર જે આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં કહ્યું તેનો સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૨૦) અમૃતચંદ્રજી લલકારે છે - કોઈ પણ પ્રકારે ત્રિત્વ (ત્રિપણું) સમુપાત્ત - સમ્યફપણે ઉપગૃહીત છતાં એકતાથી અપતિત - નહિ પડેલી એવી આ ઉદય પામતી અચ્છ આત્મજ્યોતિ અનંત ચૈતન્ય ચિહ્નવંતી અમે સતત – નિરંતર અનુભવીએ છીએ. ખરેખર ! ખરેખર ! અન્યથા - આથી અન્ય પ્રકારે સાધ્યસિદ્ધિ નથી.” અત્રે “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી મહત્ત્વનું શંકા - સમાધાન દાખવે છે - શંકા - વારુ, જ્ઞાન સાથે તાદાભ્યને લીધે આત્મા જ્ઞાનને નિત્ય ઉપાસે જ છે, તો પછી તે (જ્ઞાન) ઉપાસ્યપણે કયા કારણથી અનુશાસવામાં આવે છે ? સમાધાન - ના, એમ નથી. કારણકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્ય છતાં ક્ષણ પણ જ્ઞાન ઉપાસતો નથી - સ્વયંબુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ કારણ પૂર્વકપણાએ કરીને જ્ઞાનની ઉત્પત્તિ હોય છે માટે. શંકા - તો પછી તે કારણથી પૂર્વે આત્મા નિત્ય જ અજ્ઞાની છે - અપ્રતિબુદ્ધપણાને લીધે. સમાધાન - આ એમ જ છે. ત્યારે કેટલો કાળ આ અપ્રતિબદ્ધ હોય છે ? તે કહો –
તે ગાથામાં (૧૯) આચાર્યજી પ્રકાશે છે - “કર્મમાં અને નોકર્મમાં “હું એવી અને હું કર્મ-નોકર્મ એવી જે નિશ્ચય કરીને બુદ્ધિ જ્યાં લગી હોય છે, ત્યાં લગી અપ્રતિબદ્ધ હોય છે.” આ વસ્તુ અત્રે ઘટના દાંતથી “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ સમજાવી છે - “જેમ સ્પર્શ - રસ - ગંધ – વર્ણાદિ ભાવોમાં અને પૃથુ - બુદ્ધોદર (હોળા ઊંડા પેટવાળા) આકારે પરિણત પુદ્ગલ સ્કંધોમાં આ ઘટ છે એવી અને ઘટમાં આ સ્પર્શ - રસ - ગંધ - વર્ણાદિ ભાવો તથા પૃથુ - બુબ્બોદર (હોળા ઊંડા પેટવાળા) આકારે પરિણત પુદ્ગલ સ્કંધો છે એવી વસ્તુ અભેદથી અનુભૂતિ છે : તેમ કર્મમાં - મોદાદિ અંતરંગ અને નોકર્મમાં - શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી પુદ્ગલ પરિણામોમાં હું એવી અને આત્મામાં કર્મ - મોહાદિ અંતરંગ અને નોકર્મ - શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી પુગલ પરિણામો છે એવી, વસ્તુઅભેદથી જેટલો કાળ અનુભૂતિ છે, તેટલો કાળ આત્મા અપ્રતિબદ્ધ હોય છે. જ્યારે કદાચિત - જેમ રૂપી એવા દર્પણની સ્વ - પર આકાર અવભાસિની સ્વચ્છતા જ છે અને અગ્નિના ઔસ્ય તથા જ્વાલા છે : તેમ નીરૂપ એવા આત્માની સ્વ - પર આકાર અવભાસિની જ્ઞાતા જ છે અને પુગલોના કર્મ તથા નોકર્મ છે - એવી સ્વતઃ કે પરતઃ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ ઉપજશે - ત્યારે જ આ પ્રતિબદ્ધ થશે.” આમ “આત્મખ્યાતિમાં કહ્યું તેના સારસમુચ્ચય અને પરિપુષ્ટિરૂપ અમૃત કળશ (૨૧) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “કોઈ પણ પ્રકારે (કેમે કરીને) નિશ્ચયે કરીને સ્વ થકી વા પર થકી જેઓ ભેદવિજ્ઞાનમૂલા અચલિત અનુભૂતિ પામે છે, તેઓ જ પ્રતિફલનથી - પ્રતિબિંબનથી નિમગ્ન અનંતભાવ સ્વભાવોથી મુકુર - દર્પણની જેમ સતત અવિકાર હોય.'
વારુ, આ અપ્રતિબદ્ધ કેમ લક્ષાય ? એ વસ્તુ ગાથા - (૨૦-૨૧-૨૨)માં કુંદકુંદાચાર્યજીએ પ્રકાશી છે – સચિત્ત, અચિત્ત, વા મિશ્ર (સચિત્તાચિત્ત) એવું અન્ય જે પરદ્રવ્ય તે આ હું છું, આ હું છે, હું આનો જ હોઉં છું, આ મ્હારૂં છે, આ પૂર્વે મ્હારૂં હતું, હું પણ આ પૂર્વકાળે હતો, આ પુનઃ પણ મ્હારૂં હશે અને હું પણ આ હોઈશ, આ અસદૂભૂત આત્મવિકલ્પ સમૂઢ કરે છે, પણ ભૂતાર્થને
૪૩