________________
૩૦]
[ રુકમી શાસન અને સાધુ વર કલંક લાગતું અટકી ગયું. અલબત સંઘમાં હાહાકાર મચી ગયો! સંઘને જબરદસ્ત ખેટ પડી ! શું આચાર્ય મહારાજને એ ધ્યાનમાં નહોતું? હતું, પરંતુ એના કરતાંય શાસનની હીલના અને સાધુમાત્ર પર લેકને અવિશ્વાસ એ મહાભયંકર નુકસાન છે, એમ સમજતા હતા.
બહુ સમજવા જેવું છે. રાભસવૃત્તિથી કે લેભથી કયારેક એવું કાંક બોલી ચાલી નાખીએ કે જેથી જૈનધર્મ પ્રત્યે લોકને સૂગ થાય, એ મામુલી દુષ્કૃત્ય નથી એમાં તે એ લેકેને ભાવમાં પણ જેનધર્મ પામવાનું દૂર હડસેલાઈ જાય ! ઉટાં ધર્મવિરુદ્ધ પ્રવર્તવાનું કરનારા બને! અહીંની સૂગ કે પ્રેમ એ ભાવી તેવી સૂગ કે પ્રેમનું બીજ છે.
માટે જ ડાહ્યા માણસનું કર્તવ્ય છે કે –
(૧) દેવ-ગુરુ, ધર્મના દાનાદિ પ્રકારે, ધર્મસ્થાને, ધર્મશાસ્ત્રો,વિનયાદિ ગુણે, અને ધર્માત્મા પ્રત્યે જેટલે અને તેટલે આદરભાવ અને ભક્તિભાવ, જીવ પ્રત્યે પ્રેમભાવ, તથા દુઃખી અને પાપી પ્રત્યે દયાભાવ ભાગ્યે જ જઈએ, ભાગ્યે જ જઈએ. જેથી ભાવી તેવા ઉચ્ચ ભાવનાં અહીં આજ પડી જાય.
(૨) તેમજ એથી ઉલટું, દ્વેષભાવ, ઈર્ષાભાવ, વિરભાવ, વગેરેને સરાસર સિરાવતાં જઈએ, જેથી એનાં બીજ મળી જાય તે ભવિષ્યમાં વેઠવું ન પડે. એ ભાવે હટાવવા એને લાગતા વળગતા દોષ દૂર કરવા પડે.
જીએ ભવાભિનંદીના દાણદગુણમાં વિચાર્યું છે કે