________________
૧૯૮]
[ રુકમી કેટલું બધું દુખ ! પેલે સંગમ કે પાપિ ” આ જ ને? જેને આવું વિચારતા. એમાં જાતને શું મળ્યું? ભગવાનને
બચારા” બનાવ્યા એ પ્રભુનું અવમૂલ્યાંકન કર્યું અને સંગમ પર દ્વેષને ભાવ કર્યો. ત્યાં આવું કાંઈક વિચારે કે “ધન્ય પ્રભુ?. આપે કેવું અદ્ભુત સહન કર્યું! ધરણે ધ્રુજતી હતી, આપ સ્થિર હતા !” એથી સુકૃતાનુમોદનને લાભ મળે.
બસ, વાત એ છે કે દરેક શ્રવણ-દશનમાંથી જાતને શુભ લાવ, શુભ પ્રેરણા કમાવવાને અભ્યાસ રાખે.