________________
પ્રકરણ ૨૫]
[૨૯૪ વાથી મનમાં બગાડે ઊભો થવાને. એવું ને એવું ચાલુ રહેવાથી,પછી આત્માનું વલણ પણ તેવું બગાડાભર્યું બને એ સહજ છે.માટે વચનની કુશીલતા રોકવાને પણ ધરખમ પ્રયત્ન જરૂરી છે. સ્ત્રીઓના રૂપરંગ, હાવભાવ, રીતિનીતિ વગેરેની વાતમાં નહિ પડવું જોઈએ. શૃંગાર અને વિલાસના પ્રકારની વાત પણ નહિ કરવી. ટૂંકામાં વાસનાવિકારને સહેજ પણ ઉદીરે, ઉત્તેજે, એવું વચન નહિ કાઢવું. આ વચનકુશીલતા અટકાવવાની વાત ચાલે છે. બાકી તે ધર્માત્મા બનવું હોય એણે રાજકથા-દેશકથા-સ્ત્રીકથા-ભેજનકથા કે પૈસાટકાની બહુ વાતેમાં ય નહિ પડવું જોઈએ.
મનની કુશીલતામાં પરસ્ત્રી પ્રત્યેના કામેન્માદના વિચાર આવે, કામવાસનાના પોષણની યેજનાનું ચિંતન આવે. પરસ્ત્રીના રૂપરંગના વિચાર, હાવભાવનું ચિંતન, એની સાથેના ભેગવિલાસના વિચાર, આ બધું મનની કુશીલતામાં ગણાય. મનની કુશીલતા થવા ઉપર પ્રસંગે વાણીમાં કુશીલતા અને કાયામાં કુશીલતા આવી જાય છે.
મનને બહુ સાચવવા જેવું છે. કાયા અને વચન પર અંકુશ રાખવાથી મને રક્ષા સારી થાય છે. એમાં કાયાથી તેવાં શંગારી વિલાસી ચિત્ર, પ્રસંગ, વગેરે જેવા નહિ, તેમ શૃંગારી વિલાસી વાંચન ન કરવાં, શ્રવણ નહિ કરવાં,... ઈત્યાદિ પાકે અંકુશ રાખવાથી મન ઘણું પ્રમાણમાં બચી શકે છે. આમ છતાં માનસિક વિચારણાનું એક સ્વતંત્ર ખાતું છે. એટલે એના પર પણ ખાસ અંકુશની જરૂર છે. મનમાં બેઠે ચા વાળે, સ્ત્રીઓના ગાત્ર, વાણું, ગાયનગીત, પ્રેમાલાપ, હાવભાવ વગેરે યાદ કરે, વિચારે, તે મવની વિચારણા બગડે છે, મન કુશીલ થાય છે.