________________
પ્રકરણ ૨૭]
[૩૧ મહાત્મા કહે, “અરે! એમાં શું છે? તમારી આટલી બધી સંપત્તિ જ્યારે સાથે લઈ જશે તે એના ભેગે શું મારી આટલી નાની લાકડીને ભાર વધી પડશે?”
“અરે બાપજી ! ભાર તે કાંઈ નહિ પણ મારી ય સંપત્તિ હું કયાં પરલેક લઈ જઈ શકું એમ છું?” જોર પરિશ્રમની લક્ષ્મી પડતી મૂકી મારવાનું ?
શી વાત કરે છે? તે પછી આ મંત્રથી ધનના ઢગલા કરવાના તે ય એમજ અહીં પડતા મૂકીને જવા માટે ?
ત્યારે બાપજી ! એમ ઈચ્છું તે ય શું એક રાતી પાઈ પણ સાથે લઈ જઈ શકું એમ છું? કશું જ નહિ. આપ તે જાણે જ છે કે બધું અહીંનું અહીંજ પડયું રહે, ને જીવને ખાલી જવું પડે. પછી કેમ આમ પૂછે છે?
મહારાજને ભવ્ય ઉપદેશ
“હું આંખ ઊઘાડવા પૂછું છું કે જે પૈસા અહીં મૂકીને જવું પડશે, એની શું એટલી બધી વેઠ ને ઘેલછા કરવાની કે એ અહીં પડયા રહેવા છતાં એનાં પાપને માટે જ ઉપાડી લઈ જ પડે ?
“જાણે છે ને કે પૈસા આપણને છેડે છે, પણ પાપ આપણને નથી છોડતા ? કઈ અક્કલથી આ પૈસાટકા અને મેજમજાહ પાછળ આંધળા થઈ મંડી પડ્યા છે ? કાંઈ જ ભાનબાન નથી? સરાસર મૂર્ખતા ? જનાવર–કીડામકેડા વગેરેના ત્રાસ નજરે નિહાળે છે ને ? શાસ્ત્રથી નરકનાં કારમાં દુઃખ સંન્યાં છે ને ?
પાપ અને પાછળ રાતા