________________
પ્રકરણ ૨૮]
[૩૨૧ માટે જયાં આપણું ઊપજે નહિ, જે આપણું કહ્યામાં નહિ, જે આપણી ઇચ્છાનુસાર ચાલે નહિ, એવા સાથે હૈયાને મુખ્ય સંબંધ રાખવાની મુખઈ કરવા કરતાં,
જ્યાં આપણું ઊપજે છે, આપણી ઈચ્છા ખરેખર પૂરાય છે, એવા પરમામા, અને એમનાં શાસન, ને એમના ધર્મ સાથે જ મુખ્ય સંબંધ કાં ન જોડી રાખીએ?
માનેલા વિષમ સંગમાં પણ આવા એક યા અનેક ઉપાય. વિચારી ચિત્ત બગડતું અટકાવી શકીએ છીએ, ને શુભ અધ્યવસાય કેળવી ટકાવી શકાય છે. બીજું કાંઈ ન જડે ત્યાં પણ આ એક જબરદસ્ત ઉપાય છે કે,
(૮) મન બગડવાનું લાગતાં ઝટ મનમાં “અરિહંતા મે સરણું, સિદ્ધા કે સરણું, સાહુ મે સરણું, કેવલિનત્તો ધમે મે સરણું, એ રટના ચાલુ કરી દઈએ, તે પણ ગદ્દગદ દિલે, એમ સમજીને કે “હે પ્રભુ! આ વિકલ્પકારી પ્રસંગમાં મને કાંઈ સમજ પડતી નથી. મારે કઈ આધાર–આશરે નથી, મારું કઈ જ નથી; મારે તમારે જ આધાર છે, આશરો છે, હું તમારા શરણે છું. નાથ ! કમમાં કામ મારું મન ન બગડે એવી કૃપા કરજે, ચિત્તસમાધિ આપજે, તમે મારા મનમાં જ વસી રહેજે. મને પક્કી શ્રદ્ધા છે કે જરૂર તમારા શરણે મારૂં ચિત્ત સ્વસ્થ રહેશે.”
અભ્યાસ કરે પડશે, આ ઉપાયેની વારંવાર ભાવના કરવી ઈશે. તે જ અવસરે વિષમતામાં પણ એ શુભ અધ્યવસાય શખવાનું બળ આવશે.
આ ભાવનાને વારંવાર અભ્યાસ નથી કર,કિંમતી મનથી કિંમતી કામ નથી લેવું, ને દણુને વારંવાર અભ્યાસ રાખવે