________________
પ્રકરણ ૨૬]
૨૯૭] બાપા બનતાં પહેલાં આ ધ્યાન રાખવાનું છે કે પોતાનાં જીવનમાં દાન–શીલ-તપ-ભાવનાની પ્રવૃત્તિ ભરચક ચાલતી હોય; એ પ્રવૃત્તિ જ મુખ્ય કરાતી હાય, એની જ તરફેણ કરાતી હોય, તે જ બચ્ચાને વારંવાર એ જોવા મળશે ને તેથી એ સંસ્કારી બનતું જશે. બાપમાં એના બદલે આહાર-વિષય-પરિગ્રહ નિદ્રાના જ ખેલ ખેલાતા હશે, તે બચ્ચાને એ જ જોવા મળવાથી એનામાં બીજું કયાંથી આવવાનું હતું? અનાર્ય કે ઢેડ ભંગીના છોકરાની જેમ એ પણ આહારદિને જ રસિયા બનવાને. માટે કહેવાને સાર આ છે કે માનવપણાની વિશિષ્ટ બુદ્ધિને ઉપગ આહારાદિની સંજ્ઞાને દબાવી દબાવી દાનાદિની પ્રજ્ઞાને જીવંત રાખવામાં છે. એમાં સહેજે શીલની પવિત્રતા પણ જીવવાનું બનશે.
રાજકુમાર સમજે છે કે પવિત્ર જીવન જીવાતું હોય તે જીવ્યા કામનું નહિતર મરી જવાય તે વાંધો નથી. એટલે સંકલપ કરીને હવે “નમો અરિહંતાણું” કહી બહાર નીકળે છે.
અહંન નમસ્કાર શા માટે –
જીવનની પવિત્રતા પર બચાશે એ માન્યતા ખરી, છતાં પગલું ઉપાડતાં અરિહંતને નમસ્કાર મંગળરૂપે અવશ્ય કરવાને. શું મંગળ ન કરે તે બચાવ ન મળે ? ઇષ્ટ સિદ્ધિ ન થાય ? થાય ને ન પણ થાય, પણ જે બીજા વિદ્ધ નડતા હોય તે મંગળથી દૂર થાય. અહીં ખરી વાત તે એ છે કે ધર્મના શ્રદ્ધાળુ જીવને ધર્મપુરુષાર્થ જ મુખ્ય લાગે છે, એટલે બીજા બધા પુરુષાર્થ કરતાં ધમ–પુરુષાર્થને મેખરે રાખે છે. માટે ઉત્તમ ધર્મ–પુરુષાર્થ રૂપે અરિહંતને નમસ્કાર પહેલે કરે છે.
ધર્મ–પ્રવૃત્તિ કરતાં ચિત્તને મલિન ભાવ વિનાનું નિરાશંસ ભાવનું બનાવવા કે અન્ય રાખવા માં એક સુંદર મુદ્દો છે.