Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 320
________________ પ્રકરણ ૨૭] [૩૦૭ શું? પૈસાને ભેગ આપ્યા વિના પણ ભાવ સલામત હાઈ શકે ને? ઘરે આવેલા મેમાનને પવાલું પાણું ય ન ધરે, છતાં એના દિલમાં તમારે ભાવ જમે કરાવી શકો ને? ભાવ શાને કહેતા હશે? આ ઠીક શેાધી કાઢયું કે પૈસા મારા મારી પાસે સલામત, અને મને તમારા પર બહુ ભાવ થાય છે !” દેવાર્શન તે મફત ! ગુરુદર્શન તો મફત ! જિનવાણું-શ્રવણ તે મત 1 કેઈના સારામાં સારા સુકૃતની અનુમોદના તે મફત ! મંદિર– ઉપાશ્રયમાં પુણ્ય-કમાઈ તે મફત ! “બસ, ધર્મખાતાનું બધું મફત જોઈએ, પૈસો એક ન ખરચ પડે, અને અમારા ભાવથી બધા લાભ મફતમાં મળે.” આ જ જોઈએ છે ને? સારા વ્યાખ્યાનની શી કદર કરે? – જો કેઈની આગળ પ્રશંસા કરે કે “મહારાજનું વ્યાખ્યાન બહુ સરસ !” ત્યાં સામે કદાચ પૂછે કે “હૈ ? વ્યાખ્યાન બહુ સરસ ? કે તમારા પૈસા બહુ સરસ ? તે શું કહે ? એ જ ને કે “એની સાથે પૈસાને શે સંબંધ? કેમ આમ કહેવાનું? એટલા જ માટે ને કે “રખેને અમારા પૈસા પર કઈ ધાડ ન આવે.” વ્યાખ્યાન સરસ ખરું. પણ પૈસા આગળ વધુ સરસ નહિ; કેમ? એ વ્યાખ્યાન મળવા પાછળ કિંમત આપવાને મેખ નથી. કહે , તે ખરા કે કદી એમ મનમાં થયું કે “આવી લાખ રૂપિયાની જિનવાણી સાંભળવા મળી તે લાવ હું એની કદર રૂપે બે પૈસા જ્ઞાનખાતાની પેટીમાં નાખું? મહારાજને પૂછું “સાહેબ ! આવી ઉમદા દેશના આપવાને મહાન ઉપકાર આપે અમારા ઉપર કર્યો, તે અમે તે બહુ આભારી બન્યા છીએ. માટે મારા યોગ્ય કઈ એવું

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342