________________
૩૦૬]
[ રુક્મી પણુ જીવનમાં ધમ, કૃતજ્ઞતાપાલન અને પરોપકાર એ જ સાચે પુરુષાર્થ લાગે તે ને? તે તો એના માટે પૈસા પહોંચે છે, ભેગવિલાસ માટે નહિ” એમ લાગે.
પેલા વાણિયાને હૈયે ધર્મ હતું નહિ, તેથી વેપાર સાહસદુરાચાર અમનચમન વગેરે માટે તે પૈસા પહોંચતા હતા, પણ પરોપકાર માટે નહિ. હવે મહાત્માજી પાસેથી મંત્ર મળે એવું લાગે છે, એટલે સવાસ કરે છે-“મહારાજ ! આ વેપારમાં ધાર્યું મળે નહિ એટલે જ પરોપકારથી હાથ પાછો પડે છે, બાકી તે મહારાજ! આપની કૃપાથી જે પૈસા ધાર્યા પ્રમાણે મળે જ જાય, તે તે લેકેનું ઘણું જ ભલું કરું?
મહાત્મા આ સવાસલાને ઓળખી શકે ખરા કે નહિ? ના સમજે છે એટલે તે મહારાજની આગળ ગેળા ગબડાવી જાણે મહારાજને બનાવવાની વાત કરે છે. મહાત્મા તે બધું સમજે છે, પણ પેલાને ઠેકાણે લાવ છે એટલે એને કહે છે “ખરી વાત, ખરી વાત. હવે તમે જરાય ફિકર ન કરતા. બેલે સાધના
ક્યારથી શરૂ કરીએ? ચાર દિવસનું કામ છે.” - વાણિયે શું કામ આમાં વિલંબ કરે? કહે છે, “બાપજી! કાલથી જ. પણ આમાં પૈસા તે નહિ ખર્ચવા પડે ને?” - મહાત્માજી એને ભાવ સમજીને એને તાણવા માટે કહે છે, “ખરચ હોય? દેવતા થોડા કાંઈ પૈસાના ભૂખ્યા હોય. પૈસાને ભોગ આપ્યા વિના પણ તમારા ભાવ સલામત છે તે ઘણું ઘણું. પૈસા તે ભલે ને તમારી તિજોરીમાં રહે.” ભેગ આપ્યા વિના ભાવ સલામત? ધર્મનું બધું મફત?