________________
૨૬ માનવની વિશિષ્ટ બુદ્ધિની
વિશિષ્ટતા શી?
પ્ર–પિતાની ખાતરીમાં ભૂલ ન થતી હોય ?
ઉ –ભૂલ થતી હોય તે જીવવાની જરૂર પણ નથી લાગતી. જીવન તે પવિત્ર જ કામનું, એમ એ કુમાર સમજે છે. આવા સુંદર બુદ્ધિ-શક્તિવાળા ઉચ્ચ જીવનમાં જે પવિત્રતા ન જળવાય તે પછી ક્યાં જળવાવાની? બુદ્ધિથી વિચારતાં જે એમાં અપવિત્રતા આચરાય તે પછી મૂઢ જનાવરના અવતાર કરતાં શી વિશેષતા ? તિર્યંચ કરતાં લાગુણ તેજસ્વી બુદ્ધિશક્તિ મળી એને શે ઉપગ? આહાર, વિષય-પરિગ્રહ-નિદ્રાની સંજ્ઞાની ચાલુ બુદ્ધિ તે પશુ પાસે અને કીડા પાસે પણ છે. માનવની બુદ્ધિ વિશિષ્ટ કેટિની છે, તે માત્ર એ સંજ્ઞાઓમાં અટવાઈ રહે વિશિષ્ટ ન ગણાય. એ તે દાન-શીલ-તપ-ભાવનાની પ્રજ્ઞામાં જોડાય, પ્રજ્ઞાને પકડી રાખે, એ દાન-શીલાદિની જ તરફેણ કરનારી અને તે જ વિશિષ્ટ કેટિમાં જાય. - આર્ય સંસ્કૃતિની આ વિશેષતા છે કે આર્યદાનાદિની પ્રજ્ઞાને મુખ્ય કરે છે. આર્યોનાં જીવન જ એવાં કે જેમાં બચ્ચાને પણ જન્મથી આવું જેવાનું મળે. એ મળે એમાં એના પૂર્વના સારા tવંસ્કાર તાજા થાય છે, અને નવાં સંસ્કારને ઉમેરે થાય છે. પછી દાનાદિની પ્રજ્ઞા ખીલે એમાં નવાઈ નથી. બચ્ચાના બાપે