________________
૨૭ અગમલાલનું દૃષ્ટાન્તઃ ધમ મફતિયા?
આપેલા અગમલાલ જેવું છે. અગમલાલ ગ શ્રીમત વેપારી. માબાપે એનુ' નામ તેા એવું શેાધેલું કે એને શાંતિથી બેસી પેાતાના નામ ઉપર વિચાર આવે તે આત્મા યાદ આવે, હું એટલે કેાણુ એ સમજાય, ‘હુ’ એટલે દેખાય છે એ આ કાયા નહિ, પણ એમાં ન સમજી—દેખી શકાય એવા કે પૂરાયેલ અગમ અગેાચર સિદ્ધ આત્મા,’ અથવા ‘હુ અગમલાલ અગમ અ-ગેાચર ભગવાનને લાલ, લાડકવાયા, કાયા-માયાના લાલ નહિ,” નામ તા આ ઉદ્દેશનું હતું, પણ ભાઈનાં લક્ષણ એવાં કે અગમ એટલે કે લેાકેાને ગમ ન પડે કે શેઠના દિલમાં શું ભર્યુ` છે. એના ચાવવા—ખતાવવાના દાંત જુદા, ખેલે મીઠું મીઠું ને પેટમાં પાપ; બીજાને ખબર જ ન પડે. એવા એ અગમલાલ ! માયા-પ્રપંચ અનીતિ તે હાલતાં ને ચાલતાં કરવા જોઈએ. અવસરે રાફ અને રાષ પણ એવા ! લક્ષ્મીના લાભના પાર નહિ. સુકૃત તેા શીખ્યુ જ કાણુ છે? પાછા મેાટા શેઠ, એટલે રૂપાળી બાયડીએ સામે નજર નાખે એમાં કાણુ એમને અટકાવે ? બિચારી કોઈ ભાળીને સાવે પણ ખરા.
પરંતુ અગમવાલની પત્ની સુશીલ અને ધાર્મિક વૃત્તિની હતી. એવુ તે પાપાથી દિલ બળીને ખાખ થઈ જાય છે, એ કહે પણ ખરી કે ‘તમે આ શુ કરેા છે ? પરલીકના કોઈ ડર