________________
પ્રકરણ ૨૩]
[ ૨૭૧ માનવ જીવનના આ ઘેરા કાળમાં એ દયાભકિત-પ્રેમને જેટલે અભ્યાસ વધશે એ જ અહીં પાછલી વયમાં, અંતકાળે, અને પરલોકમાં સુંદર જવાબ આપશે; એના પર જ બીજા ગુણેને સંચય થશે; અનંતા હલકા નાં પરિભ્રમણ બાદ માંડ મળેલા આ માન. વભવની સાર્થકતા થશે. વિચારવું જોઈએ છે કે
“ષની આગ સળગાવ્યા કરવાથી તે વાઘ-વરુના અવતારના જ અભ્યાસ દઢ થશે. માનવભવે આ કરૂ ? નહિ, જરાય નહિ, બધું વેઠી લઈશ, પણ જીવો પ્રત્યે દ્વેષ ન જ ખપે, દયા જ ખપે.
“મારા વહાલા વીર ભગવાને જ્યારે છ-છ માસ સુધી ભયંકર ઉપસર્ગની ઝડી વરસાવનાર સંગમ દેવતા ઉપર પણ હૃદયમાં એટલી બધી દયા ઊભરાવી કે આંખ આંસુથી ભીની થઈ ગઈ, તે મેં એ પ્રભુને માથે નાથ તરીકે ધર્યા પછી તે કમમાં કામ મામુલી પ્રસંગમાં તે જીવો પર મારે દયાને અખંડ સ્ત્રોત વહેતે રાખો જ જોઈએ.
વળી તીર્થકર ભગવાને તે ઠેઠ પૃથ્વીકાય-અપકાય વગેરે પણ જીવેની ઓળખ આપી છે. તે પણ એકેક કણ એકેક ટીપામાં અસંખ્ય છ ! એની દયા ભાવ પણ વારંવાર વિચારું. ઘર-સંસારના પ્રસંગમાં એ જીવોની વિરાધના કરવાકરાવવાનું આવે ત્યાં મનમાં એ ભાવું કે “અરે ! આ મારી કેવી મેહમાયા કે આ મારા નિરપરાધી જીવન મારે કચ્ચરઘાણ કરવું પડે છે ! એમણે બિચારાએ મારું શું બગાડયું છે? તો કયારે એ બધાને મારા તરફથી સંપૂર્ણ અભયદાન દઈ દઉં ! કયારે હિંસામય ઘરવાસ મૂકી અહિંસા-સંયમ–તપના મુનિ