________________
પ્રકરણ ૨૩]
[૨૭૯ ચીજ નથી તે એમ જ બૌદ્ધોનું અજ્ઞાન અનુકરણ અને રટણ કર્યા કરે? આજના કેઈક સાક્ષર મૈત્રી કરુણની વાત બૌદ્ધોમાંથી જેનોમાં આવી એમ કહે છે! કેમ જાણે જેને પહેલાં એ સમજતા જ નહતા ! પરંતુ એ સાક્ષરોને “મિત્તી મે સવભૂસુ” સમ્યક્ત્વનું ચોથું લક્ષણ અનુકંપા વગેરેની કયાં ખબર છે? બેઢીને આ મૈત્રીક-રુણની ગમજ ક્યાં છે?
પાયામાં સ્વકૃત જીવહિંસાને પશ્ચાત્તાપ અને જીવો પ્રત્યે દયા જોઈશે એના પર જ સાચો મૈત્રીભાવ પ્રગટી શકશે. દુઃખીના દુઃખ જોઈ હૈયું પીગળે નહિ, એમાં ય બીજાને પોતે દીધેલા દુઃખ માટે સંતાપ-પશ્ચાત્તાપ થાય નહિ, ત્યાં હૃદય કઠેર છે, કમળ નહિ; અને કઈ પણ ગુણ પ્રગટવાની ભૂમિકારૂપ છે કોમળ હૃદય; એ કમળતાના અભાવે એ હૃદયમાં ગુણે શી રીતે વસી શકે? તેમ, વારંવાર દયાની ભાવના કર્યા વિના પ્રસંગે પ્રસંગે દયાની લાગણી શી રીતે પ્રગટે? આ સ્થિતિ ન હોવાના લીધે જ, પિતાને સ્વાર્થ ઘવાયે લાગતાં, કે પિતાના મન વિરુદ્ધ બન્યું દેખતાં, ઝટ બીજા પર દ્વેષ ઊભરાઈ આવે છે. દિવસમાં કેણ જાણે કેટલીય વાર આ ઠેષ થયા કરતા હશે ? ત્યાં દયાને કયાં જગા રહે ? માટે જે પાયાની દયાને ખપ હોય, તે વારંવાર પૂર્વે બતાવ્યા પ્રમાણે જીવાહિંસાને પશ્ચાત્તાપ અને દયાની ભાવના વારંવાર કરવી જોઈએ.