________________
૨૯૦]
[કમી ઊતરવા દેવાની. કુશીલની ખણુજ પર એ સખ્તમાં સખ્ત પ્રતિબંધ અંકુશ રાખે જઈએ ત્યારે દીર્ઘ કાળે એ ખણ ને વાસનાઓ ઘસારે પડે છે.
સહેલું કામ નથી હૈ. ગંભીર, તૃપ્ત, અને સૌમ્ય બનવા માટે સેંકડે હજાર વાર પ્રલેભનો સામે ઝઝુમવું પડે છે, કુટિલ પણને ગુંગળાવી નાખવી જોઈએ છે, અનુચિત આતુરતાઓ અને આવેશેને દાબવા-અટકાવવા અને નિષ્ફળ કરવા પડે છે. ત્યારે ગાંભીર્ય, તૃપ્તિ અને સૌમ્યતા સિદ્ધ થાય છે. પછી કેઈ પૂર્વજન્મમાં એ જહેમત ઉઠાવીને આવ્યા હોય તે એને અહીં બાળપણથી એ ત્રિપુટી સહજ જેવી બની જાય એ જુદી વાત. બાકી જે આપણે આપણી જાતમાં દેખતા હોઈએ કે ગંભીરતા નથી, પણ તુચ્છતા-છીછરાપણું–ઉછાંછળાપણું છે, તૃપ્તતા નથી પણ અધીરાઈ-ભૂખારવાપણું-અસંતોષ રહ્યા કરે છે, સૌમ્યતા નથી, કિન્તુ ઉકળાટ-વિહવળતા-વ્યાકુળતા વગેરે છે, તે એને ડારવા-દબાવવા માટે હજાર વાર પેલી નાલાયક તુચ્છતા-ખણભૂખ-આતુરતા-આવેશ વગેરેને નિષ્ફળ કરવા જોઈએ છે. એ ખણ જેને વિચારણામાં, કાયિક વિકાર–ચેષ્ટા-પ્રવૃત્તિમાં કે વાણીમાં ઊતરવા જ નહિ દેવાના. મનમાં ને મનમાં જ એવા શમાવી દેવાના કે બહારનાને ખબર જ ન પડે કે આને કોઈ એ ભાવ ઊઠતે હશે; તેમ પિતાની વિચાર ધારામાં ય એ ભાવ ન ચાલે.
વચનની કુશીલતા ટાળવા આ કરવાનું છે કે કામવિકારી વચન ન બલવા, એવી સ્ત્રીકથા ન કરાય છે જેમાં સ્વ કે પરને ઉન્માદ જાગે, વાસના સમસમે. એમ, વિકારપષક હાસ્ય-મજાકઠાનાં વેણ ન ઉચ્ચારાય. અરે ! પરસ્ત્રીને વેણથી એટલું પણ