________________
પ્રકરણ ૨૪]
[૨૮૩ જ “ભૂલી જવાય તે? એ હાઉ સામે રાખી રાખીને મહા લાભથી વંચિત રહેવાય છે. પાછું એનું દુખ પણ નથી થતું કે હું કાયર આ કેટલે ગજબનો લાભ અને વ્રતનો અભ્યાસ ગુમાવી રહ્યો છું ? આવું દુઃખ પણ જે વારંવાર થાય તે હિંમત આવે કે લાવ ને ત્યારે અભ્યાસ કરવા માંડું. બે ચાર વાર ભૂલાશે તે દંડ ભરીશ. પણ દંડ ભરતાં પછી ટેવ પડી જશે એટલે ભૂલવાનું બંધ.
ભૂલી જવાય તે ? એવા ડરથી મહા લાભના કારણભૂત મુદ્ધિસહિયં પચ્ચખાણને છેડાય? એનાથી આઘા રહેવાય ? દાદર ઊતરતાં પગથિયું ભૂલાશે તે નીચે પડી હાડકાં ખરાં થશે માટે દાદર ઊતરવાનું માંડી વાળો છો ? એમ વેપારમાં ખોટ જાય છે? એવા ભયથી વેપાર નથી કરતા ? મહાન આત્મકલ્યાણની વસ્તુ માટે જ ડર રાખવાને ? કહે કે આત્મ-કલ્યાણની તેવી ભૂખ. નથી. નહિતર તે રસ્તે બધે ય છે. પહેલા પહેલાં ભલે પચખાણ ન કરવું કે ન ધારવું, કિંતુ એ અભ્યાસ પાડી શકાય કે, ખાવું પીવું હોય ત્યારે પહેલાં મૂઠી વાળીને નવકાર ગણી લે, અને એ જે ભૂલાય તે પછી યાદ આવે ત્યારે દસ નવકાર ગણી. લેવા. બસ આ રીતે પહેલાં ટેવ પાડવા માંડે, પછી ટેવ પડી ગઈ એટલે રીતસર પચ્ચક્ખાણ કરવાનું શરૂ કરી શકાય.
ખાવાની લત કેમ ભયંકર
અનશનનો લાભ સમજે-વિચારે, એટલે આવા કામચલાઉ અનશનમાં રહેવાની તમન્ના રહેશે. જીવને અનાદિ કાળથી આહારની માયા લાગેલી છે. માટે તે નાનું બાળક હાથમાં જે