________________
--
--
પ્રકરણ ૨૫ ]
[ ૨૭ પર કામની દૃષ્ટિ પણ ન પડે. એનાં ગુપ્તાંગ તે શું, પણ ઉઘાડા અંગ અરે ! પગના એક આંગળા ઉપર પણ રાગભારી નજર પણ નહિ નાખવાની. જ્યારે દષ્ટિ ય નહિ, તે અડવાની તે વાતે ય શી? આજ મોટર બસ પર ચડતાં ચાલે છે ને ? Siteer lift!” પણ જે જે “Mother lift” નહિ. યુવતીને અસ ઉપર ચડાવવા હાથને ટેકે અપાય છે, બુદ્ધીને નહિ. શું છે આ! કામનો ચાળે, સ્પર્શની કુશીલતા. મુંબઈ-સુરત-અમદાવાદ જેવા શહેરોમાં આજે યુવકે ચક્ષુકુશીલતામાં કેટલા ય મરી રહ્યા છે! જ્યાં ને ત્યાં પરનારી પર દષ્ટિ નાખવા જોઈએ છે. એમાં વળી જૈસે કે ઐસા મિલા જે ઘાટ છે. કુમારિકા અને યુવતીઓ ને અરે ! હવે તે પ્રૌઢ સ્ત્રીઓને પણ પોતાનાં રૂપમાં પોતાનાં અંગોપાંગનાં દર્શન કરાવવા જોઈએ છે, એ એમનાં વેશપરિધાન, ઉઘાડાં માથાં, લટકતા કેશલ્લાપ, અર્ધ ખુલ્લી છાતીએ વગેરે ચાળા પરથી સમજી શકાય છે. નહિતર આ ચાળે શાને કરવાને હોય? અંતરમાં એક બાજુ કામવા-સના અને બીજી બાજુ સામા જીવેની કેવી ભારે કતલ થશે એ તરફ સરાસર બેપરવાઈ અને કઠોરતા રમી રહી હોય એટલે ઉદુભટ વેશ, ઉદભટ ચાલ અને મર્યાદાહીન આચરણ ચાલી પડે છે.
કાયકુશીલમાં આજે વળી તેવાં ચિત્રપટ-દર્શન, એવી બિભત્સ નોવેલ-નવલિકા-વાંચન, એવાં રેડિયેનાં ગીતશ્રવણ, એવાં પત્રલેખન, એવાં લેખનાં આલેખન, વગેરે પણ ગણાવી શકાય. આ બધાં કાયાની કુશીલતાનાં તોફાન છે.
કાયાથી કુશીલ સેવન ન જ ખપતું હોય એણે આ બધાથી દેઢ ગાઉ દૂર રહેવું જોઈએ. આજના- મેહઘેલા સંસારમાં