________________
ર૭૪ ]
( [ કમી કરાવી તીવ્ર નરકાદિગ્ય કર્મ બંધાવ્યા છે. કઈ દશા એની કરી અહીં તે આપણી હિંસક પ્રવૃત્તિથી એને કારમી રીબામણ ખરી જ, પરંતુ પછી આગળ વળી એ ચિત્તસંકલેશથી બંધાયેલા કર્મને લીધે નરકાદિ ગતિઓના ભયંકર ત્રાસ! આ બધામાં પહેલું નિમિત્ત મારી હિંસક પ્રવૃત્તિ. એમ બીજાઓને કષાય રાગ-દ્વેષ–મેહ, કામ-ક્રોધ-લેજ, ભય-હર્ષ-ઉદ્વેગ વગેરે જગાવીને પણ એની બિચારાની પરકમાં એવી જ દુઃખમય સ્થિતિ કરી ! આ મારા અપરાધ જેવા તેવા છે? મેં એમને શત્રુ થઇને, કે દુનિયાના સ્વાર્થી હાંધ સગાસ્નેહી બનીને, યા એમની પ્રત્યે શત્રુ-મિત્રતાના કેઈ ભાવ વિના તુચ્છ જડસ્વાર્થમાં એમના જીવત્વ તરફ બેદરકાર બનીને બહુ દુઃખ આપ્યાં છે; તે હવે મારા એ ઘેર અપરાધની હું ક્ષમા યાચું છું. ખમ, ખમે, હે જીવબંધુઓ ! મારા અપરાધ ખમે, મને ક્ષમા આપે, મારાં એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિચ્છા મિ દુક્કડં. મને એ દુષ્કૃત્યની અને દુષ્કૃત્ય કરનાર મારા આત્માની બહુ ઘણુ-જુગુસા થાય છે. કે હું મૂઢ-અબુઝ-અધમ, કે જે પીડાને લેશ પણ મને ન ગમે, એવી પીડાના મેટા પોટલા મેં બીજા અને પહોંચાડયા ! મારા જીવની જેમ જીવમાત્ર સુખનાજ ચાહક છે. એમને દુઃખ તો લેશ પણ ગમતું નથી. એમનાં જીવવા વગેરેનાં સુખને નાશ કરી ઠેઠ મૃત્યુ સુધીનાં કે હૃદયમર્મવેધી તીક્ષ્ણ શબ્દબાણનાં દુઃખ પમાડનાર હું કે ક્રૂર-ઘાતકી-નિર્દય ! હવે તે હું ખમાવું છું, ક્ષમા યાચું છું, સૌ મારા મિત્ર છે, સૌની પ્રત્યે મારે મિત્રતા છે, કોઈના ય પ્રત્યે વૈર-વિરોધ નહિ. મારા મિત્ર એવા એમનું ભલું થાઓ.’