________________
જે આ ચક્ષુકુશીલતાનું પાપ નડી જાય, એ ય જીવ ઉત્તમ દશામાંથી અધમ દશામાં ફેંકાઈ જાય, તે એવા આ સંસારમાં શે માલ છે? એમાં ય વળી આપણે બીજાનાં પાપમાં નિમિત્ત અજાણ્યું પણ બની જતા હોઈએ, તે બહેતર છે કે એના કરતાં આવા મહા ઉત્તમ મનુષ્ય જીવનને પામી પુણ્ય માર્ગો કેક જબરદસ્ત આત્મહિત સાધી લેવું જોઈએ કે જેથી બીજાને ય પાપમાં અજાણ્યે પણ નિમિત્તભૂત ન બનીએ. અહીં પુણ્યમાગે લગાવવાની એવા આત્મહિતની તાકાત મળી છે તે શા માટે એને એ દિવ્ય ઉપયોગ ન કરી લે? જીવનનો અંત તે એક દિ આવવાને જ છે, અને એ અંત આવવા સાથે આ તાકાત અને એને અજમાવવાની સામગ્રીરૂપ આ વિશિષ્ટ માનવદેહ અને માનવમન એવાઈ જવાનાં છે, તે એ વાતનું પહેલાંજ એને સદુપગ કાં ન કરી લઉં?”
રાજકુમારની વિચારધારા જેવા જેવી છે, મનન કરવા યોગ્ય છે. આપણામાંના કેઈને કેઈ, તે બીજાને બીજી પુણ્યશક્તિ મળેલી તો છે જ. “હવે એને સદુપયોગ ચાલી રહ્યો છે કે દુરુપગ ? આ તપાસવાનું છે.
આપણે જીવન જે જાતનું જીવીએ છીએ એમાં બે જાતની વિંટબણું અનુભવીએ છીએ,
૧. અછતા પુણ્યનાં રેદણ યાને અભાવમુખી દષ્ટિ, ને
૨. છતા પુણ્યની બેપરવાઈ તથા દુર૫ગ, યાને સદ્દભાવમુખી દષ્ટિનો અભાવ.
અભાવમુખી દષ્ટિનાં બે નુકશાનઃ (૧) “અછતા પુણ્યનાં રોદણને અર્થ એ છે કે જીવન