________________
પ્રકરણ ૨૧]
[ ૨૫૦ પણ નહિ. બસ, મનને એમાં પરોવવાનું. માનવમનની કિંમત આના અંગે છે. ઠેઠ વીતરાગતાની પરાકાષ્ઠાએ પહોંચાડે એવી ભાવના કરી શકવા ચોગ્ય મન માત્ર માનવ અવતારે મળે છે.
આપણને મળેલી આવા વિશિષ્ટ મનની બક્ષીસની કદર કરીએ તે એમાં ભાવનાને બદલે કચરા ભૂસા ઘાલવાનું દિલ જ ન થાય; બને તેટલી શુભ ભાવના જ મનમાં રમાડયા કરીએ; જરા સારૂં શ્રવણ મળ્યું યા વાંચન કર્યું, કે તરત એ ભાવનામાં દાખલ કરી દેવાય. પછી સાંભળેલુંવાંચેલું ભૂલાય શાનું? એ તે વારંવારની ભાવના-વિચારણાથી નજર સામે તરવરતું થઈ જાય. આ જે કરવું નથી તે પછી બૂમ માર્યા કરીએ કે અહીંથી ઊઠીને ગયા પછી અસર ભુંસાઈ જાય છે એને કઈ જ અર્થ નથી. અસર ન ભૂંસાય એને ઉપાય કરવો જોઈએ. ઉપાય આ, કે ભાવના શરૂ કરી દો.
ભાવના કેરી કરવી? જડ ચેતનના ભેદ હૈયે અંકિત કરવા છે, તે એનું સાંભળેલું-વાંચેલું ભાવનામાં ઊતારી દેવું જોઈએ, મુખ્ય આત્મદષ્ટિ રાખીને મહાપુરુષોએ કરેલ સાધનાનાં પુરુષાર્થ–પરાક્રમ પર આપણા દિલમાં વારંવાર ભાવના ઊઠયા કરે. દા.ત. મનને એમ ભાવના થાય કે “મહાવીર પ્રભુ અને ધન્નો,શાલિભદ્ર, ધનાજી, મેઘકુમાર વગેરેએ પિતાનું શરીર મહાસુકમળ છતાં કેવી. ઉગ્ર તપસ્યા કરી! કેવા ઉગ્ર પરીસહ વેઠયા ! કાયાને કેવી એમાં ગડી! પછી એમના એકેક સાધના-પ્રસંગ પર ભાવના કરવામાં આવે. “જડ કાયાથી ચેતન આત્મા જુદે છે એ વાત મનમાં