________________
..
૨૬૨ ]
( [ રુકમી ન કાઢવો એમાં પણ લાભ અનુપમ. બહુ બેલબોલ કરવામાં તે જૂઠ આવતાં વાર નથી લાગતી. જેને અસત્યને ડર છે, અસત્યથી બચવું છે, એણે બોલવા પર પાક અંકુશ રાખવું જ જોઈએ. બોલવું તે વિચારીને કે નિશ્ચિત સાચું જ છે ને ? તેમજ જોખીને બોલ કાઢવા, પરિમિત બોલવું, કે જેથી અજાયે પણ જૂઠ ન આવી જાય.
બહુ બલવાનાં ૪ કારણું –
બાકી બહુ બોલનાર લેકમાં પણ સારા પ્રૌઢમાં નથી ગણતે. બિનજરૂરી બાયે રાખે એ પિતાની કિંમત ઓછી કરે છે. બહુ બોલે એ તણખલાને તેલે કહેવત છે ને? (૧) હૃદય છીછરું, યા (૨) તુચ્છ આનંદમાં રાચનારું, (૩) શંકા-અવિશ્વાસ ભર્યું, કે (૪) આપ બડાઈથી ભરેલું હોય, ત્યારે બોલબોલ કરવાનું થાય છે. એ આપણું વચનગ પર આપણું હદયનું આ માપ નીકળે છે. માણસને કાં તે આવિશ્વાસ હય, ભયભીતતા હોય, પિતાની બડાઈ દેખાડવી હોય, કે બીજાની ઈર્ષ્યા–અસૂયા હોય ત્યારે બહુ બલવાની જરૂર પડે છે. એ બધા દોષથી બચવું હોય તે પહેલો વચનગ કાબુમાં લેવું જોઈએ.
(૨) વચનગની બીજી ખાસિયત એ છે કે એ હદયમાં નવી શુભ કે અશુભ વૃત્તિ ઘડે છે. હૈયામાં કદાચ સારા સારા ભાવ ન પણ હોય, છતાં જે બોલવાનું સારૂં રખાય તે એથી સારા ભાવ જાગવાને અવકાશ રહે છે. એમ સારા ભાવ છતાં બોલવાનું હલકું નરસું નિંદાજેવું કરાય તે સારા ભાવ નષ્ટ થઇ નરસા ભાવ જાગે છે.