________________
૨૩. રાજકુમાર વિમાસણમાં મૈત્રીને દયા
અહીં મહાવીર ભગવાન ગૌતમસ્વામીને કહે છે,-હે. ગૌતમ ! એ રાજકુમાર વિચાર કરે છે કે “આ રાજા તે ભાગી ગયે, પણ મારાથી એમ કેમ ભાગી જવાય ? અમારી કુળપરં. પરાથી એ વિરુદ્ધ છે. તેમ મારાથી મારકૂટ કરતાં ય ન નીકળી. જવાય, કેમકે મારે પહેલા વ્રતમાં સ્થૂલ પ્રાણાતિપાતને ત્યાગ છે, અને જીવની હિંસા કરવી એ ઉચિત પણ નથી. તે મારે. શું કરવું ?”
રાજકુમાર વિચારમાં પડયે, સામે “હણ હણું ના ભયંકર. નાદ ગાજે છે. એવા કે ભલભલાના છકકા છૂટી જાય ! જુએ. રાજા પણ ભાગ્યે ને ? છતાં આ રાજકુમાર આવા જીવન-મરણના પ્રસંગ વખતે પણ પોતાના કુળની ખાનદાની અને નિયમ યાદ કરે છે કે મારાથી એમ ભાગી ન જવાય, તેમ મારકૂટ. કરતાંય ન નીકળી જવાય.
શાસ્ત્રકારોએ સુકુળ-જન્મને પણ એક ગુણ ગ. છે, અને એનું સમર્થન કરતાં આ લાભ બતાવે છે કે સારા કુળમાં જન્મ પામ્યાને માથે ભાર હેય તે અવસરે અપકૃત્યથી.