________________
પ્રકરણ ૨૨]
[૨૧ વચનોગમાં બે ખાસિયત છે,–
(૧) એક તો એ પ્રાયઃ હૈયાની વૃત્તિ અનુસાર કરાય છે એ સૌ સમજે છે. તેથી તે આપણું વચન પરથી એ આપણા હૃદયને ભાવ કલ્પી લે છે. આવેશનું બોલીએ તે માને છે કે આપણા હૈયામાં ગુસ્સે છે; અને મુલાયમ બોલ કાઢીએ તો આપણી શાંતતા-સ્વસ્થતા સમજે છે. અલબત, હૈયામાં ગુસ્સો હોય છતાં માયાવી બહારથી મીઠું બોલે છે, પરંતુ એને એ અર્થ નથી કે આપણે હૈયામાં આવેશ હોય તે તડ ને ફડ સુણાવી દેવું. એકાદિ વાર દિલમાં ગુસ્સો આવી પણ ગયો, છતાં સામાને કષાય-અસભાવાદિ ન થાઓ એવી ભાવ-દયાથી પ્રેરાઈને પણ ભાષા મુલાયમ બેલવી જરૂરી છે. આમાં સામાની ભાવદયાને આશય શુદ્ધ છે; તેથી માયા ન કહેવાય. વસ્તુનું માપ એના પરિણામ પરથી મપાય છે. એટલા માટે તે,
સાચું પણ તે છે કે જે સામાના અને આપણું હિતમાં હેય. પાપને ઉપદેશ, આરંભસભારંભને ઉપદેશ, એ દેખીતે સાચો હોય છતાં વાસ્તવિક સ્થિતિએ સત્ય નથી. પારધી કે કસાઈને પશુનું સાચું સ્થાન કહી દેવું એ શું સત્ય વચન છે? ના, જરાય નહિ. એ તો ઘેર મૃષા કહેવાય. એમ બીજાને હિંસા કરવા કહેવું, અગર એવું કહેવું કે જેનાં નિમિત્તે પેલે સીધે હિંસા કરવા જાય; એમ જૂઠ બોલવાનું કહેવું, કોધ-માન વગેરે કષાય કરવાની સલાહ આપવી, આ બધું કાંઈ સત્ય વચનમાં ન આવે. નિષ્પાપ સાચું એ સાચું. એમ શુભ આશયનું મુલાયમ વચન એ માયા વિનાનું હોય તે જ સાચું ગણાય.
ત્યારે ઉપયોગી જ બોલવું, બિનજરૂરી એક પણ ઉગારે