________________
૨૨. ધર્મ દ્રવ્યમાંથી નકે? :
વચનયોગને પ્રભાવ. સુરતના એક મંદિરના વહીવટદાર મહાન શ્રાવક લલ્લુભાઈ એવા પાપભીરુ અને પ્રામાણિક, કે દેવદ્રવ્યની કથળીમાં રોકડ રૂપિયે નાખીને પરચુરણ સોળ આના લેવાની ય વાત નહિ! પછી પિતાની સ્વાર્થ–સગવડ માટે હમણ પાંચ રૂપિયા આમાંથી લઉં છું પછી આમાં નાખી દઈશ, એવું કરવાની તે વાતે ય શી?
સારા ગણાતા શ્રાવક પણ જે આ મર્યાદાને ચુસ્ત ન ષળગી રહ્યા અને ધર્મ ખાતાની સિલકમાં ઘાલમેલ કરી–પછી ભલેને મનમાં એમ પણ રાખ્યું કે આને બજારુ વ્યાજ કરતાં અધિક વ્યાજે પાછા વાળીશ,તે પણ રુલી ગયા, ધર્મદ્રવ્યને નાશ કરવાના ઘોર પાપમાં પડવું પડ્યું. ત્યારે શ્રાદ્ધવિધિ, દ્રવ્યસપ્તતિકા, દર્શનશુદ્ધિ, ઉપદેશપદ વગેરે શાસ્ત્રો જુઓ તે ખબર પડે કે દેવદ્રવ્યની જરાક ઘાલમેલમાં પણ કેટલા ભયંકર ભવમાં દુઃખથી રીબાવું પડે છે!
એક શ્રાવકે મંદિર-નિર્માણને વહીવટ કરતાં મજૂરોને રાજી થાય તે રોકડી ન આપતાં પોતાની દુકાનેથી એને માલ